Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૬] અશ્વગ્રીવના સૈન્યનો ભંગ
[ પર્વ ૪ થું થવા માટે આવો” એમ પોતાના સ્વરવડે જાણે દેવતાઓને બોલાવતા હોય તેમ વાજિંત્રો વાગવા લાગ્યા. દેવ અને દૈત્યના ઇદ્રોની જેમ રણની ઉત્કંઠાવળા ત્રિપૃષ્ટ અને અલ્પગ્રીવના સૈન્ય સામસામા આવીને સ્થિત થયા. કવચ ધરીને સજજ થયેલા એ બંને સૈન્યોનો કોળાહળ, અશ્વસૈન્ય ચૂર્ણ કરેલી પૃથ્વીની રજની જેમ દિશાઓમાં વ્યાપી ગયો. સૈન્યના નિશાનની ધ્વજાઓ ઉપર રહેલા સિંહ, અષ્ટાપદ, ચિત્તા, હાથી અને વાનરથી સર્વ આકાશ ભયંકર અરણ્યના જેવું દેખાવા લાગ્યું. નારદના જાણે બંધુ હોય તેમ કળક્રીડા કરવામાં કુતુહળવાળા અને સુભટોને ઉત્સાહ આપવામાં ચતુર એવા ભાટચારણો રણભૂમિમાં ફરવા લાગ્યા.
ત્યાર પછી બંને સૈન્યએ યુદ્ધનો આરંભ કર્યો તેઓના બાણેની શ્રેણિથી જાણે આકા શમાં પક્ષીઓ ઉડતા હોય તેવો દેખાવ થઈ રહ્યો. તે વખતે અરણ્યમાં વૃક્ષની શાખાઓના અગ્રભાગના પરસ્પર સંઘર્ષણથી જેમ દાવાનળ ઉત્પન્ન થાય તેમ તે બંને સૈન્યના સૈનિકેના યુદ્ધમાં પરસ્પર અથડાતા શસ્ત્રોથી અગ્નિ ઉત્પન્ન થયો. સમુદ્રમાં પરસ્પર અથડાવાથી જેમ અનેક જળજતુઓને વિનાશ થાય તેમ શસ્ત્રાસ્ત્રવડે યુદ્ધ કરનારા અમીત પરાક્રમી અનેક સુભટનો તે રણભૂમિમાં વિનાશ થયો. થોડી વારમાં સમુદ્રની વેલા જેમ નદીના જળને પરાક્ષુખ. કરે તેમ ત્રિપૃષ્ટ વાસુદેવની અગ્રસેનાએ અશ્વગ્રીવની સેનાને પરાક્ષુખ કરી તત્કાળ પિતાના અગ્રસન્યનો ભંગ થતો જોઈને જાણે આંગળીના અગ્રભાગને ભંગ થયેલ હોય તેમ અશ્વગ્રીવના પક્ષના વિદ્યારે ઘણા કે પાયમાન થયા. પ્રચંડ ભુજાવાળા તેઓ રણભૂમિમાં એટલા બધા ઉત્કટ થઈ ગયા કે જાણે યમરાજના સચીવપણની મુદ્રાને પ્રાપ્ત કરી આવેલા પિશાચ હોય તેવા તેઓ જણાવા લાગ્યા. તેઓમાં વિકટ અને ઉત્કટ દાંતવાળા, વિશાળ વક્ષસ્થળવાળા, તેમજ શ્યામ અને ભયંકર આકૃતિવાળા રાક્ષસ, જાણે અંજનાચલ પર્વતના શિખરો હોય તેવા જણાવા લાગ્યા. કેટલાક વિદ્યાધરો પુછડારૂપી હળને પછાડવાથી પૃથ્વીને ફાડી નાખતા અને મંડળાગ્રની ક્રિયાને કરનારા નખોવાળાં કેશરીસિંહો થયા. કેટલાએક પિતાની શુઢાથી તૃણના પુળાની જેમ હસ્તિઓને આકાશમાં ઉછાળનારા તેમજ જાણે ઉંચા શિખરવાળા પર્વતે હોય તેવા અષ્ટાપદ પશુઓ થયા. કેટલાએક પુંછડાઓને પૃથ્વી પર પછાડતા અને દાંતથી વૃક્ષને મરડી નાખતાં સિંહ તથા હસ્તીની આકૃતિ જેવા પણ વિકરાળ એવા વરાહ જાતિના પશુઓ થયા અને બીજા કેટલાએક ચિત્તા, સિંહ, વૃષભ, દંશ અને નાર વિગેરે શીકારી પ્રાણીઓનાં રૂપ કરીને તૈયાર થયા. પછી જાણે યમરાજને બોલાવતા હોય તેમ ભયંકર શબ્દો કરતા તે વિદ્યાધરો વેગથી ત્રિપૃષ્ટના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા, તેથી જેઓનાં મુખ ગ્લાનિ પામી ગયા છે અને જેમને ઉત્સાહ ભંગ થઈ ગયે છે એવા પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃષ્ટ વાસુદેવના સુભટે તત્કાળ વિચાર કરવા લાગ્યા કે “અહા! આ શું થયું? શું અમે માગની બ્રાંતિથી આ યમરાજના નગરમાં આવ્યા? અથવા શું રાક્ષસોના નિવાસસ્થાનમાં આવ્યા કે ભયંકર વિંધ્યસ્થળમાં આવ્યા? અથવા શું અશ્વગ્રીવની આજ્ઞાથી આ સર્વ ભૂત અને ક્રૂર પ્રાણીઓ અમોને હણી નાખવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org