Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગર જે. DQIQDQIQIRDODIRDINDAL
વાસુપૂજ્ય ચરિત્ર.
ઇંદ્ર અને ઉપેદ્રોના મુગટના અગ્રભાગથી જેમના ચરણના ખેની પંક્તિ ઘસાયેલી છે એવા વિશ્વને પૂજવા લાયક અને વિશ્વનું રક્ષણ કરનાર શ્રીવાસુપૂજ્ય ભરાવાનને નમસ્કાર કરીને રૂપથ ધ્યાનમાં રહેલે હું અહંતની જેમ વિશ્વને પવિત્ર કરનાર અને ચંદ્રથી પણ અતિ નિર્મળ એવું તે પ્રભુનું ચરિત્ર હવે કહીશ.
પુષ્કરવર દ્વિપમાં પૂર્વ વિદેહક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતી નામના વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તે નગરીમાં સર્વ લક્ષમીઓથી અધિક અને ચંદ્રની જેમ સર્વજનને વલ્લભ પદ્યોત્તર નામે રાજ હતું, બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજવળ શાસનને હમેશાં હૃદયમાં ધારણ કરતે હતે. ગુણના મંદિવરૂપ તે રાજાને લક્ષ્મી અને કીનિ બંને જાણે જોડલે જન્મી હોય મિ સાથેજ વધવા લાગી. રાજાઓમાં શિરેમણિરૂપ પક્વોત્તર રાજાએ સમુદ્રરૂપ ફરતા વસવાળી બધી પૃથ્વી ઉપર ફરતી ખાઈની કટિમેખલાવાળી એક નગરીની જેમ ઉત્તમ રાજ્ય ચલાવવા માંડયું.
લક્ષ્મી વિદ્યુતના જેવી થપળ છે, શરીર વયની પેઠે નાશવંત છે, લાવણય કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુના જેવું અસ્થિર છે, અને બાંધ માર્ગમાં એકઠા મળેલા વટેમાર્ગુની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે. એવી રીતે હૃદયમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્યશા પ્રાપ્ત થઈ જેથી એકદા મોટા મનવાળા એ રાજાએ વજુનાભ ગુરૂના ચરઘુકમળ સમીપે જઈ રુક્તિરૂપી લમીને પ્રાપ્ત કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત પ્રભુની ભક્તિ વિગેરે કેટલાક ઉજવળ સ્થાનકેનું આરાધન કરીને સદ્બુદ્ધિવાળા તે રાજાએ તીર્થંકરનામક ઉપાર્જન કર્યું, ખની ધાર જેવું તીક્ષણ એ વ્રત ઘણા કાળપયત પાળી પ્રાંત કાળ કરીને પ્રાકૃત નામના દશમા દેવલોકમાં તે મહદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા.
જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પ્રીની ચંપકના પુષ્પમય શિરાભૂષણ જેવી ચંપા નામે એક નગરી છે. એ નગરીમાં રત્ન મણિમય ભીતવાળા ચૈત્યેની અંદર પ્રતિબિંબિત થયેલા લકે જાણે વૈકિયરૂપને ધારણ કરતા હોય તેવા જણાય છે. રાત્રિએ જેમાંથી જળના નિઝરણું ઝરે છે એવા ચંદ્રકાંત મણિના પગથીઆવળી અને સ્વયમેવ જોત્પત્તિવાળી ક્રીડાવાપિકાએ B - 16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org