Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ ] પ્રભુ પ્રત્યે શની સ્તુતિ
[ ૧૨૩ કબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને શક્રેન્દ્ર બેઠા. તે અવસરે અમ્યુરેંદ્ર વિગેરે ત્રેસઠ ઇદ્રોએ તીર્થના જળથી ભરેલા કુંભ વડે પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાનક૯૫ના અધિપતિના ઉત્સંગમાં શકઈંદ્ર પોતાના ચિત્તની જેમ પ્રભુને સ્થાપન કર્યા, અને ભક્તિમાં ચતુર એવા તેણે પ્રભુની આસપાસ ચારે દિશાઓમાં ફાટિકમણિના ચાર વૃષભ વિકુવ્ય. સ્નાનવિધિની વિલક્ષણતામાં ચતુર એવા શકેન્દ્ર તે વૃષભના શૃંગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે ચાર વૃષભેને અંતહિત કરી પ્રભુના શરીરને લુંછી ગોશીષચંદનથી વિલેપન કર્યું, અને દિવ્ય વસ્ત્રો, આભૂષણે અને પુછપથી પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારી આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી.
હે નાથ! ચક્રવતીઓના ચક્રોથી, વાસુદેવના ચક્રથી, ઈશાનંદ્રના ત્રિશૂલથી, મારા વાથી અને બીજા ઇદ્રોનાં અસ્ત્રોથી પણ જે કર્મો કઈ દિવસ ભેદતાં નથી તે કર્મો તમારા દર્શન માત્રથી ભેદાઈ જાય છે. ક્ષીરસમુદ્રની વેલાથી, ચંદ્રાદિકની કાંતિથી, મેઘની ધારાઓથી, ગોશીષચંદનના લેપનથી અને કદલીઓના ઘાટા ઉદ્યાનેથી જે દુઃખેને પરિતાપ શમી “જતે નથી તે તમારા દર્શનમાત્રથી તત્કાળ શાંતિ પામી જાય છે. અનેક પ્રકારના કવાથે “(ઉકાળા)થી, જાતજાતના ચૂણેથી, ઘણાં પ્રકારના લેપથી, અનેક પ્રકારની શસ્ત્રક્રિયાથી તથા બહુ રીતના મંત્રપ્રયેગથી જે રોગો છેદાતા નથી તે રેગો તમારા દર્શન માત્રથી તરત પ્રલય પામી જાય છે. હે પ્રભુ! વધારે શું કહેવું ! ટુંકામાં એટલું કહેવાનું છે કે જે કાંઈ આ જગતમાં અસાધ્ય છે તે તમારા દર્શન માત્રથી સાધ્ય થઈ જાય છે. માટે હે જગત્પતિ! આ તમારા દર્શનનું હું એ ફળ ઈચ્છું છું કે વારંવાર મને તમારું દર્શન થાઓ.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, તેમને લઈ જાદેવીને પડખે મૂકી પ્રભુને નમસ્કાર કર્યો. પછી દેવીની અવસ્થાપિની નિદ્રા હરી, તેમના પડખામાંથી પ્રભુનું પ્રતિબિંબ લઈ શક ઇંદ્ર સ્વર્ગમાં ગયા, અને બીજા ઈંદ્રો મેરૂ પર્વતથી પરભાર્યા સ્વસ્થાને ગયા.
પછી પ્રાત:કાળે કમળને વિકાસ કરનારા સૂર્યોદયની જેમ જગતના ચિત્તોને વિકાસ કરનારા વસુપૂજ્ય રાજાએ જન્મોત્સવ કર્યો, અને વાસુપૂજ્ય તથા જયાદેવીએ શુભ દિવસે પ્રભુનું વાસુપૂજ્ય એવું યથાર્થ નામ પાડયું. શકઈ અંગુઠામાં સંક્રમાવેલા અમૃતને ચૂસવાથી પ્રભુ વધવા લાગ્યા; કારણ કે અહંતભગવાનને ધાત્રીમાતાએ બીજા કાર્ય કરવાથી જ ગણાય છે, સ્તનપાન કરાવવાથી ધાત્રી ગણાતી નથી. ઇંદ્રની આજ્ઞાથી પાંચ દેવાંગનાઓ ધાત્રીપણે છાયાની પેઠે પ્રભુની સાથે રહેતી હતી, અને તેમનાથી લાલન પાલન થયેલા પ્રભુ હમેશાં વૃદ્ધિ પામતા હતા. સમાન વયના થઈને આવેલા દેવકુમારોની સાથે કઈવાર સુવર્ણરત્નમય દિવ્ય દડાઓથી, કઈવાર હીરારત્નજડિત શંકુલા (શડી)થી, કોઈવાર ભ્રમરની પેઠે ભમવાની ક્રીડાથી, કેઈવાર માહમાંહી દાવ કરી આમલીના વૃક્ષ ઉપર ચડવાની ક્રીડાથી, કેઈવાર વેગથી દેડવાની રમતથી, કોઈવાર અંતર્ધાન થવાની ( સંતાઈ જવાની) ક્રીડાથી, કેઈવાર ફાળ મારવાની ક્રીડાથી, કેઈ વાર ઠેકવાની રમતથી, કેઈવાર પાણીમાં તરવાથી, કેઈવાર સિંહનાદની રમતથી, કોઈવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org