Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૪]
પ્રભુના માતાપિતાએ દર્શાવેલ ઈચ્છા [ પર્વ ૪ થું મુણિયુદ્ધથી અને કઈવાર બાયુદ્ધથી ક્રીડા કરતા એવા પ્રભુએ બાલ્યપણાને ગ્ય એવી શિશુવય નિર્ગમન કરી.
અનુક્રમે સીત્તેર ધનુષ્ય ઉંચા ને સર્વ લક્ષણેએ યુકત એવા પ્રભુ મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા. એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય પ્રભુને તેમના માતાપિતા પુત્રપણાના વાત્સલ્યભાવથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે કુમાર ! તમારા જેવા પુત્રના જન્મ માત્રથી જગત્ બધાના અને અમારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે, તે પણ કાંઈક તમને કહેવાનું છે, કારણ કે અમૃતથી કઈ તૃપ્તિ પામે? મધ્ય દેશમાં, વત્સ દેશમાં, ગૌડ દેશમાં, મગધ દેશમાં, કેશલ દેશમાં, તેસળ દેશમાં, પ્રાગતિષમાં, નેપાળ દેશમાં, વિદેહ દેશમાં, કલિંગ દેશમાં, ઉત્કલ દેશમાં, પુંડ્ર દેશમાં તામ્રલિપ્તમાં, મૂલ દેશમાં, મલય દેશમાં, મુદુગર દેશમાં, મલ્લવર્ણા દેશમાં, બ્રહ્મોત્તર દેશમાં અને બીજા પણ પૂર્વ દિશાના આભૂષણ રૂપ સર્વ દેશોમાં તથા ડાહલ દેશમાં, દશાર્ણ દેશમાં, વિદર્ભ દેશમાં, અષ્કમ દેશમાં, કુંતલ દેશમાં, મહારાષ્ટ્ર દેશમાં, અંધ્ર દેશમાં, મુરલ દેશમાં, કથકેશિક દેશમાં, સુ૫૨ દેશમાં, કેરલ દેશમાં, કમિલ દેશમાં, પાંડથ દેશમાં, દંડક દેશમાં, ચૌડ દેશમાં, નાશિક્ય દેશમાં, કંકણ દેશમાં, કૌરવ દેશમાં, વનવાસ દેશમાં, કેલ્લાદ્ધિમાં, સિંહલ દેશમાં અને બીજા પણ દક્ષિણ દિશાના દેશમાં, સૌરાષ્ટ્ર દેશમાં, ત્રિવણ દેશમાં, દશેરક દેશમાં, અબુંદ દેશમાં, કચ્છ દેશમાં, આવર્તક દેશમાં, બ્રાહ્મણવાહમાં, યવન દેશમાં, સિંધુ દેશમાં, અને બીજા પણ પશ્ચિમ દિશાના દેશમાં તથા શક દેશમાં, કેકય (કાબુલ) દેશમાં, ક્રાણુ દેશમાં, હૂણ દેશમાં, વાનયુજ દેશમાં, પંચાલ દેશમાં, કુલૂત દેશમાં, કાશમીર દેશમાં, કાંજ દેશમાં, વાલ્વિક દેશમાં, જાંગલ દેશમાં, કુરૂ દેશમાં અને બીજા પણ ઉત્તર દિશાના દેશોમાં તથા દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રના સીમાડાની પાજ જેવા વૈતાઢય પર્વતની અને શ્રેણીમાં અને બીજા પણ જુદા જુદા અનેક દેશોમાં કુલિન, પંડિત, શૂરવીર, મોટા ખજાનાવાળા, યશવી, ચતુરંગ સૈન્યવાળા, પ્રજાપાલનમાં પ્રખ્યાત, નિષ્કલંક, સત્ય પ્રતિજ્ઞાવાળા અને ધર્મના અનુરાગી જે રાજાઓ અને ખેચશ્વરો રહેલા છે તે સર્વે મોટી ભેટ સહિત પિતાની કન્યાઓ તમને આપવાને અશ્રાંતપણે વારંવાર અમારી પ્રાર્થના કરે છે, તેથી તેઓની કન્યાઓ સાથે તમારા વિવાહેત્સવના દર્શન આપીને તેમના તથા અમારા મનોરથને પૂર્ણ કરે, અને કુળક્રમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરે, કારણકે હવે વૃદ્ધાવસ્થામાં અમારે વ્રત ગ્રહણ કરવું એજ ઉચિત છે.” આવાં માતાપિતાનાં વચન સાંભળીને વાસુપૂજ્ય ભગવાન હાસ્ય કરતા બેલ્યા “હે માતાપિતા ! સુતપ્રેમને યોગ્ય એવાં આ તમારાં વચને યુક્ત છે; પણ આ સંસારરૂપી અરયમાં સાર્થવાહના વૃષભની પેઠે ભમી ભમીને હું ઘણે ખેદ પામી ગયો છું. કયા કયા દેશમાં, કયા કયા નગરમાં, કયા કયા ગામમાં, કઈ કઈ ખામાં, કઈ કઈ અટવીમાં, કયા કયા પર્વતમાં, કઈ કઈ નદીમાં, કયા કયા કહોમાં, કયા કયા બેટમાં, અને કયા કયા સમુદ્રમાં, જાતજાતના રૂપનું પરાવર્તન કરી હું અનંતકાળ નથી ભયે? હવે તે નાના પ્રકારની નિઓમાં ભ્રમણ કરવાના સ્થાનરૂપ આ સંસારને મારે છેદી નાખ છે, માટે સંસારરૂપી વૃક્ષના દેહદરૂપી કન્યાઓની સાથે વિવાહ કરવાની અને રાજ્યભાર ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org