Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૧૧૭
સર્ગ ૧ લે છે
પ્રભુની દેશના આ પ્રમાણે ઇંદ્ર, વાસુદેવ અને બલદેવ સ્તુતિ કરી વિરામ પામ્યા પછી શ્રેયાંસ પ્રભુએ શ્રેયના હેતુરૂપ દેશના આપવાને આરંભ કર્યો.
આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઉમિઓથી આડે અવળે ને ઉંચે નીચે અર્થાત ઉર્વ અર્થો ને તિછલકમાં ભમ્યા કરે છે. પવનથી “જેમ વેદબિંદુ અને ઔષધિથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠે કર્મો કરી “જાય છે. સંસારના બીજેથી ભરેલાં એવાં કર્મોની નિર્જરણ કરવાથી તેનું નામ નિજેરા “ કહેવાય છે તે નિર્જરા સકામાં અને અકામાં એવા બે પ્રકારની છે. જે યમ-નિયમના ધરનારા “છે તેમને સકામ નિજા થાય છે. અને બીજા પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. કર્મોની
પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણદેષવાળું “હાય પણ પ્રદીપ્ત અગ્નિવડે શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિવડે સદેષ જીવ પણ શુદ્ધિને પામે
છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા–એ જ પ્રકારે બાહ્ય તપ કહેવાય છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, “સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. આ “બાહ્ય અને અત્યંતર તારૂપી અગ્નિને પ્રજવલિત કરીને નિયમધારી પુરૂષ પિતાના દુર “એવાં કર્મોને પણ જરાવી દે છે. જેમ કેઈ સરોવરનું દ્વાર ઉપડાથી સર્વ તરફ બંધ કર્યું “હેય તે પછી નવા જલપ્રવાહથી તે કદિપણ પૂરતું નથી, તેવી રીતે સંવરથી આવૃત્ત થયેલે “જીવ આશ્રવરૂપ દ્વારોને રે કરવાથી નવા નવા કર્મ વડે પૂરતું નથી. પછી જેમ પૂર્વે “સંચિત થયેલું સરોવરનું જળ સૂર્યનાં પ્રચંડ કિરણના અવિચ્છિન્ન તાપથી સુકાઈ જાય
છે, તેમ પૂર્વે બાંધેલાં પ્રાણીઓનાં કર્મ પણ તપશ્ચર્યાના તાપથી તત્કાળ ક્ષય પામી જાય છે. “નિર્જરા કરવામાં બાહી તપ કરતા અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાનનું એકછત્ર “રાજ્ય રહેલું છે એમ મુનિઓ કહે છે. કારણ કે ધ્યાન ધરનારા ભેગીઓના ચિરકાળથી “ઉપાર્જન કરેલાં અને ઘણુ પ્રબળ કર્મ પણ તત્કાળ નિરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ “પામેલે શારીરિક દોષ લંઘન કરવાથી શોષાઈ જાય છે તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ ક્ષય પામી જાય છે, અથવા મેઘને સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ “જાય છે, તેમ તપશ્ચર્યાથી કમને સમૂહ વિનાશ પામે છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થપણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે અને પ્રકારની તપશ્ચર્યાથી થતી નિર્જરા વડે કર્મોને જરાવનારે શુદ્ધ બુદ્ધિવાળો પુરૂષ સર્વ કર્મોથી જેમાં મૂકવાપણું થાય છે એવા મોક્ષને પામે છે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને તે વખતે ઘણા લોકેએ દીક્ષા ગ્રહણ કરી. બળભદ્ર અને વસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પિરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષે ચાર પ્રસ્થ (આઠ શેર)ના પ્રમાણવાળ બળી લાવ્યા. તે બળી પ્રભુની પાસે ઉડાડો તેમાંથી અર્ધ ભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લઈ લીધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org