Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૦] અશ્વગ્રીવે કરેલ અમેઘ ચક્રનું સ્મરણ
[ પ ૪ થું ઘોષ કર્યો, તે વખતે કંડિયામાંથી સર્ષની જેમ ભાથામાંથી બાણે કાઢી કાન સુધી આકષી અધગ્રીવ વરસાવવા લાગ્યો. પછી કાળનું જાણે કટાક્ષ હોય અને કલ્પાંત કાળના અગ્નિની જાણે શિખા હોય તેવું કાંતિથી પ્રકાશમાન એક તીવ્ર બાણ ત્રિપૃષ્ટની ઉપર છોડ્યું. તે બાણને આવતું જોઈ અવિચ્છેદ પરાક્રમવાળા ત્રિપૃષ્ટ વાસુદેવે તત્કાળ છેડેલા બાણથી ઈબ્રુલતાની જેમ તેને છેદી નાખ્યું અને એવી હાથચાલાકીથી એક બીજું બાણ મૂકયું કે જાણે તે પહેલું જ હોય તેમ તેનાથી અશ્વગ્રીવનું ધનુષ્ય પણ છેદી નાખ્યું. પછી અશ્વગ્રીવે જે જે નવાં નવાં ધનુષ્ય ગ્રહણ કર્યા છે તે ધનુષ્ય તેના મનોરથની સાથે ત્રિપૃષ્ટ વિરે બાણથી છેદી નાખ્યાં. એક બાણથી પ્રતિવાસુદેવને ધ્વજ છેદ્યા, અને એક બીજા બાણુથી એરંડાના વૃક્ષની પેઠે તેને રથ ભાંગી નાંખ્યો.
આ પ્રમાણે સ્થિતિ થઈ તે પણ અશ્વગ્રીવ બીજા રથમાં બેસી ધારાઓથી મેઘની જેમ દરથી બાણની વૃષ્ટિ કરતો ફરીવાર આગળ આવ્યા. એ વખતે તેણે બાણ વડે દુદિનનો આડંબર કર્યો કે જેથી રથ, સારથિ, ત્રિપૃષ્ટ કે બીજું કાંઈપણ દેખવામાં આવતું નહતું; પણ સૂર્ય જેમ પોતાના કિરણની છટાથી અંધકારનો નાશ કરે, તેમ ત્રિપૃષ્ટિ બાણોની વૃષ્ટિઓથી તે દુદિનકારક શરવૃષ્ટિનો તત્કાળ નિરાસ કર્યો. પછી ત્રિપૃષ્ઠના આવા પરાક્રમથી ક્રોધ પામેલા પર્વત જેવા સારવાળા અને શક્તિવાળાઓમાં શ્રેષ્ઠ એવા અશ્વગ્રીવે વિજળીની જાણે સહેદરા હોય, વાની જાણે વયસ્યા (સખી) હોય, મારીની જાણે માતા હોય અને શેષનાગની જાણે જિહુવા હોય તેવી એક પ્રચંડ શક્તિ હાથમાં ગ્રહણ કરી. જાણે યમરાજની નતકી હોય તેમ ઘુઘરીઓના શબ્દ કરતી એ શક્તિને સ્તંભ ઉપર રાધાચક્રની જેમ તેણે પોતાના મસ્તક ઉપર ફેરવવા માંડી, અને પોતાના વિમાનના બ્રશની શંકાથી ભય પામેલા વિમાનવાસીઓએ જેને માર્ગ આપે છે એવી એ શક્તિ અશ્વગ્રીવે સર્વ બળથી ત્રિપૃષ્ટ ઉપર નાખી. તત્કાળ ત્રિપૃટે જાણે બે ભુજાદંડમાં ત્રીજો ભુજાદંડ હોય, અથવા યમરાજને દંડ હોય તેવી કોમોદકી ગદા પિતાના રથમાંથી હાથમાં ગ્રહણ કરી, અને હાથી જેમ ક્રીડા કરનારની ધમણને પિતાના ઈંડાદંડથી વિનાશ કરે તેમ એ આવતી શક્તિની ઉપર તે ગદા પ્રહાર કર્યો, જેથી ઉગ્ર અગ્નિના કણિયાથી સેંકડે ઉલકાપાતને વિસ્તારતી એ શક્તિ માટીના ઢફાની જેમ ચૂરેચૂરા થઈને પૃથ્વી ઉપર પડી. પછી અશ્વગ્રીવે જાણે ઐરાવતને કાઢી લીધેલો દાંત હોય તે એક મોટે પરિઘ ગ્રહણ કરીને ત્રિપૃષ્ટિની ઉપર ફેંકયો. ગરૂડ જેમ ચાંચવડે મોટા સપને ખંડ ખંડ કરી નાખે તેમ ત્રિપૂટે તે પરિઘને ગાવડે ખંડ ખંડ કરી નાખ્યો. પછી અશ્વગ્રીવે યમરાજની જાણે દાઢ હોય અને તક્ષકનાગની જાણે બહેન હોય તેવી વશિલાના સારથી બનેલી એક ગદા ત્રિપૃષ્ટિની ઉપર ફેંકી. મેટી ભુજાવાળા ત્રિપૃટે પોતાની કૌમાદકી ગદાથી તે ગદાના આકાશમાંજ રેતીના મોદકની પેઠે કટકે કટકા કરી નાખ્યા.
આવી રીતે સર્વ શસ્ત્રો જ્યારે ભાંગી ગયા ત્યારે અશ્વગ્રીવ પીડિત જનની પાસે બંધુ વર્ગની જેમ તત્કાળ વિલ થઈ ગયો, અને તરત જ તેણે નાગાસ્ત્રનું સ્મરણ કર્યું. તે નાગાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org