Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૦૨]
યુદ્ધારંભ
[ પર્વ ૪ થું ચાલ્યો જવાનો છે. તે શાલિના ભોજનની પેઠે હવે જે જીવવાથી તૃપ્ત થઈ ગયો હોય તે સ્વયંપ્રભા લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે, હે દૂત ! તું હવે અહીંથી શીઘ ચાલ્યા જા, કેમકે દ્વતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવને હણવાને અમે ઈચ્છીએ છીએ.”
આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હોય તેમ તે દૂત ઉતાવળો ઉતાવળો ત્યાંથી નીકળીને એકદમ અશ્વગ્રીવ રાજા પાસે આવ્યા, અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢ અને કેશ કુરવા લાગ્યા, દાંતવડે તે હોઠ કરડવા લાગ્ય, શરીર ધ્રુજવા લાગ્યું અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિકટ જણાવા લાગ્યું. એવું ઉગ્ર રૂપ કરી તેણે અવજ્ઞા અને કો૫ સહિત વિદ્યાધરોના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું-“અહા ! જવલનજીને દેવે કેવી દબુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે જેમ કાકીડા થાય તેમ તે મારી સામો થયે. તેનું કુલીનપણું કેવું કે જેણે મારા જેવા યોગ્યને છોડી પિતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી. એક સર્વ મૂખમાં શિરોમણિ મૂર્ખ તે જ્વલન જટી, બીજો પ્રજાપતિ, ત્રીજે સાવકી બહેનને પુત્ર ત્રિપૃષ્ટિ અને ચોથે સગપણની ગણત્રીવડે થયેલ પિતાના પિતાને સાળ અચલકુમાર, એ સર્વે નિર્લજજ થઈ મરવાનેજ ઈરછનારા છે, અને તેથીજ સિંહની સામે શિયાળની જેમ તેઓ મારી સામે લડવાને ઈરછે છે. તેથી તે વિદ્યાધરે ! પવન જેમ મેઘને, સિંહ જેમ હરિને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને તેમને પરાજય કરો.” જેમના હાથમાં રણ કરવાની કંડુ આવ્યા કરતી હતી એવા તે વિદ્યાધરો તૃષાવાળા પુરૂષે જેમ જળ મળવાથી હર્ષ પામે તેમ પોતાના પ્રભુની આવી આજ્ઞાથી ઘણે હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરે જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફડતા હોય તેમ ભુજાએને આસ્ફોટ કરવા લાગ્યા. સંગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર-શત્રુઓ ઉપર ઉત્કંઠા બતાવતા “મારી પહેલાં બીજે જીતે નહીં' એવું પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકેથી ઘોડાઓને, અંકુશથી હાથીઓને, પણાથી વૃષભાને અને લાકડીઓથી ઉંટને પ્રહાર કરીને ઉતાવળે ચલાવવા લાગ્યા. તરવારોને નચાવતા, ફુર જાતના અસ્ત્રોને વિસ્તારતા, ભાથાઓને સજજ કરતા, ધનુષ્યોની પણુચનો ટંકાર કરતા, મુદુગરોને જમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફેડતા અને પરિઘ, (ભૂગલ)ને ધારણ કરતા તે વીર કઈ આકાશ માર્ગે અને કઈ પૃથ્વી માગે યુદ્ધના કૌતુકવડે એકદમ પિતનપુર આવી પહોંચ્યા. તેઓને દૂરથી મોટે કેળાહળ સાંભળીને “આ શું?’ એમ પ્રજાપતિ રાજા એકાએક સંજમ પામ્ય, ત્યારે જવલન જટીએ કહ્યું- આ અધિગ્રીવ રાજાની આજ્ઞાથી તેના સુભટો આવે છે તે તે ભલે આવે, તમે મારૂં યુદ્ધકૌતુક જુઓ ! મારી પહેલાં ત્રિપૃથકુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી.” આ પ્રમાણે ઉત્સુક થઈને જવલન જટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org