Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૯૪]
ત્રિપૃષ્ણકુમારનું સિંહ સામે ગમન
[ પર્વ ૪ થું ભક્તિવડે સર્વથી અતિશય ભક્તિમાન થયેલ છે. તે રાજા પિતાના કુમારના આ દોષથી પોતાના આત્માને ઘણે નિંદતો હતો, અને તેથી તમારા શાસનને ગ્રહણ કરીને તેણે આ ભેટ આપેલી છે. એ
આ પ્રમાણે કહીને દૂત વિરામ પામ્યો, એટલે હયગ્રીવ વિચારવા લાગ્યું કે પેલા નિમિત્તિયાની વાણીના એક વચનની તે ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જે હવે સિંહના વધરૂપ બીજા વચનની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે-“તમે સિંહના ઉપદ્રવથી શાળાના ક્ષેત્રોની રક્ષા કરો. અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ ત્રિપૃષ્ટિ અને અચલકુમારને બોલાવી કહ્યું–“હે કુમારે! સિંહવડે થતા ઉપદ્રવથી શાળી ક્ષેત્રની રક્ષા કરવાની જે આ અકસ્માત અંજ્ઞા થઈ તે તમારૂં દુરાચરણ તત્કાળ ફલિત થયું છે. હવે જે આ તેમની આજ્ઞાનું અકાળે ખંડન કરશું તો અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને જે તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમરૂપ થશે; આ પ્રમાણે બન્ને રીતે આપણું ઉપર અપમૃત્યુ પ્રાપ્ત થયેલ છે, તથાપિ હે વત્સ! હાલ તો હું સિંહથી રક્ષા કરવાને જાઉં છું.” પિતાનાં એવાં વચન સાંભળી અને કુમારોએ કહ્યું-“પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ તો અમારા જાણવામાં આવ્યું ! આ સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ” છે. હે પિતાજી! તમે અહીં રહે, અમે બે ભાઈએ જઈશું, અને સ્વપ સમયમાં સિંહને ઘાત કરશું. હે નરસિંહ! તેવા કામમાં તમારે પિતાને શા માટે પ્રયાણ કરવું જોઈએ ! ” રાજાએ ખેદથી કહ્યું “તમે બન્ને કાર્યાકાર્યને નહીં જાણનારાં અને કંઠમાં દુધવાળા હજી બાળક છો. હે કુમારો ! ઉન્મત્ત હાથીની જેમ તમેએ મારી રૂબરૂ જે એક વિપરીત કામ કર્યું તેનું તો આ ફળ પ્રાપ્ત થયેલું છે, તે હવે વળી તમે મારાથી દૂર રહીને જે કૃત્ય કરો તેનું તો શું ફળ થાય તે કહી શકાતું નથી.” ત્રિપૃષ્ણે કહ્યું- “હે પિતાજી! બાળકની જેમ તે મૂર્ખ અશ્વગ્રીવ બીજાઓને સિંહની બીક લગાડે છે, માટે આપ પ્રસાદ કરીને અહીં રહો, અને અમે જઈને તે અશ્વગ્રીવ રાજાના મનોરથ સહિત સિંહનો ઘાત કરશું.” આ પ્રમાણે કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા લઈને તેઓ અલ્પ પરિવાર સાથે જ્યાં સિંહ હતો તે ભૂમિ તરફ આવ્યા.
ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિનો ઢગલે જાણે તેનો મૂર્તિમાન અપયશ હોય તેવો લેવામાં આવ્યા.
પછી સિંહના ભયવડે ઉંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા શાળાના ક્ષેત્રના ખેડુઓને કુમારોએ પૂછયું—“ અહીં રક્ષા કરવા આવનારા (સેળ હજાર) રાજાઓ કેવી રીતે આ શાળાક્ષેત્રની રક્ષા કરે છે? ” ખેડુતોએ કહ્યું- હે કુમારો! હાથી, ઘોડા, રથ અને સુભટોને સજજ કરી તેઓ વડે પ્રવાહને રોકવાની જેમ પિતાની તથા સિંહની વચમાં એક યૂહ રચે છે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org