Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
વિશ્વભૂતિનું વૃત્તાંત
[પર્વ ૪ થું નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવી શિબિકા ઉપરથી ઉતરી આભૂષણાદિકને ત્યાગ કર્યો, અને ઇદ્ર આરોપણ કરેલું દેવળ્ય વર સ્કંધ ઉપર ધારણ કર્યું. ફાગુન માસની કૃષ્ણ ત્રાદશીને દિવસે પૂર્વાહનકાળે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે છઠ્ઠ તપ કરીને પ્રભુએ પંચમુષ્ટિ લેચ કર્યો. પ્રભુના કેશ પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ શક ઇંદ્ર પવનની જેમ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. પછી ઈંદ્ર મુષ્ટિની સંજ્ઞા કરી સર્વ કેળાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ વિશ્વને અભય આપનારૂં ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ રાજ્યને તૃણની જેમ છેડી દઈને વ્રત ગ્રહણ કર્યું. પછી સુરઅસુરના અધિપતિઓ, નંદીશ્વર દ્વીપમાં શાશ્વત અહંત પ્રતિમાઓને અઠ્ઠાઈઉત્સવ કરી પિતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને નંદરાજાએ પ્રભુના ચરણસ્થાનમાં રત્નની એક પીઠ કરાવી. પછી તે સ્થાનથી પવનની જેમ પ્રતિબંધ રહિત એવા પ્રભુ ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરવાને પ્રવર્યા.
આ તરફ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શિરોમણિ પુંડરિકીર્ણ નામની નગરીમાં મુંબલ નામે રાજા ચિરકાળથી રાજ્ય કરતું હતું. તેણે ઉચિત સમય આવતાં મુનિવૃષભ નામના સૂરિની પાસે દીક્ષા લીધી, અને ઉત્કૃષ્ટ તપ તપી મૃત્યુ પામ્યા પછી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
હવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેની પ્રિયંગુ નામે પત્નીની કુક્ષિથી વિશાખનંદી નામે પુત્ર થયે. વિશ્વનંદી રાજાને વિશાખભૂતિ નામે એક લઘુ બંધુ યુવરાજ હતું. તે બુદ્ધિમાન, વીર્યવાન, વિનીત અને ન્યાયી હતું. તે વિશાખભૂતિની ધારિણું નામની સ્ત્રીની કુક્ષિથી પૂર્વમા ભાવમાં ઉપજેલાં સુકૃત વડે મરીચિને જીવ' પુત્રરૂપે અવતર્યો. માતાપિતાએ તેનું વિશ્વભૂતિ એવું નામ પાડ્યું. ધાત્રીઓએ લાલનપાલન કરે એ પુત્ર અનુક્રમે માટે થયો, સમગ્ર કલાકલાપનો અભ્યાસ કરી તેણે સર્વ કળાઓ પ્રાપ્ત કરી. અનુક્રમે શરીરના મૂર્તિમાન આભૂષણરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થયો. પછી અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરીને જાણે પૃથ્વી ઉપર નંદનવન આવ્યું હોય તેવા ઘણા સુંદર પુષ્પકરડક નામના ઉદ્યાનમાં અંતઃપુરની સ્ત્રીઓ સાથે તે ક્રીડા કરવા લાગ્યા.
એકવાર રાજપુત્ર વિશાખનંદીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છા થઈ. પણ તે ઉદ્યાન કદિપણ વિશ્વભૂતિ વગરનું ખાલી દેખાયું નહીં. એકદા વિશાખનંદીની માતાની દાસીએ પુષ્પ લેવાને માટે તે ઉદ્યાનમાં ગઈ, તેમણે ત્યાં અંતઃપુર સાથે વિશ્વભૂતિને ક્રીડા કરતો જો. તે
ઈને દાસીઓના મનમાં ઈષ્ય ઉત્પન્ન થઈ તેથી તેમણે આવીને પ્રિયંગુદેવીને કહ્યું- યુવરાજ વિશાખશ્રુતિને પુત્ર વિશ્વભૂતિજ હાલ રાજા હોય એમ જણાય છે, બીજો કોઈ રાજા જણાતે નથી, કારણુંકે પોતાના અંતઃપુર સાથે તે પુષ્પકરંડક ઉદ્યાનમાં હમેશાં ક્રીડા કરે છે, અને આપણા રાજકુમાર તે નિવારિત થઈને બહાર રહે છે.” આ વચન સાંભળી પ્રિયંગુ રાણું
૧ ભરતચક્રીને પુત્ર મરીચિ, જેનું વૃત્તાંત પર્વ ૧ લાના છઠ્ઠા સર્ગમાં આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org