Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૮૬ ]
રિપુપ્રતિશત્રુ રાજાનું સ્વપુત્રીપ્રત્યે આસક્તપણું
[ પ ૪ શું
ઘરના થાંભલાએ શેાલે તેમ શેાલતી હતી. અનુક્રમે ખાળ અવસ્થાનું ઉદ્લંઘન કરી એ મૃગાવતી કામદેવને જીવન આપનાર અને શરીરની લક્ષ્મીને વિશેષ કરનાર એવા યૌવન વયને પ્રાપ્ત થઈ.
તેનું મુખ ભ્રકુટીના મિષથી જાણે ચંદ્રનુ દંતપત્ર હોય તેવુ' શાભવા લાગ્યું; ભમરા સહિત કુમુદ પુષ્પ હોય તેવા તેના કૃષ્ણે ધવલ નેત્ર શાલવા લાગ્યાં. તેના કાંઠે જાણે મુખરૂપ કમળનું નાળ હોય તેવા સુંદર દેખાવા લાગ્યા, સરળ આંગળીવાળા તેના બંને હાથ જાણે કામદેવના એ ભાથાં હેાય તેવા જણાવા લાગ્યા. શરીરની લાવણ્યરૂપ શિતાના જાણે ચક્રવાક પક્ષી હાય તેવા તેના સ્તન થયા. જાણે સ્તનના ભારનેા શ્રમ લાગવાથી હાય તેમ તેનુ' ઉત્તર કૃશત્વને પામ્યું. કામદેવને ક્રીડા કરવાની જાણે વાર્ષિકા હેાય તેવી તેની ગંભીર નાભી જણાવા લાગી. રત્નાચળની જાણે તટી હાય તેવી મેાટી નિતંબની ભીંત દેખાવા લાગી કદલીના સ્તંભના જેવા ક્રમે કરી વર્તુલાકાર ઉરૂ શાભવા લાગ્યા અને જાણે ઉંચી નાળવાળા એ કમળ હોય તેવા સરલ જ ઘાવાળા ચરણુ જણાવા લાગ્યા. આ પ્રમાણે નવીન યૌવનની લક્ષ્મીથી જેના દરેક અગ વિભૂષિત થયેલા છે એવી એ મૃગાવતી જાણે વિદ્યાધરીએની અધિષ્ઠાત્રી દેવી હેાય તેવી શેાલવા લાગી. જેમ જેમ મૃગાવતીની યૌવનાવસ્થા વધતી ગઈ, તેમ તેમ ભદ્રાદેવીને તેના વરને માટે ચિંતા પણ વધવા લાગી. એકદા ભદ્રાદેવીએ ‘મારી માફ્ક રાજાને પણ આના પતિને માટે ચિંતા થાએ' એમ ધારીને મૃગાવતીને રાજાની પાસે મેાકલી. તેને જોઈ ને કામદેવના આણુથી વિધુર બનેલા રાજા ‘આ પુત્રી છે' એમ જાણે ન જાણતા હોય તેમ હૃદયમાં ચિ'તવવા લાગ્યા− અહા ! ત્રણ જગત્ની એને વિજય કરવામાં પ્રવીણ એવું આ સ્ત્રીનુ સૌ દય ખરેખર કામદેવનું વિજયી મસ છે. ભુમિ અને સ્વ'નું સામ્રાજય મળવુ' સુલભ છે, પશુ આ હૃદયવલુભા ખાળા (સ્ત્રી) મળવી ઘણી દુ`ભ છે. સુર, અસુર અને નરપતિઓના પુણ્યથી પશુ અધિક અને સેંકડા જન્માંતરમાં ઉપાજેલા મારાં પુણ્યેાથીજ મને આ બાળા પ્રાપ્ત થઈ છે. આ પ્રમાણે વિચારીને રિપુપ્રતિશત્રુ રાજાએ મધુર આલાપે ખેલાવીને એ પ્રાણવણભા બાળાને તરત ઉત્સંગમાં બેસાડી. સ્પર્શ, આલિંગન અને ચુંબનથી અનુરાગ બતાવીને પછી તે સુંદરીને વૃદ્ધ કઇંચુકીઓની સાથે રાજાએ અતઃપુરમાં મેકલાવી દીધી. પછી લેાકાપવાદથી ખચવાને માટે એકવાર રાજાએ અધિકારી વગ સાથે પુરજનાને ખેલાવીને મા પ્રમાણે પૂછ્યુ—“ મારી ભૂમિમાં, ગામમાં, ઘરમાં કે કેાઈ બીજા સ્થાનમાં રત્ન ઉત્પન્ન થાય તે કૈાનું ગણાય ? તે તમે કહેા. ’લેાકાએ કહ્યું “ તમારી ભૂમિમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી થવાને તમે ચેાગ્ય છે; ખીજા કાઈ પણુ ચેગ્ય નથી. ” એવી રીતે ત્રણવાર નિણ્ય કરાવીને પછી પાતાની મૃગાવતી કન્યા બતાવી ફરીવાર કહ્યું-“ આ મારૂં. કન્યારત્ન છે, તેને હું તમારી આજ્ઞાથી પરણીશ. ” આવાં રાજાનાં વચન સાંભળી નગરજના લજ્જા પામી પેતપેાતાને ઘેર ગયા. પછી રાજા ગાંધવવિવાહથી પેાતાની પુત્રીને પરણ્યા. રાજા પોતાની જ પુત્રીના પતિ થયા, તેથી પૃથ્વી ઉપર તેનું પ્રજાપતિ એવું નામ પ્રખ્યાત થયું. સ લેાકમાં ઉપહાસ્ય કરવા ચેાગ્ય અને ઘણી લજ્જા પમાડનારૂ' આવું પાતાના પતિનુ' નવીન કુળકલ`ક સાંભળી ભદ્રાદેવી ઘણી લજ્જા પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org