Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લો ] પ્રભુને દીક્ષા મહોત્સવ
' [ ૮૧ “આભૂષણે થતાં નથી. હે ત્રિજગન્નાથ! તમારા ગુણની સ્તુતિ કરતાં મને જે પ્રસન્નતા “થાય છે તેવી પ્રસન્નતા ચારણુભાટો મારી સ્તુતિ કરે છે ત્યારે થતી નથી. તમારી પાસે ભૂતિ ઉપર બેસતાં જેવી મારી ઉન્નતિ થાય છે તેવી ઉન્નતિ સૌધર્મ સબાની અંદર સિંહાસન પર બેવતાં થતી નથી. હે પ્રભુ! તમારા જેવા સ્વામીની પરતંત્રતામાં લાંબો કાળ રહેવાને “જેમ હું ઈચ્છું છું તેવી રીતે રાજ્યની સ્વતંત્રતામાં રહેવાને હું ઈચ્છતે નથી.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ ઈંદ્ર માતાની પાસે આવ્યા, અને પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા હરી લીધી. પછી શકઇદ્ર પ્રભુના સૂતિગૃહપંથી અને બીજા ઇદ્રો મેરૂપર્વતથી વિદાય કરેલા સેવકોની જેમ નંદીશ્વરદ્વીપે થઈને પોતપોતાને સ્થાનકે ગયા.
પ્રભુને જન્મ થયાના ખબર મળતાં પ્રાત:કાળે વિષ્ણુરાજાએ માટે ઉત્સવ કર્યો. તે વખતે જાણે એક છત્રવાળા હોય તેવો પ્રમાદ સર્વત્ર પ્રવર્તાવા લાગ્યું. માતાપિતાએ શ્રેયકારી દિવસે મોટા ઉત્સવ વડે શ્રેયાંસ એવું પ્રભુનું નામ પાડયું. ઇદ્દે આદેશ કરી મોકલેલી પાંચ ધાત્રીઓએ લાલન કરેલા પ્રભુ ઇંદ્ર સંચારેલા અમૃતવાળા પોતાના અંગુષ્ટનું પાન કરતા વૃદ્ધિ પામ્યા. પ્રભુ જે કે ત્રણ જ્ઞાનને ધારણ કરતા હતા તે પણ બાલ્યવયને ગ્ય એવી તેઓ મુગ્ધતા બતાવતા હતા, કારણકે સૂર્ય પ્રચંડ કિરવાળો છે તે છતાં તે પ્રાતઃકાળમાં પિતાની પ્રચંડતા બતાવતા નથી. સુર, અસુર અને મનુષ્યના કુમાર સાથે ક્રીડા કરતા પ્રભુ રથમાંથી ઉતરીને હાથી ઉપર બેસે. તેમ શિશુવયમાંથી ઉતરી યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એંશી ધનુષ્ય ઊંચી થઈ. જે કે પિતાને સંસારપર વૈરાગ્ય વર્તાતે હતો તેપણ પિતાના આગ્રહથી રાજકન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું, અને જન્મથી એકવીશ લાખ વર્ષે ગયા પછી પિતાની પ્રાર્થનાથી પ્રભુએ પૃથ્વીને ભાર પણ ગ્રહણ કર્યો. જેને મહિમા અક્ષીણ છે અને જે અયના ભંડારરૂપ છે એવા પ્રયાસ પ્રભુએ બેંતાલીસ લાખ વર્ષો સુધી ભૂમંડળપર શાસન પ્રવર્તાવ્યું. પછી જ્યારે પ્રભુ સંસારથી વિરકત થઈ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયા ત્યારે શુભ શકુનની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણા કરી. તે દિવસથી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવહે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. વર્ષ પૂર્ણ થયા પછી ઇંદ્રોએ આવી જાણે કર્મરૂપ શત્રુઓના વિજયને માટે હોય તેમ સત્વર પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય અંગરાગનું વિલેપન કરી રત્નના આભૂષણથી સુશોભિત કરી, મંગલિક અને દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી, જાણે મૂર્તિમાન માંગલ્ય હોય તેવા પ્રભુને સેવકની જેમ નમ્ર થયેલા સીધમ ઈંદ્ર હાથને ટેકે આ; અને બીજા ઇદ્રો છત્રચામર ધારણ કરી તેમને વીંટાઈ વળ્યા. પછી રત્નવડે નિર્મળ એવી સુંદર કાંતિવાળી વિમળપ્રભા નામની શિબિકા ઉપર બેસી, સુરનરથી પરવરેલા પ્રભુ સહસ્ત્રાસ્ત્ર - ૧ એવી જાતના પણ કેટલાક દે હેય છે કે જેઓ ઈંદ્રની પ્રશંસા જ ક્યાં કરે છે. B - 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org