Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ] વિશ્વભૂતિનું વૃત્તાંત
[૮૩ કપ કરીને કોપગૃહમાં જઈને બેઠા. રાજાએ આવીને પૂછયું–આમ કેમ કર્યું છે?' ત્યારે તે બેલી-“યુવરાજના કુમાર વિશ્વભૂતિ એકલાજ પુ૫કરંડક ઉધાનમાં ક્રીડા કરે અને તમે છતાં મારે કુમાર રાકની પેઠે બહાર ઊભે રહે એ કેવી વાત?” રાજાએ કહ્યું-“માનિની ! આપણા કુળમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં એક ક્રીડા કરતે હોય ત્યાં બીજાએ પ્રવેશ કરે નહીં. રાજાએ આ પ્રમાણે કહ્યું તે પણ પ્રિયંગુ દેવીએ તે માન્યું નહીં, ત્યારે અન્ય ઉપાયને જાણનારા રાજાએ યુદ્ધપ્રયાણુને ભેરી વગડાવ્યું. તે સાથે ઉદૂષણ કરાવી કે
પુરૂષસિંહ નામનો એક સામંત અમારી આજ્ઞા માનતો નથી, તેથી તેને જીતવા માટે અમે પ્રયાણ કરીએ છીએ.” આ ખબર સાંભળી કુમાર વિશ્વભૂતિ સંજમથી રાજા પાસે આવી કહેવા લાગે-“શું હું છતાં પિતાજી જાતે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે?' આ પ્રમાણે કહી આગ્રહથી રાજાને નિવારી, વિશ્વભૂતિ પિતે મેટું સિન્ય લઈ તે સામંતની રાજ્યભૂમિ તરફ ચાલે. કુમારને આવતાં સાંભળીને તે સામંત સંજમથી સામે આવ્યો અને એક સેવકની જેમ ભક્તિ બતાવી પિતાના મંદિરમાં તેમને લઈ ગયે. પછી અંજળિ જોડી “હે સ્વામિન્ ! શી આજ્ઞા છે?” એમ કહી હતી, અશ્વ વિગેરેની ભેટ ધરી અને વિશ્વભૂતિના મનનું તેણે રંજન કર્યું. કાંઈ પણ વિરોધ જોવામાં આવ્યું નહીં, એટલે વિશ્વતિ જે માર્ગે આવ્યું હતું તે માગે જ પાછો વળે; કારણ કે નિરપરાધી ઉપર કેપ કોણ કરે?
વિશ્વતિના ગયા પછી વિશાખનંદીને રાજાએ પુષ્પકરંડક ઉધાનમાં દાખલ કર્યો. પરદેશમાંથી પાછો આવીને વિવભૂતિ પૂર્વ પ્રમાણે ફરીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યે. ઉધાનમાં પ્રવેશ કરતાં છડીદારે “કુમાર વિશાખનંદી ઉદ્યાનમાં છે” એમ કહી તેને અટકાવ્યો. મર્યાદા અને બળને સમુદ્ર વિશ્વભૂતિ તરત ત્યાં ઊભો રહ્યો. તેણે વિચાર કર્યો કે “અહો! કપટવડે કરીને જ આ વનમાંથી વનના હાથીની જેમ મને બહાર કાઢથો જણાય છે, માટે હવે હું શું કરું?' એમ વિચારી કેપ કરીને મન હસ્તી જેમ દાંતવડે તાડન કરે તેમ મુષ્ટિવડે તેણે એક પુષ્કળ ફળવાળા કેડાના વૃક્ષ ઉપર તાડન કર્યું. તેના આઘાતથી પડેલાં ફળાથી સર્વ નીચેની પૃવી આચ્છાદિત થઈ ગઈ. એ પૃથ્વીને બતાવતા વિશ્વતિએ છડીદારને કહ્યું- જે મારા વડિલ પિતાની ભક્તિને અંતરાય ન હતા તે તમારાં સર્વનાં મસ્તકે હું આ કઠાની જેમ ભૂમિ પર પાડી નાખત, પણ જે ભેગેને માટે આવી રીતે છેતરવાના ઉપાયે કરવા પડે છે એવા સર્પની ફણા જેવા ભયંકર ભેગેથી જ મારે તે હવે સયું. આ પ્રમાણે કહી વિશ્વભૂતિએ તૃણની જેમ સર્વ સમૃદ્ધિ છેડી દીધી, અને સંભૂતિ મુનિના ચરણ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. આ ખબર જ્યારે વિશ્વનંદીના સાંભળવામાં આવ્યા, ત્યારે તે અંતઃપુર તથા પરિવારને લઈ યુવરાજ સહિત પોતે ત્યાં આવ્યા અને સૂરિના ચરણને નમસ્કાર કરી વિશ્વભૂતિની પાસે આવી આનંદ રહિતપણે ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ! હમેશાં તું અમારી આજ્ઞા લઈને જ સર્વ કાર્ય કરતા હતા પણ આજે આ કાર્ય તે સાહસથી કેમ કર્યું? શું અમારા ભાગ્યને ક્ષય થવા લાગે જાણીને તેં એમ કર્યું. હે વત્સ! આ રાજ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org