Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
र श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
eeeeeeeeee
સર્ગ લે કયાંસનાથ ચરિત્ર છે
છે
श्रीश्रेयांसप्रभोः पादा : श्रेयो विश्राणयंतु वः। નિઃ એકસપથારીવયિતનાંરવ: || 8 ||
“મેક્ષમાગને પ્રકાશ કરવામાં જેમના ન દીપકનું આચરણ કરે છે એવા શ્રી શ્રેયાંસ પ્રભુના ચરણ તમોને શ્રેય પ્રત્યે આપે.” હવે ત્રણ જગતને પવિત્ર કરનારું અને કમરૂપી વલ્લીઓને કાપનારૂં શ્રી શ્રેયાંસ પ્રભુનું ચરિત્ર કહીએ છીએ. - પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છ નામના વિજયની અંદર ક્ષેમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં રાજાઓના મુગટોથી જેમના ચરણરૂપી કમળ ઘસાયા કરે છે એ નલિનીગુલમ નામે ગુણેથી નિર્મળ રાજા હતે. જગતમાં એકજ મહાભુજ અને મોટા પરાક્રમવાળા એ રાજાએ પિતાના રાજ્યના અંગે વિકલ ન થાય એમ ધારીને પિતાના મંત્ર (વિચાર) બળથી શત્રુઓની લકમીને આકર્ષણ કરનારા મંત્રીઓ રાખ્યા હતા, બધા દેશને સ્વર્ગના દેશ જે સર્વ અરિષ્ટરહિત કર્યો હતે, વૈતાઢય ગિરિ તથા વિદ્યાધરના નગરની સ્પર્ધા કરે તેવા કિલ્લાઓ બાંધ્યા હતા, કુબેરના પણ સર્વ ભંડારને હંફાવે તેવા ખજાના કર્યા હતા, હાથી, ઘોડાએ, પાયદલ અને રથી પૃથ્વીને ઢાંકી દે તેવું સૈન્ય એકઠું કર્યું હતું, અને શત્રુઓના હદયરૂપ ક્ષેત્રોને ખેડે તેવા મિત્રો કર્યા હતા. વિવેકથી નિર્મળ મનવાળે એ મહાપ્રાજ્ઞ રાજા સારરૂપ ગણાતાં શરીર, યૌવન અને લક્ષ્મીને અસાર માનતે હતે. શુદ્ધ બુદ્ધિવાળો એ રાજા નઠારાં ભેજનથી દિવસની જેમ અને કુશધ્યાથી રાત્રીની જેમ રાજ્યમાં આસક્ત થયા વિના કાળને નિગમન કરતે હતે. છેવટે ધર્મ બુદ્ધિવાળા એ નૃપતિએ તત્ત્વધરૂપ ઓષધિવડે રાજ્યરૂ૫ રોગને છેડી દઈને વજદર મુનિએ આપેલી દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ તપતાં અને પરીષહાને સહન કરતાં એ મમતા રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org