Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૭૧
સર્ગ ૮ મ ]
પ્રભુ પ્રત્યે શદ્રની સ્તુતિ એ રાણીના ચિત્તમાં જાણે કેતરાયેલા હોય તેમ રહેલા હતા.
અહીં પ્રાણુત ક૫માં પક્વોત્તર રાજાના જીવે વીશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં નંદાદેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થશે. તે વખતે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન સુખે સુતેલાં દેવીએ અવલોકન કર્યા. પછી માઘમાસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યો.
એ અવસરે આઠ અલેકવાસી, આઠ ઉદર્વ લેકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારે દિશાઓના પર્વત પર રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મથે રહેનારી-મળી છપ્પન દિકકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી, અને તેઓએ સૂતિકાકર્મ કર્યું, પછી દેવતાઓથી પરવરે શકઇદ્ર તરત ત્યાં આવી પ્રભુને લઈને મેરૂપર્વતના મસ્તકપર ગયે. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિ પાંડુકાબલા નામની શીલા ઉપરના રત્નમય સિંહાસન ઉપર તે બેઠે. પછી અમ્મુતાદિક ઇંદ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રોમાંથી મંગાવેલા જળવડે પ્રભુને અભિષેક કર્યો. ત્યાર પછી શકઈકે ઈશાન ઇદ્રના મેળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકલા સફાટિકમય ચાર વૃષભેના ગંગામાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું, અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું.
“હે પ્રભુ! ઈવાકુ કુળરૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્રરૂપ અને આ જગની મહાનિદ્રાનો નાશ “કરવામાં સૂર્ય સમાન એવા તમે વતે. હે નાથ ! તમને જોવાને, તમારી સ્તુતિ કરવાને અને “તમારું પૂજન કરવાને માટે મારા શરીરમાં અનંત નેત્રો, અનંત જિહાએ અને અનંત
ભુજાઓ થાય એવી હું ઈચ્છા રાખું છું. દશમાં તીર્થંકર પ્રભુ તમારા ચરણકમલમાં મેં આ “પુષ્પ સ્થાપન કર્યા, તેથી હવે મને તેનું ફળ સંપાદન થઈ ચૂક્યું છે. દુઃખના તાપથી
પીડાયેલા લેકને અમંદ આનંદ આપનારા એવા તમે આ મનુષ્યલેકમાં નવીન મેઘની જેમ “અવતરેલા છે. વસંત ઋતુવડે વૃક્ષોની જેમ તમારા દર્શનથી આજે સર્વ પ્રાણીઓ નવીન “શે ભાવાળા થયેલા છે. જે દિવસે તમારા દર્શનથી પવિત્ર છે તેજ મારે ખરા દિવસે છે, “બાકીના જે દિવસે છે તે તે મારે કૃષ્ણપક્ષની રાત્રી જેવા છે. આત્માની સાથે નિત્યપણે પરોવાયેલા પ્રાણીઓનાં કુકર્મો અયસ્કાંત મણિથી લોઢાની જેમ તમારા દર્શનાદિકથી આજે જુદા પડી જાઓ. આ લેકમાં, સ્વર્ગમાં કે બીજે ગમે ત્યાં હું રહું તે પણ તમને જ હૃદયમાં “વહન કરનારે હું તમારું વાહન થાઉં એવી ઈચ્છા રાખું છું.”
આ પ્રમાણે દશમા તીર્થંકરની સ્તુતિ કરીને શક્રઈઢે પ્રભુને લઈ નંદાદેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાતઃકાળે પ્રભુના જન્મથી હર્ષ પામેલા દઢરથ રાજાએ કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને મોટે મહોત્સવ કર્યો, કારણકે તેવા પુરૂષોને જન્મ બધા જગતના મેક્ષને અર્થ થાય છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org