Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૦ ] અહં તને જન્મ
[ પ ૩ જું તેની વૃદ્ધિ કરવામાં જાગ્રત (ઉદ્યમવંત) રહે તેમ એ રાજા અનેક વિવિધ ઉપાથી ધર્મને વધારતું હતું અને નિત્ય ધર્મારાધનમાં જાગૃત રહેતો હતે. “આજે કે કાલે આ સંસારને ત્યાગ કરૂં” એવું ચિંતન કરતે તે રાજા વિદેશી પ્રાહુણાની જેમ સંસારવાસમાં અનાસ્થાથી (ઊંચે મને) રહેતે હતો. એમ કરતાં કરતાં ચગ્ય અવસર મળે એકદા પાષાણના કટકાની જેમ તેણે પોતાના વિસ્તારી રાજ્યને છેડી દઈને પ્રિસ્તા નામના સૂરિની રામીપે દીક્ષા ગ્રહણ કરી. પછી અતિચાર રહિત વતેને આચરતા એવા એ સુબુદ્ધિમાન રાજમુનિએ આગમક્ત સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. વિવિધ અભિગૃહથી અને તીવ્ર તપથી સર્વ આયુષ્યનું નિર્ગમન કરી પ્રાંતે તેઓ પ્રાણુત નામના દશમા દેવલોકના અધિપતિ થયા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે લક્ષ્મીથી સુંદર ભદિલપુર નામે શ્રેષ્ઠ નગર છે. સમુદ્રના વલયવડે જબૂદ્વીપની જગતી શોભે છે તેમ ચોતરફ આવેલી ખાઈના વલયવડે એ નગરને સુવર્ણમય કિલ્લે શોભી રહેલે હતે. સાયંકાળે બજારની પંક્તિઓમાં થતી દીવાએની શું નગરલક્ષ્મીની જાણે સુવર્ણની કંઠી હોય તેવી જણાતી હતી. મોટી સમૃદ્ધિથી ભુજંગ અને વૃદારકર જનેને વિકાસ કરવાના સ્થાન રૂપ એ નગર ભેગાવતી અને અમરાવતીના સારથીજ જાણે વસેલું હોય તેમ જણાતું હતું. તે નગરમાં વસતા ધનાઢય પુરૂષ ઉત્સવમાં જેમ સ્વજનને જમાડે તેમ પિતાની દાનશાળાઓમાં ભેજનાર્થી લોકોને વિવિધ જાતના ભેજને જમાડતા હતા. તે નગરમાં શત્રુઓના મંડલને નમાડનાર દરથ નામે રાજા હતો, તે સમુદ્રની જેમ આખા ભૂમંડળને વ્યાપીને રહેલે હતો. મેટા મહર્ષિઓ પણ તેના ગુણેનું વર્ણન કરતા હતા તે વખતે જાણે પોતાના અવગુણેનું વર્ણન કરતા હોય તેમ તે અધિક અધિક લજજા પામતે હતો. શત્રુઓની પાસેથી બળાત્કારે ગ્રહણ કરેલી લક્ષ્મી યાચકોને આપી દઈ અદત્તાદાન દેષનું જાણે તે પ્રાયશ્ચિત્ત લેતો હોય તેમ જણાતું હતું. તેની આગળ વારંવાર ભૂમિ ઉપર આળોટતા રાજાએ સર્વાગે ભૂમિનું આલિંગન કરીને ચિરકાળ ભૂપતિપણાને પ્રાપ્ત થતા હતા. મેટા વિદ્વાન ગુરૂજનો તેને લેશમાત્ર જ્ઞાનપદેશ કરતા તે પણ તે જ્ઞાનપદેશ, જળમાં પડેલા તેલના બિંદુની જેમ તે રાજાના અંતઃકરણમાં વિસ્તાર પામી જતું હતું. નદીઓમાં ગંગાની જેમ સતીઓમાં અગ્રેસર અને હૃદયને આનંદ આપનારી નંદા નામે એ રાજાને એક પટ્ટરાણી હતી. મંદમંદ ચરણન્યાસથી મને હરપણે ચાલતી તે રાણીની પાસે રાજહંસીએ પણ ગતિ શીખવામાં જાણે તેની શિષ્યા હોય તેવી જણાતી હતી. એ રાણે જ્યારે સુગંધી મુખશ્વાસથી કાંઈપણ બોલતી ત્યારે તેનું તે વચન સુગંધના પ્રસારથી ભ્રમરોને આકર્ષણ કરવાના મંત્રરૂપ થતું હતું. એ રૂપવતી રાણીને તેની પોતાની જ ઉપમા ઘટતી, કારણકે મહત્વપણામાં આકાશને ખંજી ઉપમા ઘટી શકે નહીં. મહારાણી નંદા પોતાના ગુણેથી દઢરથ રાજાના હૃદયમાં જાણે દઢપણાથી પરોવાયેલી હોય તેમ જણાતી હતી, અને મહારાજા દઢરથ
૧ ભુજંગ એટલે નાગદેવ અને નગરપક્ષે વિલાસી પુરૂષ. ૨ વૃંદારક એટલે દેવતા અને નગરપક્ષે મુખ્ય વતની રૂ. ૩ નાગ દેવતાની નગરી. ૪. માનિક દેવતાની નગરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org