Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૪] પ્રભુને પરિવાર
[ પર્વ ૩ જું સર્વ પ્રાણીઓએ મોક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ તે મોક્ષ સંવર કરવાથી થઈ શકે છે. “સર્વ આશ્રને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે, તે સંવર દ્રવ્ય અને ભાવથી બે “પ્રકારે છે. જે કર્મ પુદગળના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર કહેવાય છે, અને જેમાં
સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થય તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયથી જે જે આશ્ર “વને નિરોધ થાય તે તે આશ્રવના નિરોધને માટે વિદ્વાનોએ તે તે ઉપાય એજ ઉચિત છે. “તે ઉપાય આ પ્રમાણે –ક્ષમાથી ક્રોધને, કેમલતાથી માનને, સરલતાથી માયાને અને “નિઃસ્પૃહતાથી લેભને નિરોધ કર. અસંયમવડે ઉન્મત્ત થયેલા વિષ જેવા વિષયોને મહા“મતિ પુરૂષે અખંડ સંયમવડે નિરોધ કરવો. ત્રણ ગુપ્તિઓથી ત્રણ વેગને વશ કરવા.
અપ્રમાદથી પ્રમાદને સાધ્ય કરવો અને સર્વ સાવધ થેગના ત્યાગથી અવિરતિને સાધવી (કબજે કરવી). સંવરને અર્થે ઉદ્યમ કરનારા પુરૂષે સર્શનથી મિથ્યાત્વને અને ચિત્તની “ઉત્તમ સ્થિરતાથી રૌદ્રધ્યાનને વિજય કરે. જેમ મધ્ય ચેકમાં આવેલા ઘણા દ્વારવાળા ઘરના દ્વારા જે ઉઘાડા રહે છે તેમાં જરૂર રજનો પ્રવેશ થાય છે અને પ્રવેશ થયેલ રજ
સ્નેહ (ચીકાશ)ના ચેગથી તન્મયપણે બંધાઈ જાય છે, પણ જે તે ઘરનાં દ્વાર બંધ કરી “દીધાં હોય તો તેમાં રજ પેસતી નથી, તેમ દ્રઢપણે બદ્ધ પણ થતી નથી. વળી જેમ કે સરોવરમાં ચારે બાજુ ગરનાળાં ખુલેલાં હોય છે તે તેમાં સર્વ દ્વારોથી જળ પેસી જાય છે, પણ જે તે દ્વાર રૂંધેલાં હોય તો તેમાં જરા પણ જળ પેસી શકતું નથી; તેમજ કેઈ વહાણનાં મધ્ય ભાગમાં છિદ્ર પડેલાં હોય છે તો તેમાંથી જળ પિસી જાય છે, પણ જે તે “છિદ્રો બંધ કરી દીધાં હોય તો તેમાં જરા પણ જળ પિસી શકતું નથી, તેવી રીતે ગાદિક “આશ્રદ્ધાનું સર્વ પ્રકારે રૂંધન કરવાથી સંવરથી શુભતા એવા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થઈ શકતો નથી. આશ્રદ્વારને નિરોધ સંવરવડે થાય છે, અને એ સંવર ક્ષમા વિગેરે ભેદથી બહુ પ્રકારે કહે છે. ચડતા ચડતા ગુણસ્થાનમાં જેને જેને સંવર થાય તે તે “નામને સંવર કહેવાય છે. પારંગતેમાં મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે “તે મિથ્યાત્વસંવર કહેવાય છે. દેશવિરતિ વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે અવિર“તિસંવર છે. અપ્રમત્તસંયત વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય “છે. ઉપશાંતમૂહ ને ક્ષીણમેહ ગુણઠાણામાં કષાયને સંવર થવાથી તે કષાયસંવર કહેવાય
છે, અને અગી કેવળી નામના ચૌદમાં ગુણઠાણુમાં યોગ સંવર સંપૂર્ણ પણે થાય છે. જેમ “વહાણવટી છિદ્રરહિત વહાણવડે સમુદ્રના અંતને પામે છે, તેમ બુદ્ધિવાળો પુરૂષ ઉપર “પ્રમાણે સંવરયુક્ત થઈને આ સંસારના અંતને પામે છે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું જ પ્રતિબોધ પામ્યા. કેઈએ દીક્ષા લીધી, અને કેઈએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રભુના આનંદ વિગેરે કાશી ગણધર થયા.
૧ અવિરતિ સમગ્ર દષ્ટિમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org