Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મા]
પ્રભુની દેશના
[ ૭૩
ત્યાં દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં; અને રાજાએ જ્યાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક સુવણુ પીઠ રચાવી. પછી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરીષહાને સહન કરતા એવા પ્રભુ છદ્મસ્થપણે ત્રણ માસ પયંત વિહાર કરી સહસ્રામ વનમાં ફ્રીવાર આવ્યા. ત્યાં પીપળાના વ્રુક્ષ નીચે પ્રભુ કચેત્સ` ધ્યાને રહ્યા. જગતના ગુરૂ એવા પ્રભુએ સુભટ જેમ કિલ્લા ઉપર ચડી શત્રુઓને મારે તેમ શુકલ ધ્યાનના ખીજા પાયા ઉપર ચડી ઘાતિકમ ના નાશ કર્યાં. તત્કાળ પામાસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, સુર અસુરાએ આવીને ચાર ચાર દ્વારવાળા રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણુ ગઢવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રભુએ પૂદ્વારથી પ્રવેશ કરી તેની મધ્યમાં રહેલા એક હજાર ને એંશી ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; અને ‘તીર્થાય નમ:' એમ ઉચ્ચાર કરી રત્નસિ ંહાસન પર પૂ`મુખે બિરાજમાન થયા. દેવતાઓએ તેમના જેવાજ ત્રણ પ્રતિષિ વિધ્રુવી ખીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યાં. પછી મયૂરે જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે, તેમ મનુષ્ય, દેવતા વિગેરે સવ પ્રભુની દેશના શ્રવણુ કરવાની ઉત્કંઠા રાખીને ચેગ્ય સ્થાને બેઠા. તે અવસરે સૌધ કલ્પના ઈંદ્ર મસ્તકવડે પૃથ્વીતળને સ્પર્શ કરી શીતલનાથ સ્વામીને પ્રણામ કરી અજિલ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“હું ત્રણ ભુવનેાના પતિ! જે પુરૂષા તમારા ચરણુકમલના નખની કાંતિના જાલરૂપી “ જળના પ્રવાહમાં સ્નાન કરી કરીને પેાતાના આત્માને પવિત્ર કરે છે તેઓને ધન્ય છે. “ સૂર્યાંથી જેમ આકાશ, હુંસથી જેમ સરાવર અને રાજાથી જેમ નગર તેમ તમારાથી આ “ ભરતક્ષેત્ર શાલે છે. સૂર્યના અસ્ત અને ચંદ્રના ઉદયના અંતરમાં અંધકારથી પ્રકાશ
66
પરાભવ પામે છે તેમ નવમા દશમા એ પ્રભુના અંતરમાં મિથ્યાત્વથી ધમ પરાભવ પામ્યા “ છે. વિવેકરૂપી લેાચન વગરનુ આ જગત અધ થઈ જાણે દિગ્મૂઢ થયુ હાય તેમ સર્વ પ્રકારે કુમાગેર્યાંમાં પ્રવર્તે છે. સવ લેકે ભ્રાંતિ પામીને અધમ ને ધબુદ્ધિથી અને અદેવને દેવબુદ્ધિ
26
66
થી અને અગુરૂને ગુરૂમુદ્ધિથી ગ્રહણ કરે છે. એવી રીતે આ જગત્ નરકરૂપ ખાડામાં પડ“ વાને જેવામાં તૈયાર થયેલું હતું, તેવામાંજ તેના પુÀાદયથી સ્વાભાવિક દયાના સમુદ્ર એવા “ તમે અવતરેલા છે. હે પ્રભુ ! જયાં સુધી તમારા વચનરૂપી અમૃત આ લેાકમા પ્રસયુ" નથી “ ત્યાં સુધીજ આ લેાકમાં મિથ્યાત્વરૂપી સર્પ ચિરકાળ સમથ થઈ પ્રવર્તે છે; પણ ઘાતીકર્માંના
66
ક્ષયથી જેમ તમાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે તેમ તમારા ઉપદેશથી આ જગતને મિથ્યા“ વના નાશ થઈને સમક્તિની પ્રાપ્તિ થશે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર વિરામ પામ્યા, એટલે શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી આ પ્રમાણે દેશના આપવા માંડી.
“ આ સંસારમાં સ` પદાર્થાદિ વિવિધ જાતિનાં દુ:ખનાં કારણ અને ક્ષણિક છે, તેથી
B - 10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org