Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મ ].
પ્રભુની દેશના જે વિન્ન, નિન્દવ, પિશૂનતા, આશાતના, ઘાત અને મત્સર કરે તે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ બાંધવાના હેતુભૂત આશ્રવ છે. દેવપૂજા, ગુરૂસેવા, પાત્રદાન, દયા, ક્ષમા,
સરાગ સંયમ, દેશ વિરતિ, અકામ નિરા, શૌચ અને બોલતપ એ સઢેઘ(શાતા વેદની) “કર્મ બંધાવનારા આવે છે. પોતાને, પરને અથવા બંનેને દુખ, શેક, વધ, તાપ, આકંદ અને વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરવો, કરાવે તે અશાતા વેદની કર્મ બાંધવાનાં કારણે છે.
વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓના અવર્ણવાદ બલવા, “તીવ્ર મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ અને સિદ્ધદેવને નિખ્તવ કરે, ધાર્મિક માણસને “દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાને ઉપદેશ કરે, અનર્થ કરવાનો આગ્રહ રાખવો, અસં. “યમીની પૂજા કરવી, અવિચારિત કાર્ય કરવું અને ગુરૂ વિગેરેની અવજ્ઞા કરવી ઈત્યાદિક
દર્શન મેહની કર્મ બાંધવાના આશ્રવ છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા “તે ચારિત્રહની બાંધવાના આશ્રવ છે. મશ્કરી કરવાની ટેવ, સકામ ઉપહાસ, વિશેષ “હસવાને સ્વભાવ, બહુબાલાપણું અને દૈન્યપણું બતાવનારી ઉક્તિ એ હાસ્યમેહનીના
આશ્રવ છે. અનેક દેશો વિગેરે જેવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું અને “બીજાના ચિત્તને આકર્ષવું–વશ કરવું એ રતી મેહનીના આશ્રવ છે. અસૂયા, પાપ કરવાની પ્રકૃતિ, બીજાના આનંદનો નાશ કરે અને કેઈનું અકુશલ થતું જોઈ ઉપહાસ
કર-એ અરતિ મેહનીને આશ્રવ છે. પિતામાં ભયના પરિણામ, બીજાને ભય પમાડે, “ત્રાસ ઉપજાવવો અને નિયપણું ધરાવવું-એ ભયમેહનીના આશ્રવ છે. તે શેક “ઉત્પન્ન કરી શોચ કરે, બીજાને કરાવો અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી–એ
૨ જ્ઞાન ભણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરુને એળવવા, જ્ઞાન, આપનાર ગુરુની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને વાત કરે અને જ્ઞાનવાન પ્રત્યે મત્સરભાવ -ઈષ્યાં–અદેખાઈ ધરાવવી તે સર્વે જ્ઞાનાવરણી કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે ચાર પ્રકારના દર્શનની વિપરીત પ્રરુપણ કરવી અથવા દર્શન પ્રાપ્ત કર્યું છે જેમણે તેમના પ્રત્યે તથા દર્શનેત્પત્તિનાં કારણો પ્રત્યે પૂર્વોક્ત વિદ્યાદિ કરવા તે દર્શનાવરણ કર્મ બાંધવાનાં કારણે સમજવાં,
૩ દશમ ગુણુઠાણું પર્યત સરાગસંયમ જાણવું. ૪ શૌચ–તે ભાવ શૌચ. વ્રતાદિમાં અતિચાર ન લગાડવા અને આત્માને પવિત્ર–કમલેપ રહિત રાખવો તે. ૫ અજ્ઞાન દશાએ કરેલ તપ તે બાબત પ. કે સર્વજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવો, તેમના ગુણાદિકને એળવવા,
તે તેમને નિહવ કર્યો સમજવો. ૭ કામ ઉત્પન્ન કરે એવી સ્ત્રિમાદિકની હાંસી કરવી તે. ૮ ગુણમાં દેશનું આરોપણ કરવું તે અસૂયા. ૯ કઈ પણ પ્રકારના કર્મના આવ્યો એટલે તે પ્રકારનું કર્મ બાધવાનાં કારણો એમ સમજવું. B - 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org