Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૬૪] પ્રભુની દેશના
[ પર્વ ૩ જુ સ્થાનકે આવીને બેઠી એટલે શક્ર ઈ પ્રભુને પ્રણામ કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો..
“હે પ્રભુ! તમે જે વીતરાગ છે તે તમારા હાથપગમાં રાગ કેમ છે? તમે જે કુટિલતાને છોડી દીધી છે તે તમારા કેશ કુટિલ કેમ છે? તમે પ્રજાના ગોપ છે તે તમારા “હાથમાં દંડ કેમ નથી? જો તમે નિઃસંગ છે તે કિયના નાથ કેમ કહેવાઓ છો? જે “તમે મમતા રહિત છે તે સર્વ ઉપર શા માટે દયાળુ છે ? તમે જે અલંકાર માત્રને ત્યાગ
કર્યો છે તે તમને ત્રણ રત્ન (આજ્ઞા, દર્શન, ચરિત્ર) કેમ પ્રિય છે? જે તમે સર્વને “અનુકૂળ છે તે મિથ્યાદષ્ટિ ઉપર શા માટે દ્વેષ કરે છે? જો તમે સ્વભાવે સરલ છે તે
પૂર્વે છઘસ્થપણે કેમ રહ્યા હતા? જે દયાળુ છે તે કામદેવને કેમ નિગ્રહ કર્યો? જે તમે “નિર્ભય છે તે સંસારથી કેમ ભય પામો છો? જો તમે ઉપેક્ષા કરવામાં તત્પર છે તે “વિશ્વના ઉપકારક કેમ છે! જે અદીપ્ત છે તે ભામંડળથી દીપ્ત કેમ છે? જો તમે શાંત
સ્વભાવી છે તે ચિરકાળ કેમ તપે છે ? જે રેષ રહિત છે તે કર્મ ઉપર કેમ રોષ રાખે છે? આ પ્રમાણે જેનું સ્વરૂપ જાણી શકાતું નથી, જે મોટાથી પણ મેટા છે અને જેને “અનંત ચતુષ્ટય સિદ્ધ થયેલા છે એવા તમે ભગવંતને હું નમસ્કાર કરૂં છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર વિરામ પામ્યા પછી ભગવાન સુવિધિસ્વામીએ નીચે પ્રમાણે દેશના આપી.
“આ સંસાર અનંત દુઃખના સમૂહને ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્ષ છે “તેમ સંસારનું ઉત્પત્તિ સ્થાન આશ્રવ છે. જંતુઓને મન, વચન અને કાયાની જે ક્રિયા “તે યોગ કહેવાય છે. તે ચોગ પ્રાણીને શુભાશુભ કર્મને આશ્રવે છે, તેથી તે આશ્રવ કહેવાય “ છે. મૈત્રી વિગેરે ભાવનાથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે, અને કષાય તથા
વિષયોથી આક્રાંત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શ્રુતજ્ઞાનને આશ્રિત એવું “સત્ય વચન શુભ કર્મનું ઉપાર્જન કરાવે છે, અને તેથી વિપરીત હોય તે અશુભ કર્મના “ઉપાર્જનનું હેતુભૂત થાય છે. ભલી રીતે ગોપવેલું એટલે અસત્ કાર્યમાંથી પાછું વાળી સત્કા
યમાં પ્રવર્તાવેલું શરીર શુભ કર્મ બંધાવે છે, અને હમેશાં આરંભી તથા જીવઘાતક “ શરીરવડે અશુભ કર્મ બંધાય છે. કષાય, વિષય, યોગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને
આ તથા રૌદ્ર ધ્યાન એ અશુભ આશ્રવના હેતુ છે. જે કર્મ પુદ્ગલને ગ્રહણ કરવામાં “હેતુભૂત છે તે આશ્રવ કહેવાય છે. તે કર્મો જ્ઞાનાવરણાદિક ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનદર્શનના સંબંધમાં, જ્ઞાનદર્શનવાળાઓ પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓમાં
૧ રંગ-રક્તતા. ૨ ક. ૩ પાલનકર્તા–ગોવાળ. ૪ મિયાત્વ. મિયાદષ્ટિ જીવો નહીં. ૫ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org