Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૬૨]
પ્રભુની સ્તુતિ માનસરોવરમાં રહેતી હતી. તેના અનુપમ રૂપથી પરાજય પામેલી રતિ રતિને પામતી નહીં અને પ્રીતિ પ્રીતિને પામતી નહીં. પરસ્પરને અનુરૂપ એવા એ રાજા સુગ્રીવ અને રાણી રામાનો વખત રહિણી અને ચંદ્રની જેમ અનેક પ્રકારની ક્રીડા કરતાં નિર્ગમન થતો હતે.
અહીં વૈજયંત વિમાનમાં રહેલ મહાપ રાજાને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ફાલ્ગણ માસની કૃષ્ણ નવમીને દિવસે ચંદ્ર મૂલ નક્ષત્રમાં આવતા ત્યાંથી વીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે દેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. હિમાચળમાંથી નીકળતી ગંગાનદી પોતાની અંદર ક્રીડા કરતા ગજેંદ્રના બાળકને જેમ ધારણ કરે તેમ રામાદેવીએ જગતૂના આધારભૂત પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા. પછી પૂર્ણ સમય થતાં માગશર માસની કૃષ્ણ પંચમીએ ભૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન્હયુક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને દેવીએ જન્મ આપે. તે વખતે ભેગંકરાદિ છપન દિકુમારીઓએ આવી પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી સૌધર્મ ક૯પને આધિપતિ અભિયોગ્ય દેવતાની જેમ આવી પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂ પર્વતના શિખર ઉપર લઈગયે, અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલાપર રહેલા સિંહાસનને વિષે પ્રભુને ખેળામાં રાખીને બેઠે. ત્યાં અચુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઇંદ્રોએ તીર્થનાં જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પહેરેગીર જેમ પિતાનો પહેરે પૂર્ણ થયા પછી પોતાની રક્ષણેય વસ્તુ બીજા પહેરેગીરને સેપે, તેમ સૌધર્મેન્દ્ર ઈશાનપતિને પ્રભુ સેપ્યા, અને ઈશાન પતિના ઉસંગમાં રહેલા પ્રભુને વૃષભના શૃંગમાંથી નીકળેલા સુગંધી જળવડે તેણે સ્નાન કરાવ્યું; પછી નવીન અંગરાગોથી ચર્ચા કરીને તથા આભૂષણાદિકથી અચને અને આરતી ઉતારીને શક્ર ઇદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
ધર્મરૂપી હવેલીના દઢ સ્તંભરૂપ, સમ્યગૂ જ્ઞાનરૂપી અમૃતના દ્રહરૂપ અને જગતને આનંદ આપવામાં મેઘરૂપ એવા હે ત્રિભુવનપતિ! તમે જય પામે. હે જગદીશ! તમારા “એક જુદાજ પ્રકારના અતિશયને અમે શું કહીએ કે જે તમારા માહામ્યગુણથી ખરીદ “થયેલા આ ત્રણલેક તમારા દાસપણાને પામેલા છે. જેવી રીતે તમારા દાસપણાથી હું “પ્રકાશું છું–શેણું છું, તેવી રીતે મારા સ્વર્ગ રાજ્યથી પણ હું શેભતે નથી. કારણકે “ ચરણના કડાંમાં જડેલું રત્ન જેવું શોભે છે તેવું પર્વત ઉપર પડેલું શેભતું “નથી. મોક્ષે જવાની ઈચ્છાવાળા તમે વૈજયંત વિમાન માક્ષસ્થાનની નજીક છતાં મોક્ષને “માટે ભ્રાંતિમાં ભટક્તા એવા લેકેને માર્ગ બતાવવાને માટે અહીં આવેલા છે. આ ભરત “ક્ષેત્રરૂપ ગૃહના તમે ઘણા લાંબા કાળના એક દેવતા છે, તેથી તમારા આવવાથી એ ગૃહમાં
રહીને ધર્મ, ગૃહસ્થની જેમ આજે નિઃશંકપણે આનંદ પામે. હે વિશ્વનાથ ! આ સર્વ “દેવતાઓને સમૂહ, તમારા અતિશાયી રૂપની અંદર અવતારપણાને પામી જાય છે, અર્થાત “તે સર્વનું રૂપ આપના રૂપમાં સમાઈ જાય છે. ચંદ્રની સ્ના જેવી તમારી કાંતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org