Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] પ્રભુનું નિર્વાણ
[૫૩ આવી પડે તે પણ મુંઝાય છે. અનાત્મીયપણાથી ગ્રહણ કરેલ પુત્ર પણ જુદે છે, અને “આત્મીયપણાથી ગ્રહણ કરેલે ચાકર પણ પુત્રથી અધિક થઈ પડે છે. પ્રાણી જેટલા જેટલા “સંબંધે પિતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શેકના ખીલાઓ તેના હૃદયમાં “ખેડાય છે, તેથી આ જગમાં સર્વ પદાર્થ આત્માથી જ જુદાજ છે, તે પ્રમાણે જાણીને
અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેને એ માણસ કઈ પણ વસ્તુને નાશ થવાથી તત્વમાર્ગમાં “મેહ પામતા નથી, તુંબિકા ઉપર કરેલે મૃત્તિકાને લેપ ધાવતે જાય છે, તે પ્રમાણે “મમતારૂપ મૃત્તિકાના લેપને નિવારી દીક્ષા ગ્રહણ કરતે પુરૂષ તુંબિકાની જેમ થેડા કાળમાં શુદ્ધાત્મા થઈને આ સંસારને તરી જાય છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. વિદર્ભ વિગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીને આધારે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશના પૂર્ણ થયા પછી તેમના ચરણપીઠ ઉપર બેસીને વિદર્ભ ગણુધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધર પણ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વ દેવતા તથા મનુષ્ય વિગેરે પ્રભુને નમસ્કાર કરી પિતપતાને સ્થાને ગયા.
તે પ્રભુના તીર્થમાં થયેલે શ્યામ શરીરવાળે, હસ્તીના વાહન ઉપર બેસનારે બે જમણી ભુજામાં બીવ અને પાશને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અંકુશને ધરનારો માતંગ નામે યક્ષ સુપાર્શ્વ પ્રભુની પાસે રહેનાર શાસનદેવતા થયે. તેમજ સુવર્ણ સરખી કાંતિવાળી, હસ્તીના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી, તથા બે વામ ભુજામાં ત્રિશૂલ અને અભયને રાખનારી શાંતા નામે યક્ષ સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. પછી સૂર્ય જેમ કમળને વિકસ્વર કરે તેમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ (વિકસ્વર) કરતા પ્રભુએ ત્યાંથી અન્ય ગ્રામ નગરાદિ તરફ વિહાર કર્યો. પૃથ્વીમાં વિહાર કરતાં ત્રણ લાખ સાધુએ, ચાર લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજાર ને દેઢ મન:પર્યવજ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણ વૈક્રિયલબ્ધિવાળા, આઠ હજાર ને ચાર વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકે અને ચાર લાખ ને ત્રણ હજાર શ્રાવિકાએ-આ પ્રમાણે સુપાર્શ્વનાથ પ્રભુને પરિવાર થયે.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવ માસ અને વીશ પૂર્વાગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં અસુરસુરોએ સેવેલા પ્રભુએ પાંચ મુનિઓની સાથે એક માસનું અનશન કર્યું માસને અંતે ફાળુન માસની કૃષ્ણ સપ્તમીને દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં સુપાર્શ્વનાથ પ્રભુ તે મુનિએની સાથે મોક્ષપદને પામ્યા. કુમારવયમાં પાંચ લાખ પૂર્વ, પૃથ્વીને પાળવામાં વીશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ–એ પ્રમાણે એકંદર સુપાર્શ્વનાથ પ્રભુએ વિશ લાખ પૂર્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org