Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પ૨]
પ્રભુ પ્રત્યે સૌધર્મેદ્રની સ્તુતિ-પ્રભુની દેશના [ પર્વ ૩ જુ સર્વ ભુવનકેશ રૂપ કમલમાં સૂર્ય સમાન અને પ્રથમ અહંત એવા શ્રી ભગવંત! “તમને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ! હવે વિશ્વનું દુઃખ ગયું છે અને હર્ષ ઉત્પન્ન થયે
છે, કારણ કે તીર્થ પરાવર્તનથી આ વિશ્વ જાણે પરાવૃત્ત થયું હોય તેમજ જણાય છે. તે “ધર્મચક્રી ! પ્રકાશવાન એવા તમારા વચનરૂપ રત્નદંડથી આજ નિર્વાણુરૂપ વૈતાઢયગિરિનું
દ્વાર ઉઘડશે. હે નાથ! ઉન્નત એવા મેઘની જેમ તમારું દર્શન સર્વ જીવલેકના સંતાપને “છેદવાથી હર્ષને માટે થાય છે. અનંત જ્ઞાનવાળા હે ભગવાન! તમારી દેશનાના વચને, દરિદ્રી “ઘણે કાળે દ્રવ્ય પામે તેમ, અમે ચિરકાળે પ્રાપ્ત કરશું. પ્રથમ તમારા દર્શનથી કૃતાર્થ થયેલા “અમે હવે અત્યુક્તિવાળા અને મુક્તિના દ્વારને પ્રકાશ કરનારા તમારા દેશના વચનથી આજે “વિશેષ કૃતાર્થ થઈશું. અનંત દશન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત આનંદમય “સ્વરૂપવાળા તેમજ સર્વ અતિશયોના પાત્રરૂપ એવા તમને–વેગીસ્વરૂપને હું નમસ્કાર કરૂં છું. “હે જગત્પતિ! આ ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તે શું માત્ર છે. કેમકે તમારી સેવાથી “તે તમારી જેવાજ થવાય છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને સુરપતિ વિરામ પામ્યા, એટલે સર્વજ્ઞ ભગવાને ધર્મદેશના આપવાને આરંભ કર્યો.
“આ લોકમાં સ્ત્રી, પુત્ર, પરિવાર દ્રવ્ય અને દેહાદિક સર્વ પિતાના આત્માથી જુદું છે, તથાપિ તેઓને અર્થે અનેક પ્રકારના પાપકર્મ કરીને મૂર્ખ માણસ પિતાના આત્માને ભવસમુદ્રમાં ડુબાડે છે. જ્યાં પ્રાણીને પિતાના આત્માથી વિસદશ હેવાને લીધે પિતાના શરીરની સાથે પણ જુદાપણું છે, તે પછી ધન, બંધુ વિગેરે સહાયકોનું જુદાપણું કહેવું તેમાં “કાંઈ વિશેષ નથી. જે પોતાના આત્માને દેહ, ધન અને બંધુથી જુદે જુએ છે, તે પુરૂષને શેકરૂપ શંકુવડે પીડા કેમ થાય? અહીંઆ જે જુદાપણાને ભેદ છે તે પરસ્પરના લક્ષણના “વિલક્ષણપણાથી જ જાણવા યોગ્ય છે અને તે પિતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની “ સાથે સરખાવતાં સાક્ષાતપણે જણાય છે. જે દેહાદિક પદાર્થો છે તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે, “અને આત્મા તો ફક્ત અનુભવથીજ ગોચર થાય છે, તો તેઓને અનન્યપણું (એક) કેમ સંભવે ? કદી શંકા થાય કે આત્મા અને દેવાદિ પદાર્થોને જે જુદાપણું હોય તે દેહને પ્રહા. રાદિ થાય ત્યારે આત્માને પીડા કેમ થાય છે? તેના સમાધાનમાં કહેવાનું કે તારું કહેવું સાચું છે, પણ જેમને આત્મા અને શરીરમાં ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેઓનેજ દેહ ઉપર પ્રહા. “રાદિ થતાં પીડા ઉત્પન્ન થાય છે, જેઓએ દેહ અને આત્માને ભેદ સારી રીતે અનુભવીને પ્રતિ“પાદન કરે છે તેવા પુરૂષોને આત્મા દેહને મહારાદિ થતાં પીડા પામતું નથી. ભેદને “જાણનારે જ્ઞાની પુરૂષ પિતા સંબંધી દુઃખ આવી પડે તોપણ પીડા પામતો નથી અને પરમાં “પિતાપણું માની બેસનાર–ભેદ જ્ઞાનને નહીં જાણનાર અજ્ઞપુરૂષ એક ચાકર સંબંધી દુઃખ
૧ પિતપોતાના શાસનની અપેક્ષાએ પ્રથમ અત–પ્રથમ પૂજનિક સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org