Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૬ ડ્રો] પ્રભુએ લીધેલી દીક્ષા
[૫૭ લાગ્યા. જેમ વટેમાર્ગ અતિ રસિક વાત કરવાવડે માર્ગનું ઉલ્લંઘન કરે તેમ ચંદ્રપ્રભ પ્રભુએ વિવિધ ક્રીડાઓથી શિશુવય ઉ૯લંઘન કર્યું.
દેઢસો ધનુષ ઉન્નત શરીરવાળા પ્રભુ બાલ્યવયરૂપ સરિતાને પાર પામીને સ્ત્રીવર્ગને વશ કરવામાં કારણરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના ભોગફળ કમને જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને માટે પ્રભુએ પિતાને એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા પ્રભુએ જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી માતાપિતાની પ્રાર્થનાથી, અધ્યયન કરનાર જેમ અનધ્યાય પાળે તેમ વીશ પૂર્વા ગે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વ સુધી પૃથ્વીનું પાલન કર્યું. પછી જે કે પ્રભુ જાણતા હતા તો પણ નીમી રાખેલા જ્યોતિ વીઓની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને દીક્ષાને સમય જણાવ્યું. કોઈ ધનાઢય દીક્ષા લેવાને ઇચ્છતા હોય અને દાન આપે તેમ દીક્ષા લેવાને ઈછતા એવા પ્રભુએ ત્યારથી સાંવત્સરિક દાન દેવાનો આરંભ કર્યો. વર્ષને અંતે જેમનાં આસન ચળિત થયાં છે એવા ઈંદ્રોએ આવીને સેવકની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી શેભાથી મનોહર એવી મનોરમા નામની શિબિકા ઉપર નર, સુર, અસુર તથા તેમના ઇંદ્રોના પરિવાર સાથે પ્રભુ આરૂઢ થયા. લોકેએ સ્તુતિ કરેલા, ગાયેલા અને હર્ષથી જોયેલા એવા ભગવાન સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. શિબિકા ઉપરથી ઉતરીને ત્રણ રત્નને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા છતાં પણ પ્રભુએ રત્નાલંકારાદિ ત્યજી દીધાં, અને પિષ માસની કૃષ્ણ ત્રાદશીને દિવસે અનુરાધા નક્ષત્રમાં પાછલે પહોરે છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તરતજ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનદ્રવ્યને પ્રકાશ કરનારૂં મન:પર્યવ નામે એથું જ્ઞાન ઉત્પન્ન થયું.
પછી બીજે દિવસે પદ્મખંડ નગરમાં સેમદત્ત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ પ્રભુના ચરણથી અંકિત પૃથ્વી ઉપર રત્નપીઠ કરાવ્યું. સૂર્યના તેજને પરાભવ કરનારા, મેટા હિમથી પણ પરાભવને નહીં પામતા, ઝાકળ કરી દુદિનને કરનારા, પવનવડે નહિ કંપતા, સરોવરના જળને હિમાનવ કરી દેતા, હેમંત ઋતુ સંબંધી અદ્ધ રાત્રીના પવનથી પણ પ્રતિમાને અખંડિત રાખનારા, માને કરી વર્જિત, વ્યાધ્ર સિંહાદિક દુષ્ટ હિંસક પ્રાણીઓથી ભયંકર એવા અરણ્યમાં અને ઘણા શ્રાવકોવાળા નગરમાં સરખી ગતિ અને સ્થિતિ રાખનારા, એકાકી, મમતાએ રહિત, મૌનધારી, નિર્ગથ અને ધ્યાનમાં તત્પર એવા પ્રભુએ છવસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં પ્રભુ ફરીવાર સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પુનાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુનાં શિશિરઋતુ વ્યતિક્રમ્યા પછી
૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયી. B - 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org