Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૫૮] પ્રભુ પ્રત્યે ઈંદ્રની સ્તુતિ
[પ ૩ જુ જેમ હિમ વિનાશ પામે તેમ ઘાતકર્મ વિનાશ પામી ગયાં. ફાગુન માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં છઠ્ઠતપ જેમણે કર્યો છે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ સુર અસુરના ઇદ્રોએ જન પ્રમાણ ક્ષેત્રમાં પ્રભુને દેશના આપવાને માટે સમવસરણું રહ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમળને ચરણન્યાસથી પવિત્ર કરતા એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પરંપરાની અહંતની સ્થિતિને પાળતા એવા પ્રભુ, અઢારસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને “તીર્ધાયનમ:” એવી વાણને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચાર પ્રકારનો સંઘ ગ્ય દ્વારથી પ્રવેશ કરીને યથોચિત સ્થાને બેઠે. પછી ઇદ્ર પાંચ અંગે પૃથ્વીને સ્પર્શ કરી ભગ. વંતને પ્રણામ કરી ભક્તિના વેગથી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
- “હે પ્રભુ! સુર, અસુર અને નરોએ મસ્તક ઉપર ધારણ કરેલું ત્રણ લેકના ચક્રવતી “એવા તમારૂં શાસન આ જગતમાં વિજય પામે છે. હે ભગવન્! પ્રથમ ત્રણ જ્ઞાનને ધારણ
કરનારા, પછી મન:પર્યવ જ્ઞાનને ધરારા અને અધુના કેવળજ્ઞાનવાળા એવા તમે અમને “દિનપરદિન અધિકાધિક જેવામાં આવ્યા છે. હે નાથ! માર્ગના વૃક્ષની છાયાની જેમ વિશ્વને “ઉપકાર કરનારૂં તમારૂં ઉજજવળ કેવળજ્ઞાન જય પામે. હે ભગવાન! જ્યાં સુધી સૂર્યોદય “થ નથી ત્યાં સુધી જ અંધકાર રહે છે, જ્યાં સુધી કેશરીસિંહ આવતું નથી ત્યાં સુધી જ “ગજે દ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી ક૯૫વૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધીજ દારિદ્ર રહે છે, “જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ થતું નથી ત્યાં સુધી જ જળની તંગાશ રહે છે, અને જ્યાં સુધી “પૂર્ણ ચંદ્ર ઉગતું નથી ત્યાં સુધી જ દિવસને તાપ રહે છે, તેમ જ્યાં સુધી તમે જોવામાં
આવેલા નથી ત્યાં સુધી જ આ જગતમાં કુબોધ રહેલ છે. જે પ્રાણીઓ નિત્ય તમને જુએ “છે અને સેવે છે તેઓની હું હર્ષથી સર્વકાળ અનુમોદના કરું છું. હે પ્રભુ! હાલમાં તમારા “પ્રસાદથી તમારા દર્શનનું ફળ ઉત્તમ સમ્યકત્વ મને યાજજીવિત નિશ્ચળ૫ણે રહેવારૂપ થાઓ.”
એવી રીતે સ્તુતિ કરીને ઇંદ્ર મૌન રહ્યા પછી જગદ્ગુરૂએ મેઘના જેવી ગંભીર વાણથી આ પ્રમાણે દેશના દેવાને આરંભ કર્યો.
અનંત કલેશરૂપી તરંગેએ યુક્ત આ ભવસાગર ક્ષણે ક્ષણે સર્વ પ્રાણીઓને ઊંચે, “નીચે અને તિઔપણે ફેંકયા કરે છે. જેમ અશુચિ સ્થાનમાં ક્રીડાઓ પ્રીતિ કરે છે તેમ “પ્રાણીઓ આ ક્ષણિક શરીર ઉપર પ્રીતિ કરે છે, અને તે શરીર તેમનેજ એક બંધનરૂપ “થઈ પડે છે. રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજજા, વીર્ય, આંતરડા અને વિષ્ટા વિગેરે “અશુચિના સ્થાનરૂપ આ દેહમાં શુચિપણું કેમ સંભવે? નવ દ્વારોમાંથી ઝરતા દુર્ગધી રસના નીઝરણુથી રગદોળાયેલા આ દેહમાં જે પવિત્રતાને સંકલપ કરે, તેજ માત્ર માટે મોહને વિલાસ છે. વીર્ય અને રૂષિરથી ઉત્પન્ન થયેલે, મલિન રસથી વધેલ અને ગર્ભમાં જરાયુ (એર)થી ઢંકાયેલે આ દેહ પવિત્ર કેમ થાય? માતાએ ખાધેલા અન્નપાનથી ઉત્પન્ન થયેલા અને રસનાડીમાં થઈને આવેલા રસનું પાન કરી વૃદ્ધિ પામેલ કર્યો પુરૂષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org