Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૨૮)
પુત્રરહિત લેવાથી સુદર્શનાને થયેલ ખેદ. ૫૩ . લાયક અને નિંદવા લાયક છે. જે સ્ત્રીઓને પુત્રના જન્મ, નામ, ચેલ અને વિવાહાદિ સંસ્કારના મહત્યની પ્રાપ્તિ થતી નથી તે સ્ત્રીઓને બીજા ઉત્સવો શા કામના છે?
આ પ્રમાણે વિચારતી સુદર્શના દેવી હિમથી પીડાયેલી પદ્મિનીની પેઠે કરમાઈ ગયેલ મુખવાળી થઈ ખેદ સહિત પોતાના ભુવનમાં પાછી આવી. પિતાની પ્રિય સખીઓને વિદાય કરી જાણે વ્યાધિવાળી હોય તેમ નિઃશ્વાસ મૂકતી શયા ઉપર પડી. ત્યાં તે કાંઈપણ બોલતી નહોતી, ખાતી નહોતી અને કાંઈ શંગાર પણ કરતી નહોતી. કેવળ રત્નની પુતળીની જેમ શન્ય મનથી પડી રહેલી હતી. પરિવારને મુખથી તેની તેવી સ્થિતિ જાણીને મહારાજા વિજયસેન ત્યાં આવી પ્રેમયુકત કેમળ ગિરાવટે કહેવા લાગ્યા...હે દેવી ! હું પોતે તારે આધીન છતાં તારે કયે મને રથ અપૂર્ણ છે કે જેથી મરુસ્થળમાં પડેલી હંસલીની જેમ તું તરફડે છે? શું તને કાંઈ અંતરની પીડા છે? અથવા કેઈ નવીન વ્યાધિ થયેલ છે? વા કેઈએ તારી આજ્ઞા ઉલ્લંઘન કરી છે કે તે કાંઈ દુઃસ્વપ્ન જોયેલું છે? તે કઈ બાહ્ય કે અત્યંતર અપશુકન થયેલ છે? જે કાંઈપણ તને ખેદ થવાનું કારણ હોય તે કહી દે. મારી પાસે તારે કાંઈપણ છાનું રાખવું ન જોઈએ. સુદર્શના નિઃશ્વાસ મૂકી ગદ્ગદ્ સ્વરે બેલી-હપ્રિયનાથ! તમારા પ્રસાદથી તમારી જેમ મારી આજ્ઞાને કેઈએ પણ ખંડિત કરી નથી, તેમ આધિ વ્યાધિ દુઃસ્વપ્ન અપશુકન કે બીજું કાંઈ પણ મને પીડા કરતું નથી; પણ એક બાબત મને ઘણી પીડા કરે છે, તે એ છે કે જ્યાં સુધી આપણે પુત્રનું મુખ જોયું નથી ત્યાં સુધી રાજ્યસંપત્તિ, વિષયસુખ અને આપણી બંનેની પ્રીતિ એ સર્વ વ્યર્થ છે; જેમ નિર્ધન પુરૂષ લક્ષમીવાનની લક્ષમીને જોઈને તેની ઈચ્છા રાખે છે તેમ પુત્રવાળાના પુત્રોને જોઈને હું પણ તેવી રીતે જ ઈચ્છા રાખું છું, એ કેટલી બધી ખેદની વાત છે ? જે આપણે મનરૂપી તાજવામાં એક તરફ સર્વ સુખ અને એક તરફ પુત્રપ્રાપ્તિનું સુખ રાખીને તળશું તે તેમાં પુત્રપ્રાપ્તિનું સુખ અધિક થશે. વનમાં પુત્ર પરિવાર સાથે ફરતા એવા મૃગાદિક પશુઓ સારા છે, પણ પુત્ર રહિત એવા આપણને ધિક્કાર છે ! કારણ કે તેમનાથી પણું આપણું ભાગ્ય અ૯પ છે.
પછી રાજા બે -“હે દેવી ! તમે ધીરા થાઓ, દેવતાનું આરાધન કરીને હું તમારે મને રથ થડા સમયમાં પૂર્ણ કરીશ. જે પરાક્રમથી અસાધ્ય છે, જે બુદ્ધિથી અગોચર છે, જે મંત્રોને વિષય નથી, જે તંત્રથી દૂર છે, અને બીજા ઉપાયથી પણ જે અગમ્ય છે તેવા પુરૂપાર્થને પ્રસન્ન થયેલા દેવીદેવતાઓ સાધી આપે છે. હે માનિની! આ તમારે મરથ હવે સિદ્ધ થઈ ચુક્યો છે એમ જાણે. હવે શેક શા માટે કરો છો ? હું પુત્રને માટે ઘણું કરીને આપણું કુળદેવીની પાસે જ જઈને બેસીશ.”
એવી રીતે રાણીને ધીરજ આપી વિજયસેન રાજ સ્નાન કરી પવિત્ર વેબ પહેરી પિતાના મંદિરમાંથી નીકળી કુળદેવીના સ્થાનમાં ગયા. ત્યાં તે કુળદેવતાની પૂજા કરી પુત્રને લાભ થાય ત્યાં સુધી અનપાનને ત્યાગ કરીને દૃઢ નિશ્ચય ધરાવીને બેઠા. જ્યારે છઠ્ઠો ઉપવાસ થયો ત્યારે કુળદેવી પ્રત્યક્ષ થઈ. અને “હે મહીપતિ! વરદાન માગ’ એમ પ્રસન્ન થઈને કહ્યું. રાજા વિજયસેન દેવીને નમસ્કાર કરીને બોલ્યા “હે કુળદેવી! આપ પ્રસન્ન થઈને સર્વ પુરૂષમાં ઉત્કૃષ્ટ એવા પુત્ર ભિલાને આપે”. તે સાંભળી ‘દેવલોકમાંથી ઍવીને કેઈ ઉત્તમ દેવતા તમારો પુત્ર થશે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org