Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૪૨)
પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. પર્વ ૩ જુ. રહિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને ત્યાં સમવસરણ રહ્યું. તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ઈંદ્ર જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે, તેમ પ્રભુએ સમવસરણની મધ્યમાં રહેલા દેડકોસ ઊંચા ચૈત્યવૃને પ્રદક્ષિણા કરી, અને જિનમ:' એમ ઊંચે સ્વરે ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે પ્રભુ બિરાજમાન થયા પ્રભુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવાજ પ્રતિબિંબો વિકુવી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા. પછી મયુરને સમૂહ જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતો બેસે તેમ શ્રીમાન ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના શ્રવણુ કરવાની ઉત્કંઠા રાખીને યોગ્ય સ્થાને બેઠો. પછી સૌધર્મ કપના ઈદ્ર પરમેશ્વરને પ્રણામ કરી ભક્તિવંત ચિત્તથી યથાર્થ સારરૂપ વાણીવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પ્રભુ ! પરીષહની સેનાને હણતા અને ઉપસર્ગોને વિદારતા પણ તમે સમતાને પામેલા છો. અહા ! મહાન પુરૂષની કેવી વિદ્વત્તા ! હે નાથ ! તમે વિરાગી છતાં મુક્તિને ભેગવનારા છે, અને અદ્વેષી છતાં શત્રુઓને હણનારા છે. અહો ! મહાત્માઓને કે દુર્લભ મહિમા છે ! હે દેવ ! તમે હમેશાં જિગિષા રહિત છે અને અપરાધથી ભય પામે છે, તથાપિ તમે ત્રણ જગને જીતેલું છે. અહા ! મોટા પુરૂની કેવી ચાતુરી ! હે નાથ ! કેઈને તમે કાંઈ આપ્યું નથી અને કોઈની પાસેથી કાંઈ લીધું નથી, તથાપિ તમારે પ્રભુપણું છે. અહા ! વિદ્વાનોની કેવી વિચિત્ર કળા હોય છે ! હે પ્રભુ ! જે સુકૃત બીજાઓએ દેહત્યાગ કરીને પણ મેળવ્યું નથી તે સુકૃત, સુકૃતસંપાદનમાં ઉદાસી એવા તમારા ચરણ પીઠ ઉપર આળોટે છે. રાગાદિકમાં કર અને સર્વ પ્રાણીઓ પર કૃપાળું તેથી ભયંકર અને મને હર બને ગુણવાળા એવા તમે સર્વ સામ્રાજ્ય સાધેલું છે. મેટામાં મોટા અને મહાત્માઓને પૂજવા ગ્ય એવા તમે મારી સ્તુતિગાર થયેલા છે. હે સ્વામી! બીજાઓમાં જે સર્વ રીતે દોરે છે તે તમારામાં ગુણરૂપ છે. આ તમારી સ્તુતિ જે મિથ્યા હોય તો તે વિષે આ સભાસદે પ્રમાણરૂપ છે. હે જગત્પતિ ! તમારા ચરણનું મને વારંવાર દર્શન થાઓ, એવી જ હું ઈચ્છા રાખું છું. તે સિવાય મોક્ષની પણ મને ઈચ્છા નથી.
આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર વિરામ પામ્યા, એટલે પાંત્રીશ અતિશયે એ યુક્ત એવી વાણથી પ્રભુએ દેશના દેવાને આરંભ કર્યો.
“આ ઘર સંસાર સમુદ્રના જે અપાર છે. તેમાં રાશી લાખ છવાયોનિને વિષે પ્રાણ ખડયા કરે છે. આ સંસારરૂપી નાટકમાં સંસારી પ્રાણીઓ, શ્રેત્રીય (બ્રાહ્મણ) ચંડાળ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કૃમીના વેષ ધરી ધરીને અનેક ચેષ્ટાઓ કરે છે. સંસારી પ્રાણી કર્મના સંબંધથી ભાડે રાખેલી ઝુંપડીની જેમ કઈ નિમાં નથી ગયું અને કઈ યોનિ તેણે છોડી નથી ? આ સમગ્ર કાકાશમાં પિતપોતાના કર્મથી દરેક પ્રાણીઓ નાના રૂપ ધરીને સ્પર્શ કર્યો ન હોય તેવી વાલાઝ માત્ર પૃથ્વી પણ નથી, અર્થાત્ સર્વ પ્રદેશને તેણે સ્પર્શ કરેલ છે. આ જગમાં નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના પ્રાણીઓ છે. તેઓ પ્રાયઃ કર્મના સંબંધથી બાધિત થઈને ઘણું દુઃખ ભેગવ્યા કરે છે. પહેલા ત્રણ નરકેમાં માત્ર ઉષ્ણ વેદના છે, છેલ્લા ત્રણ નરકમાં શીત વેદના છે, અને મધ્યના ચોથા નરકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org