Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થે. પ્રભુની દેશના.
(૪૩) ઉષ્ણ અને શીત અને પ્રકારની શ્રેત્રવેદના છે. તે અનુસાર તે તે ક્ષેત્રમાં દુઃખ થયા કરે છે. એ ઉષ્ણુ અને શીત નરકોમાં લોઢાનો પર્વત પણ કદી લઈ જવામાં આવે તો તે ત્યાંની ભૂમિને સ્પર્શ કર્યા અગાઉ ઓગળી જાય છે અથવા વીખરાઈ જાય છે. એ પ્રમાણેની ક્રોવેદના ઉપરાંત પરસ્પર નારકી એ ઉપજાવેલી વેદના તથા પરમાધામીકૃત વેદના એમ ત્રણ પ્રકા રની વેદનાઓએ જેમને મહાદુઃખ ઉત્પન્ન કરેલું છે એવા નારકીઓ વિવિધ દ:ખથી પીડિત થઈને તે નભૂમિમાં વસે છે. ઘટીયંત્રમાં ઉત્પન્ન થયેલાં નારકી' ને પરમધાર્મિક દેવે સીસાની સળીઓ જેમ જંતરડામાંથી ખેંચે તેમ લઘુદ્વારથી આકર્ષણ કરે છે. કેટલાક નારકી જીને, વસ્ત્રોને જેમ ખીઓ પછાડે તેમ હાથ પગ વિગેરેથી પકડીને વાટક જેવી સંકટકારી શિલાના પૃષ્ઠ ઉપ૨ પરમાધામીઓ પછાડે છે. કેઈ ઠેકાણે તેઓને કાઠની જેમ દારૂણુ કરવતથી વિકારે છેઅને કોઈ ઠેકાણે તલની જેમ વિચિત્ર યંત્રોથી પીલવામાં આવે છે. વળી નિત્ય તૃષાતુર એવા તે રાંકડાઓને ત્યાંથી લઈ જઈને તૃષા શાંત કરાવવા માટે લોઢાના અને સીસાના રસને વહન કરનારી વૈતરિણી નામની નદીમાં ઉતારવામાં આવે છે. કદી તે પ્રાણીઓને છાયામાં બેસવાની ઈરછા થાય તે તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે. ત્યાં તે વનમાં રહેલા વૃક્ષોના શસ્ત્ર જેવા પત્રો પડવાથી તેઓના તિલતિલ જેવડા કટકા થઈ જાય છે. કોઈ ઠેકાણે વજકંટક જેવા શામલીના વૃક્ષની સાથે અને કોઈ ઠેકાણે અત્યંત તપાવેલી લોઢાની પુતળીઓની સાથે આલિંગન કરાવે છે, અને તે વખતે તેઓએ કરેલા પરસ્ત્રીઓના આલિંગનનું સ્મરણ કરાવે છે. કોઈ ઠેકાણે પૂર્વે કરેલું માંસભક્ષણનું લલુપીપણું યાદ આપીને તેમને તેઓના અંગનું માંસ તેડી તોડીને ખવરાવવામાં આવે છે, અને પૂર્વે કરેલી મદિરાપાનની લલુપતાને મરણ કરાવીને તપેલું તરવું ૨પાવામાં આવે છે. વળી બ્રાષ્ટ્ર, ખરજ, મહાશૂલ અને કુંભીપાક વિગેરેની વેદનાનો નિરંતર અનુભવ કરાવે છે. તથા માંસની પિઠે તેઓને શેકવામાં આવે છે. તે પ્રાણીઓના શરીર છિન્નભિન્ન થઈને પાછા મળી જાય તેવા છે. તેઓના નેત્રાદિક અંગે, બગલા અને કંક વિગેરે પક્ષીઓની પાસે ખેંચાવે છે. આ પ્રમાણે મહા દુખેથી હણુયેલા અને સુખના એક અંશથી પણ રહિત પ્રાણીઓ ત્યાં રહીને થાવત્ તેત્રીશ સાગરોપમ જેવા મોટા કાળને નિર્ગમન કરે છે.'
કેટલાએક પ્રાણીઓ તિર્યંચગતિને પ્રાપ્ત થઈ તેમાં પણ એકેન્દ્રિયપણું પામે છે, અને તેમાં પણ પૃથ્વીકાય રૂપને પ્રાપ્ત થઈ હલાદિક શાથી ફડાય છે, હાથી ઘોડા વિગેરેથી ચળાય છે, જળપ્રવાહથી પ્લાવિત થાય છે. દાવાનળથી બળી જાય છે. ખારા, ખારા અને મૂત્રાદિકના જળથી વ્યથા પામે છે, લવણ ક્ષારને પામ્યા હોય છે તે ઉષ્ણુ જળમાં તેને ઉકાળવામાં આવે છે, કુંભાર પ્રમુખ તેના દેહનાં ઘડા, ઈટ વિગેરે કરીને તેને પકાવે છે, ભીંતમાં કાદવરૂપ થઈને ચણાય છે, કઈ ક્ષાર મૃત્તિકાના પુટ પાક વડે પકવીને તેઓને શરાણુથી ઘસે છે, કોઈવાર ટાંકણાથી તેમનું વિદારણ થાય છે, અને પર્વતની સરિતાના પ્રવાહોથી ફાડી નખાય છે. અપકાયપણને પામેલા જંતુઓ સૂર્યનાં કિરણેથી તપાય છે, હિમરૂપ ઘનીભૂત કરાય છે, જેથી શેષણ કરાય છે, ઘણું ક્ષાર રસના સંપર્કથી પરસ્પર મૃત્યુ પામે છે, સ્થાળીની અંદર રાખીને પચાવાય છે, અને તૃષાવાળા માણસથી પીવાય છે. તેઉકાયપણાને પામેલા જંતુઓ જલાદિકથી બુઝાવાય છે, ઘણું વિગેરેથી કુટાય છે, અને ઇંધણાદિક થી દગ્ધ કરાય છે. વાયુકાયાપણાને પામેલા જંતુઓ પંખા વિગેરેથી હણાય છે, ક્ષણે ક્ષણે શીતોષ્ણ પ્રમુખ દ્રવ્યના ચારાથી મૃત્યુ પામે
૧ નાના મોઢાવાળી કુંભી જેવા સ્થાનકમાં નારકી જેવો ઉત્પન્ન થાય છે. ૨ તરવુંલેતું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International