Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થો. પ્રભુની દેશના.
(૫) દશાને અનુભવે છે. વળી મનુષ્યપણામાં પણ ઘર નકમાં નિવાસ કરવા જેવા ગર્ભાવાસના દુઃખને અનુભવે છે. ગર્ભાવાસ જેવા દુઃખનું કારણ છે તેવા દુઃખનું કારણ જરા, રંગ, મૃત્યુ અને દાસપણું પણ નથી. તપાવીને કરેલી અગ્નિ જેવા વર્ણવાળી સોયથી રમે રોમે ભેદીચેલા પુરૂષને જેટલું દુઃખ થાય છે તેનાથી આઠગણું દુઃખ પ્રાણીને ગર્ભાવાસમાં ઉત્પન્ન થાય છે. વળી નિયંત્રમાંથી નીકળતી વખતે પ્રાણીને જે દુઃખ થાય છે તે ગર્ભવાસના દુખથી પણ અનંતગણું છે. જમ્યા પછી પણ બાલ્યવયમાં મૂત્રવિણાથી, યૌવન વયમાં રતિવિલાસેથી અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ તથા ખાંસીના રોગથી એ પ્રાણ પીલાય છે. તથાપિ તેને કદિ પણ લજા આવતી નથી. પ્રાણી પ્રથમ બાલ્યાવસ્થામાં વિષ્ટાને ડુક્કર, પછી યૌવનાવસ્થામાં કામ દેવને ગધેડે અને છેવટે વૃદ્ધાવસ્થામાં ઘરડો બેલ બને છે; પણ કદાપિ તે પુરૂષ છતાં પુરૂષ થતું નથી. શિશુવયમાં માતૃમુખી, યૌવન વયમાં સ્ત્રીમુખીર અને વૃદ્ધ પણે પુત્રમુખી થાય છે, પણ એ મખં પ્રાણી કોઇવાર અંતર્મુખ થતા નથી. ધનની આશામાં વિહવળ થયેલ પ્રાણી સેવા, કૃષિ, વ્યાપાર અને પશુપાલ વિગેરે ઉદ્યોગથી પોતાના જન્મને નિષ્ફળ ગુમાવે છે. કોઇવાર ચોરી, કોઈવાર દુત અને કોઈવાર જારપણું કરવાથી મનુષ્યને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવાનાં કારણે ઉત્પન્ન થયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીઓ સુખી હોય છે ત્યારે કામવિલાસથી દુઃખી થાય છે અને દીનતા અને રૂદન કરવાથી પિતાને જન્મ ગુમાવે પણ છે, ધર્મકાર્ય કરતા નથી. અનંત કર્મના સમૂહને ક્ષણમાત્રમાં ક્ષય કરવાને સમર્થ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ પાપી પુરૂષ પાપકર્મ કર્યા કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ૨નેના પાત્રરૂપ મનુષ્યપણામાં જે પાપ કર્મ કરવું તે સુવર્ણપાત્રમાં મદિરા ભરવા જેવું છે. આ સંસારરૂપી સમુદ્રમાં શમિલાયુગના યુગની જેમ માંડમાંડ પ્રાપ્ત થયેલું આ મનુષ્યપણું અહા ! મૂર્ખ જેમ ચિંતામણિ રતન હારી જાય તેમ પ્રાણી હારી જાય છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના કારણુરૂપ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ માણસ નરકપ્રાપ્તિના ઉપાય રૂપ કર્મની અંદર ઉદ્યમ કર્યા કરે છે એ કેવી દિલગીરીની વાત ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ મોટા પ્રયત્નથી જેની આશા રાખે છે એવું મનુષ્યત્વ પ્રાપ્ત થયા છતાં પણ તેને પાપી પુરૂષ પાપકર્મમાં જોડી દે છે. નરકમાં પક્ષ દુઃખ છે અને નરજન્મમાં તે પ્રત્યક્ષ દુઃખ છે; તેથી તેનો વિસ્તાર અતિશય પણે શા માટે અહીં વર્ણવો જોઈએ ?
શેક, અમર્ષ, ખેદ, ઈર્ષ્યા અને દીનતા વિગેરેથી જેમની બુદ્ધિ હણાયેલી છે એવા દેવતાઓમાં પણ દુઃખનું સામ્રાજ્ય પ્રવતી રહેલું છે. બીજાની મોટી લક્ષમીને જોઈને દેવતાઓ પિતાના અલ્પ સુકૃતને સંપાદન કરનારા પૂર્વ જન્મના જીવિતને ચિરકાળ શોક કરે છે. બીજા કેઈ બળવાન દેવતાની તરફથી પોતાને અડચણ ઉત્પન્ન થતાં તેને પ્રતિકાર કરવાને અસમર્થ એવા દેવતાઓ તીક્ષણ એવા અમર્ષરૂ૫ શલ્યથી નિરંતર કચવાયા કરે છે. મેં પૂર્વ જન્મમાં કાંઈ પણ સુકૃત કર્યું જણાતું નથી જેથી આ ભવમાં સેવકદેવપણાને પામ્યું છું.” આવી રીતે વિચારતાં અને પિતાથી અધિક ઉત્તરેત્તર બીજા દેવાની લક્ષ્મીને દેખતાં નિરંતર કેટલાએક દેવતાઓ ખેદ કર્યા કરે છે. કેટલાએક દેવતાઓ બીજાઓની વિમાન, સ્ત્રીરત્ન અને
૧ માતાના મુખ સામું જોવાવાળો ૨ સ્ત્રીના મુખ સામું જોવાવાળા ૩ પુત્રના મુખ સામું જોવાવાળો સ્વયંભૂરમણ સમુદ્રમાં સામસામ દિશાએ નાંખેલું ધાંસરું ને ખીલી અનંત કાળે કદાપિ એક થઈ જાય અને સરામાં ખીલી પરોવાઈ જાય એ જેટલું અસંભવિત અને કવચિત જ બને તેવું છે, તેના સરખું મનુષ્યપણું પામવું દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org