Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
******* ******* છે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર વિશે _ સર્ગ ૫ મે.
***** ***** વેલા તટને ઉલ્લંઘન કરનાર કેવળજ્ઞાન રૂ૫ સમુદ્રની જાણે લહેરે હોય એવી શ્રી સુપાર્શ્વ. નાથ પ્રભુની દેશનાની વાણીએ તમારી રક્ષા કરે. સર્વ પ્રાણીઓના સુબોધરૂ૫ અંધકારને નાશ કરવામાં શુભ દિવસરૂપ એવું સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે હું
ધાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે એક નગરી છે. તેમાં સૂર્યની જેમ તેજના એક સ્થાનરૂપ અને જગને આનંદકારક શ્રી નંદીપેણ નામે રાજા હતો. રાજ્યના તમામ વ્યાપારમાં જાગ્રત રહેનારા એ રાજાને પિતાના જમણા હાથના જે ધર્મ પ્રધાનપણે રહેલે હતા. પ્રજામાં રહેલા કંટક જેવા દુષ્ટ જનસમૂહને શિક્ષા કરવામાં તેને કેપ થતો તે પણ લોકોના સુખને માટે હતું. જેને કેપ પણ ધર્મને અર્થે થતું હતો તેની બીજી ક્રિયાને માટે તે વાત જ શી કરવી ? અહર્નિશ સ્મૃતિગેચર થતા શ્રી વીતરાગ ભગવાન તેને હણ્ય ( હૃદયમાં સુનારા, પક્ષે કામદેવ ) રૂપ થતા હતા, એ મેટી આશ્ચર્યની વાત હતી. એ રાજા પીડિત જનની પીડા હરવામાં સદા શરણ કરવા એગ્ય હતું, પણ કામ પીડિત પરસ્ત્રીઓને કેઈવાર શરણ આપતે નહીં, એ મોટું આશ્ચર્ય હતું.
કેટલાએક કાળ ગયા પછી મોટા મનવાળા નંદીષેણ રાજાએ સંસારથી ઉદ્વેગ પામીને અરિદમન આચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તીક્ષણ મહાવ્રતને પાળતા એ મહામુનિએ વીશસ્થાનકમાંથી કેટલાએક સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંત સમયે અનશન કરી નંદીષેણ મહામુનિ પંચત્વ પામીને છઠ્ઠા સૈવેયકમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાશી દેશના મંડનરૂપ વારાણસી નામે નગરી છે. તેમાં રહેલા પ્રકાશિત રત્નની ભીતવાળા ગૃહની અંદર જે દેવની આગળ અષ્ટ પ્રકારની પૂજાના દીપક હોય તે અનુપમ શભા થઈ રહે છે. એ નગરીમાં ચૈત્યના ઊંચા ધ્વજાદંડ ઉપર આવેલે ચંદ્રમા, એક છત્રવાળા ધર્મરાજાના છત્રની શોભાને ધારણ કરે છે. તે નગરીના કિલ્લાની અગાશી ઉપર કીડા કરવાને આવેલી વિદ્યાધરની સ્ત્રીઓ જગતી ઉપરના જળકટકનું વિસ્મરણ કરી સુખેથી ત્યાંજ રહે છે. રાત્રીએ વાસગૃહની અંદર આવીને શબ્દ કરતા પારાવત પક્ષીઓ કામદેવને જગાડવાને માટે જાણે મંગળપાઠ કરતા હોય તેમ જણાય છે. એ નગરીમાં પુરૂષોની પ્રતિષ્ઠા કરવામાં કાવથ સમાન અને ઈદ્રની પ્રતિષ્ઠાને પામે પ્રતિષ્ટ નામે ન્યાયવાન રાજા હતો. મરપર્વતની જેમ મહત્વપણાથી અનુપમ એવા તે રાજાના ચરણની છાયા નીચે સર્વ જગત રહેલું હતું. જ્યારે એ રાજા દિગ્વિજય કરવાને જતે તે વખતે તેને મસ્તકે ધરેલાં શ્વેત છત્રાથી અને મયૂરપિચ્છનાં છત્રોથી આકાશને સર્વ પ્રદેશ જાણે બગલીઓનાં અથવા મેઘનાં ચિન્હાથી છવાયેલે હોય તેવું જણાતું હતું. નિઃસીમ પુરૂષવ્રતરૂપી આભૂષણેને ધારણ કરતો એ સજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org