Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ થે. પ્રભુનું નિવણ.
(૪૭) વારમાં બુઝાઈ જાય તેમ ત્યાંથી ચ્યવી જાય છે. તેથી આ સંસારને અસાર જાણી શુભ બુદ્ધિવાળા પ્રાણીએ દીક્ષારૂપ ઉપાયથી મુક્તિને અર્થે પ્રયત્ન કરે ગ્ય છે.
આ પ્રમાણેની દેશના સાંભળીને હજારો મનુષ્ય પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાએકે સમકિતને સ્વીકાર કર્યો, સુવ્રત વિગેરે એક ને સાત ગણુધરે થયા. તેઓએ પ્રભુથી ત્રિપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી, પ્રભુ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સુવ્રત ગણધરે દેશના દીધી; કારણકે કુવાની ક્રિયા જેમ પાછળથી અવાડે કરે તેમ શિષે ગુરૂની ક્રિયાને અનુસરે છે. સુવ્રત ગણધર દેશનાથી વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ અને મનુષ્ય વિગેરે પ્રભુને પ્રણામ કરી પિતપતાને સ્થાનકે ગયા.
તે વખતે નિલ અંગવાળે, મૃગના વાહનવાળો, પિતાની બે દક્ષિણ ભુજામાં સફલ અને અભયને ધારણ કરનારે અને બે વામ ભુજામાં નકુલ તથા અક્ષસૂત્રને રાખનારે કુસુમ નામે યક્ષ એ તીર્થને અધિષ્ઠાતા થયા. એ યક્ષ હમેશાં પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસન દેવતા કહેવાયે. તેજ પ્રમાણે શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અમ્રુતા નામે યક્ષણી પ્રભુની શાસનદેવી થઇ. એ યક્ષ અને શાસનદેવીએ જેમની સાંનિધ્ય છોડી નથી એવા જગપ્રભુએ વિશ્વને અનુગ્રહ કરવાની ઈચ્છાથી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કર્યો.
પ્રભુને ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધુઓ થયા. ચાર લાખ અને વીશ હજાર સાધ્વીઓ થઈ, બે હજાર અને બસે ચદ પૂર્વધારી થયા, દશ હજાર અવધિજ્ઞાની થયા, દશ હજાર ને ત્રણસો મન:પર્યવ જ્ઞાની થયા. બાર હજાર કેવળજ્ઞાની થયા, સોળ હજાર એકસો ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા, નવ હજાર છસો વાદલબ્ધિધારી થયા, બે લાખ અને છેતેર હજાર શ્રાવ થયા, અને પાંચ લાખ ને પાંચ હજાર શ્રાવિકાઓ થઈ. આટલે પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સેળ પૂર્વાગે ઉન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થયું. પછી પિતાને મોક્ષકાળ નજીક જાણીને પદ્મપ્રભ પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા, અને ત્યાં માસિક અનશન ધારણ કર્યું. માગશર માસની કૃણ એકાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી પદ્મ પ્રભ પ્રભુ અઘાતી ચતુષ્કર્મને ખપાવીને અને અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણ ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલધ્યાનવડે ચેથા પુરૂષાર્થ (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
સાડા સાત લાખ ને સેળ પૂર્વગ કૌમાર વયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં-એમ સર્વ મળી ત્રીશ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભ પ્રભુનું આયુષ્ય હતું. સુમતિ સ્વામીના નિર્વાણ પછી નેવું હજાર કેટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભ પ્રભુ મેક્ષપદને પામ્યા. પ્રભુ મોક્ષ પામ્યા પછી ભક્તિવાળા ચેસડ ઈદ્રિએ આવી પ્રભુના અને બીજા મુનિઓના શરીરને ઊંચે પ્રકારે સંસ્કાર કર્યો, અને નિર્વાણ કલ્યાણકને મોટે મહોત્સવ પણ કર્યો.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीपदमप्रभस्वामिचरित्र
वर्णना नाम चतुर्थः सर्गः ४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org