Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થા.
પ્રભુના જન્મ-શકેંદ્રની સ્તુતિ.
(૪૧)
k
“ હે દેવ ! આ અપાર સ ́સારરૂપ મરૂદેશમાં સંચાર કરતા પ્રાણીઓને ચિરકાળે અમ્મુ“ તની પરખ તુલ્ય તમારૂ દર્શન થયેલું છે. રૂપથી અનુપમ એવા તમને અશ્રાંતપણે જોનારા દેવતાઓનાં નેત્રાની અનિમેષતા કૃતાર્થ થયેલી છે. તમારા જન્મ વખતે નિત્ય અંધકારમાં “ ઉદ્યોત થયા, તેથી નારકીઓને પણ સુખ થયું, માટે તમારૂ તીથંકરપણું" કાને સુખરૂપ “ નથી ? હે નાથ ! સ’સારીઓના પુણ્યાથીજ તમે ધ રૂપી વૃક્ષને ઢયારૂપ નીકના જળથી “ સિંચન કરીને વૃદ્ધિ પમાડે છે. હે પ્રભુ ! જળના શીતળપણાની જેમ ત્રણૢ જગતનું સ્વા
tr
મીપણું અને ત્રણ જ્ઞાનનું ધારણ કરવાપણું. તમારે જન્મથીજ સિદ્ધ થયેલું છે. પદ્મના “ જેવા વણુ વાળા, પદ્મના ચિન્હવાળા, પદ્મના સુગંધ જેવા મુખપત્રનને ધરનારા, પદ્મના “ જેવા મુખવાળા, પદ્મ ( લક્ષ્મી ) એ યુક્ત અને પદ્મના ગૃહરૂપ એવા હે પ્રભુ ! તમે જય “ પામે, હે નાથ ! અપાર અને દુસ્તર એવા આ સૌંસારરૂપી સાગર તમારા પ્રસાદથી હવે જાનુપ્રમાણુ થઈ જશે. હે સ્વામી ! હવે હું કલ્પાંતરનુ ં સામ્રાજ્ય કે અનુત્તર વિમાનના “ નિવાસ પણ ઈચ્છતા નથી, ફકત તમારા ચરણકમલની સેવાનેજ ઈચ્છું છું. ”
66
આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રંદ્ર પ્રભુને લઈ તરત સુસીમાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને સ્ત્ર માં ગયા. પ્રભુ ગÖમાં આવતાં માતાને પદ્મની શમ્યાના દેહદ થયા હતા તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, તેથી પિતાએ એમનું પદ્મપ્રભુ એવું નામ પાટુ'. સ્વગ'ની ધાત્રીઓએ લાલન કરાતા અને દેવકુમારેાની સાથે ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામી બીજી વયને પ્રાપ્ત થયા એ વયમાં અઢીસે। ધનુષ્ય ઊંચા અને વિશાળ છાતીવાળા શ્રીવિભુ જાણે લક્ષ્મીને પદ્મરાગમણિમય ક્રીડાપર્યંત હાય તેવા ચાલવા લાગ્યા. જો કે પ્રભુ સંસારના ત્યાગ કરવાને ઈચ્છતા હતા, તથાપિ લેાકેાના અનુવ નથી અને માતાપિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યના ભાર ગ્રહણ કર્યાં. રાજ્યનું પરિપાલન કરતાં જગત્પતિએ સાડીએકવીશ લાખ પૂર્વ અને સેાળ પૂર્વાંગ નિગ`મન કર્યાં. પછી વટેમાર્ગુ ને જેમ સારા શુકના ચાલવાની પ્રેરણા કરે, તેમ સ ંસારને પાર પામવાને ઈચ્છતા એવા પ્રભુને લેાકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાને પ્રેરણા કરી. તરતજ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયુ.. એ દાનનુ દ્રવ્ય કુબેરની આજ્ઞાથી ાલક દેવતાઓએ લાવીને પૂરૂ કર્યું. પછી ઈ ંદ્ર અને રાજાએ જેમને અભિષેક કરેલા છે એવા પ્રભુ સુખકારી શિખિકામાં આરૂઢ થઈ સહસ્રામ્ર વનમાં ગયા. ત્યાં છઠ્ઠને તપ કરી કાર્તિક કૃષ્ણુત્રાદશીને દિવસે ચિત્રા નક્ષત્રમાં અપાહનકાળે પ્રભુએ એક હજાર રાજાએની સાથે દીક્ષા લીધી.
ખીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સામદેવ રાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણું યુ. ત્યાં દેવતાઓએ પાંચ અદ્ભુત દિવ્ય પ્રગટ કર્યાં; અને રાજાએ જયાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠ મનાવી. પછી પ્રભુ છદ્મસ્થપણે છ માસ પર્યંત વિહાર કરી પેાતાની દીક્ષાના સાક્ષીરૂપ એવા સહસ્રામ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને કાર્યાત્સગ ધ્યાને વડના વૃક્ષ નીચે રહ્યા. તે અવસરે વાયુથી કંપાવેલા અભ્રના જાળની જેમ પ્રભુના ધાતીમ ક્ષય પામ્યાં. તત્કાળ ચૈત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્રના ચંદ્ર થતાં પદ્મપ્રભ પ્રભુને ગ્લાનિ ૧ બીજા–ઉપરના ધ્રુવલેાકેાનુ ૨ મૌવનવયને ૩ વાદળાં
B-6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org