Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ થા.
શ્રી પદ્મપ્રભુ ચરિત્ર.
પદ્મના જેવા વણુ વાળા, અને જાણે લક્ષ્મીની લીલાના નિવાસરૂપ પદ્મના સમૂહ હાય તેવા શ્રી પદ્મપ્રભ જિનેશ્વરને અમે વંદના કરીએ છીએ. એ પ્રભુના અસાધારણ પ્રભાવથી જો કે હું ક્ષીણ બુદ્ધિવાળા છું તથાપિ ક્રુતિને નાશ કરનારૂં તેમનું ચરિત્ર કહું છું.
ધાતકીમ'ડ દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના મડનરૂપ વત્સ નામના વિજ્યમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી હતી. ત્યાં શત્રુઓને અપરાજિત એવા અપરાજિત નામે રાજા હતા. ઈદ્રિયાને જીતનારી એ રાજા જાણે દેહધારી ધમ હાય તેવા દેખાતા હતા. તે રાજાને ન્યાય એજ મિત્ર હતા, ધમ એજ સુહૃદ હતેા તથા ગુણ એજ ધન હતું. બીજા મિત્ર, સુહૃદ અને ધન જે હતાં તે તા ફક્ત બહાર દેખવા માત્રજ હતા. વૃક્ષમાં પહવેાની જેમ સરળતા, શીલ અને સાદિક જે ઉર્જિત ગુણા તેનામાં હતા તે પરસ્પર આભૂષણુરૂપે રહેલા હતા. વિવેકી જનામાં શિરામણિ એ રાજા અક્રોધીપણે શત્રુઓને શિક્ષા કરતા, અનાસક્તપણે સાંસારિક સુખને અનુ ભવતા અને અણુખ્યપણે લક્ષ્મીને ધારણ કરતા હતા.
એક વખતે દેવતાએ જેમ અમૃતનુ પાન કરે તેમ મહંત ભગવોનના પ્રવચન રૂપ અમૃતનું પાન કરતા તત્ત્વનિષ્ટ ચિત્તવડે તે ચિ'તવન કરવા લાગ્યા અહા ! મા સંસારમાં “ સંપતિ, યાવન, રૂપ, શરીર, કામિનીએ, પુત્રા, મિત્રા અને હવેલીએ એ સઘળું આ “પ્રાણીને છેડી દેવું ઘણુ અશકય લાગે છે, પરંતુ તેજ પ્રાણી પેાતાના જીવનસમયમાં દુ શાને પામે છે ત્યારે અથવા તેા કાળધમને પામે છે ત્યારે પક્ષીઓ જેમ વિનાશ પામેલા ઇ'ડાને ત્યજી દે છે તેમ સપત્તિ વિગેરે તેને ત્યજી દે છે. પક્ષી જેમ એક પાંખી ફાળ ભરતાં ભ્રષ્ટ થઈ નીચે પડે છે તેમ પૂર્વાંકત પદાર્થમાં એક ચરણુથી ફાળ ભરવા તુલ્ય એક“પક્ષી? સ્નેહ કરતા મંદબુદ્ધિ પ્રાણી પેાતાના સ્વાથથી ભ્રષ્ટ થાય છે. માટે જયાં સુધી પુણ્ય કર્માંના ક્ષયથી એ સંપત્તિ વિગેરે મને છેડી દે નહીં ત્યાં સુધીમાં પુરૂષાથ નુ અવલ અન કરીને હું પાતેજ તેને ત્યોગ કરૂ” આ પ્રમાણે વિચાર કરીને જેને ધારાધિરૂઢ વૈરાગ્ય પ્રાપ્ત થયેલા છે એવા અને વિવેકરૂપી મણિના રાહણાચળ પર્વત સરખા અપરાજિત રાજાએ પોતાનું રાજય પુત્રને અશુ કરી દીધું, અને પિહિતાશ્રવ આચાર્ય ભગવંતના ચરણકમળ સમીપે આવી મેાક્ષમાગ માં મહારથ જેવી દીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિએ યુકત, નિમમ અને પરિગ્રહરહિત એવા એ રાજર્ષિએ તીક્ષ્ણ ખડ્ગની ધારા જેવુ ચારિત્ર ચિરકાળ પાલન કર્યુ, નિળ મનવાળા એ મહાત્માએ વીશ સ્થાનકમાંથી કેટલાએક સ્થાનકાના આરાધનવડે તીર્થંકર નામકમ ઉપાર્જન કર્યું, અને છેવટે શુભ ધ્યાનપરાયણ થઈ આયુષ્યને ખપાવી એમેટા મનવાળા મુનિ નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવતા થયા.
૧ એક્તરફી ૨ આશ્રવના દ્વાર–આશ્રવ જેમણે ઢાંકી દીધા છે એવા આચાય .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org