Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૪૦)
પદ્મપ્રભુના જન્મ.
પૂર્વ ૩ જી.
આજ શ્રૃદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર વસ્રદેશના આભૂષણ તુ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં આવેલાં ઊંચાં ચૈત્યાના અગ્ર ભાગમાં રહેલી સિંહની પ્રતિમાની નજદીક ચંદ્રમા આવે છે તે વખતે એ સિંહથી ત્રાસ પામીને કલંકરૂપ મૃગ નાસી જવાથી ચંદ્ર પણ નિષ્કલંક થઈ જાય છે. ત્યાં ગૃહેામાં પ્રસરતા ધૂપનાં ધુમાડા, સભાગથી વસ્ત્ર રહિત થયેલા યુવાન સ્ત્રીપુરૂષોના જોડલાંને વસ્ત્રની શાભા પ્રત્યે વિસ્તારે છે. ત્યાં પ્રતિગૃહમાં રચેલા મુક્તાફળના સ્વસ્તિકાના મેાતી ઉપર શુકપક્ષી આવી આવી દાડમનાં દાણાંની શંકાથી ચાંચાવડ ઘાત કરે છે. ત્યાં સર્વ મનુષ્યા શ્રીમાન્ છે તેથી ખીજાનાં દ્રવ્યને કાઈ લુંટતું નથી. ફ્કત ઉ દ્યાનના પુષ્પાની ખુશખાને પવનજ એક લુંટે છે. એ નગરીમાં ધર રાજા હતા. પૃથ્વીના તાપને ટાળવાથી અને ધારણ કરવાથી મેઘ અને પર્વતના તેણે તિરસ્કાર કરેલા હતા. પૃથ્વીમંડળ ઉપર રહેલા સર્વ રાજાએ તેની આજ્ઞાનુ` મ`ડન કરતા નહીં, પણ પુષ્પમાલાની જેમ અખંડ મસ્તકપર ધારણ કરતા હતા. તેના ભુજદંડ ધનુષ્યધારણુવડે પ્રચંડ હતા, તથાપિ તે દંડ કરવામાં પ્રચંડપણું બતાવતા નહીં, પણ ભદ્રિક હાથીની જેમ સામ્યપણે રહેતા હતા. એક સાથે વિસ્તાર પામેલા યશ અને અનુરાગથી અૉંઅધ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેશરની જેમ તેણે સ દ્વિશાઓને ચિરકાળ વિલેપન કર્યુ હતુ. લક્ષ્મીદેવીના લીલાગૃહરૂપ એ રાજામાં વસ્તુદેવની જેમ ગુણના સમૂહ સહજ ઉત્પન્ન થયેલે હતા.
એ રાજાને સતીઓની સીમારૂપ અને દેવકન્યા જેવી રૂપવંત સુસીમા નામે રાણી હતી. તે હાથ, પગ અને હાઠથી પલવવાળી, શબ્દોથી પુષ્પિત અને ભુજાઓથી શાખાવાળી પવૃક્ષની જાણે લતા હોય તેવી શેાલતી હતી. મુખ ઉપર લજ્જાવસ્ત્ર ઢાંકીને માત્ર પૃથ્વીનેજ જોતી તે ઈય્યસમિતિમાં લીન થયેલા મુનિની જેમ મંદમંદ ચાલતી હતી. કાંતિએ શરીરને, લજજાએ શીલને, સરલતાએ મનને અને સત્યતાએ તેનાં વચનને પૂર્ણ રીતે શાભાવ્યાં હતાં. જ્યારે એ કાંઈપણ ખેલતી ત્યારે ચંદ્રની કાંતિના પ્રવાહથી રાત્રીની જેમ અતિ ઉજજવળ દાંતનાં કિરણેાથી તેની મનેાહર મૂર્તિ દીપી નીકળતી હતી.
અહીં નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠીને દિવસે ચદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં સુસીમા દેવીને કુક્ષિમાં તે ઉત્પન્ન થયા. તે વખતે તીથ કરના જન્મને સૂચવનારાં ચૈાદ મહાસ્વમ દેવીએ પેાતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગભ જ્યારે વૃદ્ધિ પામ્યા ત્યારે દેવીને પદ્મની શય્યામાં સુવાના દાહદ થયા, તે તત્કાળ દેવતાઓએ પૂ કર્યાં. પછી નવ માસ ને સાડાસાત દિવસ થતાં કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વચાર અતિચારને મૂકીને સ`ગ્રહેા ઊંચા સ્થાનકના થતાં પદ્મના જેવા વણુ વાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યું.
તે અવસરે છપ્પન દિકુમારીએએ આવી સૂતિકાકમ કયુ અને શકઈંદ્ર પ્રભુને મેરૂ પતના મસ્તકપર લઈ ગયા. શકઈંદ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને સહેાદર ખંધુઓમાં જ્યેષ્ઠ બંધુઓના ક્રમની જેમ અચ્યુતાદિ કેંદ્રાએ આવી સ્નાન કરાવ્યું. શક્ર ઇન્દ્રે ઈશાન ઈંદ્રના ખાળામાં પ્રભુને થાપીને યથાવિધિ સ્નાન કરાવી પૂજા કરી. પછી નીચે પ્રમાણે સ્તુતિ ફરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org