Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૩૪)
મંગળદેવીએ શેકના કજીઆને આપેલ ચુકાદ. પર્વ ૩ જુ. જેમની સુમતિ થયેલી છે એવા સુમંગળાદેવી આ પ્રમાણે છેલ્યા- હે દેવ ! સ્ત્રીઓના વિવાદને નિર્ણય તો સ્ત્રીઓએ જ કર યુક્ત છે, માટે તે બન્નેના વિવાદનો નિર્ણય હું પોતે કરીશ. પછી રાજા મહારાણીને સાથે લઈને સભામાં આવ્યા. ત્યાં તે બન્ને સ્ત્રીને બોલાવીને ફરીને તેના વિવાદનું કારણ પૂછયું, એટલે તેઓએ પૂર્વની પેઠે કહી બતાવ્યું. રાણી તેમનું બોલવું અને ઉત્તર આપવાની રીતિ તરફ વિચાર કરી બેલ્યાં-બાઈઓ ! મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમને પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદને નિર્ણય કરશે, માટે ત્યાં સુધી તમે બને રાહ જુઓ. અપરમાતાએ એ વાત કબુલ કરી, પણ પુત્રની ખરી માતા બેલી-હે મહાદેવી! હું જરા વાર પણ રહી શકીશ નહીં, અને મારા વહાલા પુત્રને તેટલા કાળ સુધી શેકયને સ્વાધીન પણ કરી શકીશ નહીં, આપ સર્વજ્ઞની માતા છે તે તમે પોતે આજેજ તેને નિર્ણય કરે. આવાં પુત્રમાતાનાં વચન સાંભળી મંગળાદેવી નિર્ણય કરીને બેલ્યાં-“આ સ્ત્રી કાળક્ષેપને સહન કરી શકતી નથી. માટે આ પુત્ર ખરેખર એનેજ છે, અને આ બીજી સ્ત્રી પારક પુત્ર અને ધન બન્નેને આધીન રહેવા દેવાને મારો નિર્ણય સાંભળી કાળક્ષેપ કરવાને કબુલ કરે છે, તેથી તે તેની ખરી માતા નથી. કારણકે ખરી માતા પિતાને પુત્ર બનેને આધીન રહેવા દેવારૂપ કાળક્ષેપકેમ સહન કરે? માટે હે ભદ્ર! તું જરા પણ કાળક્ષેપ સહન કરતી નથી તેથી મારા જાણવામાં આવ્યું કે આ પુત્ર તારે છે તેથી તેને લઈને તું ઘેર જા. કદી આ સ્ત્રીએ એ પુત્રનું લાલનપાલન કર્યું હશે, પણ તેથી કાંઈ એ પુત્ર તેને કહેવાય નહીં; કેમકે કેડિલાના પુત્રનું પોષણ કરનાર તે કાગડી હોય છે, પણ એ પુત્ર તો કોકિલાજ કહેવાય છે.” ગર્ભના પ્રભાવથી દેવીએ તેઓનો આ પ્રમાણે નિર્ણય કર્યો, તે સાંભળીને સર્વ ચતુર્વિધ સભા નેત્રવિકાસ કરી વિસ્મય પામી. પછી પ્રાતઃકાળ થવાથી કમલિની અને કુમુદિનીની જેમ એ પુત્રથી હર્ષ અને ખેદ પામતી તે બને શકયે પિતાને ઘેર ગઈ.
જાણે સંકોચ કરીને રહેતો હોય તેમ દેવીને કાંઈપણ વેદના નહીં ઉપજાવતે ગર્ભ શુકલ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યું. પછી નવમાસ અને સાડાસાત દિવસ વીત્યા, એટલે વૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં પૂર્વ દિશા જેમ ચંદ્રને જન્મ આપે તેમ મંગળાદેવીએ સુખેથી કૌંચપક્ષીના ચિન્હવાળા સુવર્ણવણું પુત્રરત્નને જન્મ આછે. તે વખતે ગેલેક્યમાં ઉદ્યત થયે, ક્ષણવાર નારકી ને પણ સુખ થયું, અને ઇંદ્રનાં આસન કંપ્યાં. પ્રથમ દિકુમારીએાએ ત્યાં આવીને યથાયેગ્ય સૂતિકાકર્મ કર્યું. પછી શકઈ આવી મંગળાદેવીની શય્યામાંથી પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અશ્રુતાદિ ત્રેિસઠ ઈ દ્રએ આવીને શક્રઈદ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને તીર્થ જળથી અભિષેક કર્યો. પછી ઈશાનઈદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડીને શકઈ ક્રે વિકવેલા ફાટિકના ચાર વૃષભના શીંગડામાંથી નીકળેલા જળવડે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શકઈદ્ર ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“હે દેવ ! આપના જન્મકલ્યાણકથી આ પૃથ્વી કલ્યાણુવાળી થઈ ગઈ છે, તે જ્યારે તમે ચરણકમળથી આ પૃથ્વી પર વિહાર કરશે ત્યારની તે વાતજ શી કરવી ? હે ભગવન ! તમારા દર્શનસુખથી અમારી દ્રષ્ટિએ કૃતાર્થ થઈ છે, અને તમારું પૂજન કરવાથી આ હાથ કૃતાર્થ થયેલા છે. હે જિનનાથ ! તમારા સ્નાત્ર અર્ચન વિગેરેને જે મહત્સવ કરવામાં આવેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org