Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૩૬)
પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાન. પર્વ ૩ જુ. ગયા. ચૈત્રમાસની શુકલ એકાદશીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં જેમણે છઠ્ઠ તપ કરે છે એવા પ્રભુને ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી એ વૃત્તાંત જાણીને સર્વ ઈદ્રો સુર અસુરની સાથે ત્યાં આવ્યા. અને તેઓએ દેશના દેવાને માટે સમવસરણું રહ્યું. તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કેશ ને સોળસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી “સાયનના એમ કહી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન પર બીરાજ્યા, એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ સ્થાપિત કર્યા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પણ યોગ્ય સ્થાને બેઠે, પછી ઈંદ્ર નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
હે ભગવન! આ અશેક વૃક્ષ ભમરાઓના ગુંજારવથી જાણે ગાતે હોય, ચલાયમાન પત્રોથી જાગે નાચતો હોય, અને તમારા ગુણમાં રકત થવાથી રકત થયો હોય એ ખુશી થતે દેખાય છે. આ દેવતાઓ, જેઓના બંધન (ડીંટ) નીચા છે એવા પુપેને જન પ્રમાણુ તમારી દેશનાભૂમિ ઉપર જાનુ પ્રમાણે વર્ષાવે છે. તમારે માલવકૌશીકી પ્રમુખ ગ્રામ તથા રાગથી પવિત્ર એ જે દિવ્યધ્વનિ થાય છે, તેને મૃગલાંઓ પણ હર્ષ વડે ઊંચી ગ્રીવા કરીને પીએ છે (સાંભળે છે). તમારી આગળ રહેલી ચંદ્ર જેવી ઉજજવળ આ ચામરશ્રેણી જાણે તમારા મુખકમળની સેવા કરવાને આવેલી હંસની પંકિત હોય તેવી શુભે છે. સિંહાસન ઉપર બીરાજી તમે જ્યારે દેશના આપી છે ત્યારે મૃગલાંઓ સિંહની સેવા કરવા જાણે આવતા હોય તેમ તે દેશના સાંભળવાને આવે છે. સ્નાથી વ્યાપ્ત એ ચંદ્રમા જેમ ચર પક્ષીને હર્ષ આપે છે તેમ કાંતિઓથી વ્યાપ્ત એવા તમે સર્વની દષ્ટિએને પરમ હણ આપે છે. તે વિશ્વપતિ ! તમારી આગળ આકાશમાં ધ્વનિ કરતે દુભિ, સર્વ જગતમાં આપ્ત પુરૂષોને વિષે તમારા મેટા સામ્રાજ્યને જાણે બતાવતા હોય તેમ જણાય છે. પુણ્ય સમૃદ્ધિઓના ક્રમ જેવા એને ત્રણ ભુવન ઉપરના તમારા પ્રૌઢ પ્રભુપણને બતાવતા આ ત્રણ છત્રો તમારી ઉપર શોભી રહ્યા છે. હે નાથ ! આવી તમારી ચમત્કારી પ્રાતિહાર્યલક્ષમીને જોઈને કયા મિથ્યાદ્રષ્ટિએ પણ આશ્ચર્ય ન પામે ?
આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈંદ્ર વિરામ પામ્યા પછી સુમતિનાથ પ્રભુએ સવ ભાષાએને અનુસરનારી વાણીથી દેશના આપવાને આર ભ કર્યો.
આ જગતમાં કાર્યકાર્યના જ્ઞાનની યેગ્યતાને પામેલા પ્રાણીએ પોતાના કતવ્યુંમાં મૂઢ રહેવું ન જોઈએ. પુત્ર, મિત્ર તથા સ્ત્રી વિગેરેની અને પોતાના શરીરની પણ જે સન્ક્રિયા
માં આવે છે તે સર્વ પરકાય છે, તેમાં કાંઈપણ સ્વકાર્ય નથી. પ્રાણી એકલાજ ઉત્પન્ન થાય છે, એટલે જ મૃત્યુ પામે છે, અને ભવાંતરે સંચિત કરેલ કર્મોને એકલેજ અનુભવે છે. એકે ચારીથી ઉપાર્જન કરેલું ધન બધા મળીને ખાઈ જાય છે, અને તે ચોરી કરનારને એકલાને જ નરકમાં પિતાના કર્મથી દુઃખ જોગવવાં પડે છે. દુઃખરૂપ દાવાનળથી ભયંકર અને વિસ્તારવાળા આ ભવરૂપ અરયમાં કર્મને વશ થયેલે પ્રાણી એકલોજ ભટકયા કરે છે, તેમાં આ જીવને બાંધવ વિગેરે કેઈપણ સહાયકારી થતા નથી. જે શરીર સહાયકારી છે એમ કહીએ તે તે શરીર તે ઉલટું સુખદુઃખના અનુભવને આપનારું છે. સુખદુઃખના અનુભવને આપનારું શરીર સહાયકારી છે એમ જે કહીએ તે પૂર્વ ભવમાંથી સાથે આવતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org