Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૩૦) સુદર્શનને થયેલ પુત્ર પ્રાપ્તિકુમારને મુનીનું મળવું. પર્વ ૩ જું. રીતે આ મુનિનું અનુપમ રૂપ અને યૌવનવય જતાં વિષયવૃત્તિરૂપ ઉન્માદને હેતુ ઉદય પામે તેવું જણાય છે, તે છતાં આવા કઠિન વ્રતનું ધારણ કરવું દેખાય છે તે તેવું જ મુશ્કેલ છે. હેમંતઋતુમાં હિમ, ગ્રીષ્મઋતુમાં સૂર્યને વાપ અને વર્ષાઋતુમાં ઝંઝાવાત સહન થઈ શકે પણ ચાવનમાં કામદેવને ઉપદ્રવ સહન થઈ શકતો નથી. તે છતાં આવા કામદેવને છતનારા મુનિ, આજે પુણ્યાનુબંધી પુણ્યથી ભાગ્યશે મારા જેવામાં આવ્યા છે, કે જેઓ માતા, પિતા કે ગુરૂ હોય તેમ મને પ્રીતિ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે વિચાર કરી રાજકુમાર સત્વર તેમની પાસે આવ્યા, અને હૃદયને આનંદ આપનારા એ વિનયનંદન મુનિને તેણે વંદના કરી. મુનિએ કલ્યાણરૂપી અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘવૃષ્ટિ જેવી ધર્મલાભરૂપ આશિષ આપીને રાજપુત્રને આનંદિત કર્યો. પછી કુમાર નમસ્કાર કરી બે“હે મુનિરાજ ! નવ યૌવનવાન છતાં તમે આવું વ્રત ધારણ કરેલું છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે. આવી વયમાં તમે યત્નપૂર્વક વિષયથી વિમુખ થયા છે, તે વિષયના કિપાકના ફળની જેવા માઠા વિપાક હું પણું જાણું છું. આ સંસારમાં હું પણ કિંચિત્ માત્ર સાર જેત નથી, પરંતુ તેવા સંસારને પરિહાર કરવાને આપના જેવા વિરલા પુરૂાજ ઉઘુક્ત થાય છે. તે સ્વા. મિન ! આપ આ સંસાર તરવાને ઉપાય મને બતાવે અને સાર્થવાહ જેમ વટેમાર્ગુને લઈ જાય, તેમ તમે મને તમારે માગે લઈ જાઓ. હે મહામુનિ ! કાંકરાને શેધતાં જેમ પર્વત ઉપરથી માણિજ્ય મળી જાય, તેમ ક્રિીડા કરવાને આવેલા મને અહીં તમે પ્રાપ્ત થયા છે.”
આવી રીતે જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે કામદેવના શત્રુ એવા એ મહામુનિ નવીન મેઘના જેવી ગંભીર ગિરાથી આ પ્રમાણે છેલ્યા-“જેમ માંત્રિક પુરૂષને સર્વભૂતપિશાચ શાંતિને માટે થાય છે તેમ વૈરાગ્યવાન પુરૂષને યૌવન, એશ્વર્ય અને રૂપાદિક જે મદનાં સ્થાન છે તે શાંતિને માટે થાય છે શ્રી ભગવંતે સંસારરૂપ સમુદ્રને તરવામાં ઉત્તમ વહાણની જે યતિધર્મ કહેલું છે. એ યતિધર્મ સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા, આવક અને મુક્તિપ એ દશ પ્રકાર છે. પ્રાણાતિપાત નિવૃત્તિ એ સંયમ અસત્ય વચનને પરિહાર કરે તે અમૃષાવાદ; અદત્તાદાન (ચારી) વજીને સંયમની શુદ્ધિ રાખવી તે શૌચ; નવ ગુપ્તિ સહિત કામ-ઇંદ્રિયને સંયમ કરે તે બ્રહ્મચર્યનું શરીર વિગેરેમાં પણ મમતારહિત પાણું તે અકિંચનતા; અનશન, ઔદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ અને સંલીનતાએ છ પ્રકારે બાહાતપ અને પ્રાયશ્ચિત, વિયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારે અત્યંતર તપ-તે બંને મળી બાર પ્રકારે તપ; શક્તિ વા અશક્તિ છતાં ક્રોધને નિગ્રહ કરી સહન કરવું તે ક્ષમા માનને જય કરી મદના દેષને ત્યાગ કરે તે મૃદુતા, માયાને જીતીને મન, વચન, કાયાથી વક્રતાને છેડી દેવી તે આર્જવ; અને બાહ્ય તથા અત્યંતર વસ્તુઓમાં તૃણાનો વિચ્છેદ તે મુક્તિ એ દશ પ્રકારને ધર્મ સંસારસમુદ્રથી પાર ઉતારવામાં સમર્થ છે, અને એ નિર્દોષ ધર્મ ચિંતામણિ રત્નની જેમ આ જગતમાં પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણેની મુનિરાજની વાણું સાંભળી રાજકુમાર પુરૂષસિંહ વિનયપૂર્વક આ પ્રમાણે બે -“હે પ્રભુ ! નિર્ધનને ધનને ભંડાર બતાવવાની જેમ આપે આ ધર્મ મને સારી રીતે બતાવ્યો છે. પણ એ ધર્મ ગૃહવાસમાં રહીને આચરી શકાતો નથી. કારણકે ગૃહવાસ સંસાર
૧ અહિંસા, ૨ અચૌર્ય, ૩ નિરભિમાનતા, ૪ સરલતા, ૫ નિર્લોભના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org