Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જે. પુરૂષસિંહે જણાવેલ સંસારનિવાસનું કણ.
. (૩૧) રૂપી વૃક્ષને એક ઉત્તમ દેહદ છે. પણ હે ભગવંત! આ સંસારરૂપી દુર્ગામના નિવાસથી હું તે ઉદ્વેગ પામ્ય છું, માટે મને ધર્મરાજાની રાજધાનીરૂપ દીક્ષા આપે.” રાજપુત્રનાં એવાં વચન સાંભળી વિનયનંદન સૂરિ બોલ્યા- હે રાજકુમાર ! આ તમારો મરથ ઘણે શ્રેષ્ઠ અને પુણ્યસંપત્તિને સાધનારે છે. મોટી બુદ્ધિવાળા, વિવેકી અને દઢ નિશ્ચય રાખનારા હે મહાસત્વ ! તમે વ્રતને ભાર ધારણ કરવાને યોગ્ય છે, તેથી તમારે મને રથ અમે પૂર્ણ કરીશું; પરંતુ પ્રથમ તમે નગરમાં જઈ તમારા પુત્રવત્સલ માતાપિતાની રજા લઈને આવે; કારણકે જગતમાં પ્રાણીને પહેલા ગુરૂ માતાપિતા છે.” મુનિનાં એવાં વચન સાંભળી પુરૂષસિંહ નગરમાં ગયા, અને માતાપિતા પાસે જઈ પ્રણામ કરી અંજલી જેડી દીક્ષા લેવાની આજ્ઞાને માટે વિજ્ઞપ્તિ કરી. પુત્રનું એવું વચન સાંભળી તેઓએ કહ્યું-“હે વત્સ! આ વખતે તેને દીક્ષા લેવી યુક્ત નથી. કારણકે પંચ મહાવ્રતને ભાર વહન કર ઘણું મુશ્કેલ છે. સંયમી પુરૂષને પિતાના દેહમાં પણ મમતા છોડી અને રાત્રીજનથી વિરામ પામી, બેંતાલીશ દોષોથી રહિત એવા પિંડનું - જન કરવું પડે છે. નિત્ય ઉદ્યોગી, મમતા રહિત, પરિગ્રહે વર્જિત અને ગુણમાં તત્પર એવા મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સર્વદા ધારણ કરવી પડે છે. વળી વિધિપૂર્વક માતાદિક પ્રતિમા તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને અનેક પ્રકારના અભિગ્રહ કરવા પડે છે. માવજજીવિત સ્નાનને ત્યાગ, પૃથ્વી ઉપર શયન, કેશને લોચ, શરીરને અસત્કાર, ગુરૂકુળમાં સદાનિવાસ, પરિષહ અને ઉપસર્ગોની અનુમોદન સહિત સહનતા અને અઢાર હજાર શીલના અંગનું અવધારણુ, ઈત્યાદિક સર્વ નિયમો દીક્ષા લેનારને પાળવા પડે છે. હે સુકુમાર કુમાર! એ પ્રમાણેના નિરંતર નિયમ પાળવા તે લોઢાના ચણા ચાવવા તુલ્ય છે, બે હાથથી અપાર સમુદ્રને તરવા તુલ્ય છે, ખર્ષની તીક્ષણ ધાર ઉપર ચરણથી ચાલવા જેવું છે, અગ્નિની વાળાનું પાન કરવા તુલ્ય છે, તાજવા ઉપર મેરૂ પર્વત તોળવાને છે, મોટી નદી સામે પૂરે તરવા બરોબર છે, એકલે પંડે બળવાન શત્રુઓનું સૈન્ય જીતવા સમાન છે, અને ફરતા ચક્ર ઉપર રહેલ રાધાવેધ કરવાનો છે. ગ્રહણ કરેલી દીક્ષા જે માવજજીવિત પાળવી તેજ મોટું સત્વ, તેજ અગાધ ધર્ય, તેજ મોટી બુદ્ધિ અને તેજ મોટું બળ છે.” ( આ પ્રમાણેનાં માતાપિતાનાં વચન સાંભળી રાજકુમાર પ્રસન્ન થઈ બેલ્યો- પૂજ્યપાદ! આપ કહે છે તે બરાબર છે. દીક્ષા પાળવી તેવીજ કઠિણ છે, પણ હું આપને વિજ્ઞપ્તિ કરું છું કે સંસારમાં નિવાસ કરવાથી ઉત્પન્ન થતા કટેની આગળ દીક્ષાનું કષ્ટ એક સામે ભાગ પણ નથી. વચનથી ન કહી શકાય અને શ્રવણથી ન સાંભળી શકાય તેવી પ્રત્યક્ષ નરકની વેદના તે કર રહી, પણ આ લેકમાં નિરપરાધી તિર્યંચ જાતિને બંધન, છેદ અને તર્જનાદિકની સહ પીડાઓ મનુષ્યને કષ્ટાદિક વ્યાધિઓની પીડા, કેદખાનું, અંગનું કતરાવું, ત્વચા ઉખડાવવી, શરીર બાળી દેવું અને મસ્તક છેદન કરવું ઈત્યાદિક વેદનાઓ, અને સ્વર્ગવાસી દેવતાઓને પ્રિયજનને વિયેગ, શત્રુથી પરાભવ અને અવનના જ્ઞાનથી થતું દુસહ દુઃખ જોવામાં આવે છે.” રાજકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું, ત્યારે પુત્રને સાબાશી આપી ખુશી થઈને તેઓએ વ્રત લેવાની આજ્ઞા આપી. પછી પિતાએ હર્ષથી જેને નિષ્ઠમણુમહૈત્સવ કરે છે એ રાજપુત્ર ફળને અથી જેમ વનસ્પતિ પાસે જાય તેમ દીક્ષાને અર્થે મુનિની પાસે આવ્યો. ત્યાં સામાયિક ઉચ્ચરી પુરૂષસિંહ કુમારે વિનયનંદન મુનિના ચરણકમળની પાસે ભવસાગર તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરી, પ્રમાદ રહિત સર્વ પ્રાણીની રક્ષા કરતા એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org