Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે પ્રભુનું માતાની કુક્ષિમાં આવવું.
(૨૧) અતિ રમણીક જણાતી હતી. નગરીઓમાં જેમ અધ્યા, વિદ્યાઓમાં જેમ રહિણી અને નદીઓમાં જેમ ગંગા તેમ એ દેવી સતીઓમાં અગ્રેસર હતી. કેઈવાર પ્રેમથી પણ એ નારી પિતાના પતિ ઉપર ગુસ્સે થતી નહીં, કારણ કે કુળવાન સ્ત્રીઓ વતની જેમ પોતાના પતીવ્રતપણાને અતીચાર લગાડવામાં ભીરુ હોય છે. પિતાને સર્વ રીતે અનુકૂળ એવી એ પ્રિય રાણમાં રાજાને ગળીના રંગની જેમ અભિયારી પ્રેમ હતો. મદ થવાના સ્થાનેથી અબાધિત રહેનારા એ રાજદંપતી સર્વ ધર્મને હાનિ ન લાગે તેમ વર્તતાં સાંસારિક સુખ જોગવતા હતા.
આ તરફ મહાબલના જીવે વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં મગ્નપણે નિર્ગમન કર્યું. પછી આયુ પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુથીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતાં એ મહાત્માને જીવ ત્યાંથી ચવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો. જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જગમાં ઉત થઈ રહ્યો, અને નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. રાત્રીએ સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પ્રહરમાં પિતાના મુખમાં પ્રવેશ કરતાં ચૈદ સ્વને જોયાં. જેમાં ચાર દાંતવાળે વેતવણી હાથી, ડિલરના પુષ્પોની જે વેત વૃષભ, પહોળા મુખવાળો કેસરીસિંહ, અભિષેકથી મનહર એવી લક્ષમી, પંચવણ પુષ્પની માળા, પરિપૂર્ણ ચંદ્ર, પ્રકાશમાન સૂર્ય, ઘુઘરીઓવાળે વજ સુવર્ણને પૂર્ણ કુંભ, કમળોથી છવાઈ રહેલું સરોવર, ઉછળતા તરંવાળે સમુદ્ર, મનહર વિમાન, સુંદર રત્નને ઢગલે અને ધુમ્ર રહિત અગ્નિ-આ પ્રકારનાં ચાદ સ્વને દેખીને જાગ્રત થઈ દેવીએ રાજાને નિવેદન કર્યા. “હે દેવી! આ સ્વપ્નથી તમને ત્રણ જગનો ઈશ્વર એવો પુત્ર થશે.” એમ નરપતિએ સ્વપ્નનો અર્થ વિચારીને કહ્યું. તરતજ સર્વ ઈન્દ્રોએ પણ ત્યાં આવી એકઠા થઈને સ્વપ્નનો અર્થ કહ્યો કે “હે દેવી! તમારા પુત્ર ચેથા તીર્થંકર થશે.” આવું સ્વપ્નનું ફળ સાંભળી દેવીને એ હર્ષ થયે કે જેના ધક્કાથી નિદ્રા દૂર ચાલી ગઈ અને બાકીની શેષરાત્રી તેણીએ જાગ્રતપણેજ નિગમન કરી. ત્યારથી કમળના કોશમાં બીજા કેશની જેમ સિદ્ધાર્થી દેવીના ઉદરમાં તે ગર્ભ દિવસે દિવસે ગૂઢ રીતે વધવા લાગે. સિદ્ધાર્થી દેવીએ પણ તે ગર્ભને સુખેથી ધારણ કર્યો. તેવા પુરૂષનો અવતાર આખા જગતને સુખ માટેજ થાય છે.
ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતાં માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતાં દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપ્યો. એ કુમારને સુવર્ણના જેવો વર્ણ હતું, અને વાનરનું લાંછન (ચિન્હ) હતું. પ્રભુને જન્મ થતાં ત્રણ લોકમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ક્ષણવાર નારકીના પ્રાણીઓને પણ સુખ થયું. તે વખતે દિકકુમારીઓ પિતપોતાના સ્થાનેથી ત્યાં આવી ને દેવી અને કુમારનું યથા
ગ્ય સૂતિકર્મ કર્યું શક ઈદ્ર પણ પિતાને આસનકંપથી અહ"તને જન્મ જાણી પાલક વિમાનમાં બેસીને દેવતાઓ સહિત ત્યાં આવ્યું. વિમાન ઉપરથી ઉતરી પ્રભુના સૂતિકા ગૃહમાં પ્રવેશ કરી સ્વામીને અને સ્વામીની માતાને તેણે નમસ્કાર કર્યો. પછી દેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મ ઈન્ડે પિતાના પાંચરૂપ કર્યા. એક ઈજે પ્રભુને ધરી રાખ્યા, બીજા ઈંદ્ર છત્ર ધારણ કર્યું. બે ઇંદ્રાએ બે બાજુ ચામર રાખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org