Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે. પ્રભુએ સ્વિકારેલ ચારિત્ર.
(૨૩) લલાટ અને પૂર્ણ ચંદ્રની શોભાને અનુસરતા મુખથી પ્રભુ વિશેષ શેભાને પ્રાપ્ત થયા. સુવર્ણમય મેરૂ પર્વતની શિલા જેવી છાતી, પુષ્ટ સ્કંધ, કૃશ ઉદર, મૃગલીના જેવી જંઘાઓ અને કુમના જેવાં ઉન્નત ચરણથી પ્રભુ મનહર જણાતા હતા. જો કે પ્રભુ વિષયમાં નિસ્પૃહ હતા તે પણ પોતાનું ભાગ્યકર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજ્યપુત્રીઓની સાથે વિવાહ કર્યો. તારાઓની સાથે ચંદ્રની જેમ તે રાજકુમારીઓની સાથે ક્રીડા કરવાના ઉદ્યાન, સરોવર, વાપી અને પર્વત વિગેરેમાં પ્રભુ સ્વેચ્છાથી વિહાર કરવા લાગ્યા.
એવી રીતે પ્રભુએ અહમિંદ્રની જેમ સુખમાંજ મગ્ન રહીને સાડાબાર લાખ પૂર્વ નિ. મન કર્યા પછી સંવર રાજાએ પ્રભુને પ્રાર્થના કરીને રાજ્યપર બેસાડ્યા, અને પોતે પ્રવ્રજ્યારૂપી રાજ્ય ગ્રહણ કર્યું. પ્રભુએ એક ગામની જેમ તે પૃથ્વીનું રાજ્ય લીલામાત્રથી ચલાવા માંડ્યું; જગતનું રક્ષણ કરવામાં ચતુર એવા પ્રભુને એટલી પૃથ્વીનું પાલન કરવું એ શું હિસાબમાં હતું ? એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ નિર્ગમન થઈ ગયા.
અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે જ વખતે મને ભાવને જાણનારા મંત્રીઓની જેમ લેકાંતિક દેવતાઓ આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- હે નાથ ! હવે સંસારવાસથી સર્યું, માટે ધર્મતીર્થને પ્રવર્તાવે; તમારા પ્રવર્તાવેલા તીર્થથી બીજા પણ અનેક પ્રાણીઓ આ દુર સંસારરૂપ સાગરને તરી જશે. આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લોકાંતિક દેવતાએ ગયા. પછી પ્રભુએ નિદાન (નિયાણા) રહિત વાર્ષિક દાન આપવાને આરંભ કર્યો. ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતા દ્રવ્ય લાવી લાવીને પ્રભુને દાન દેવા માટે પૂરવા લાગ્યા. સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને વિધિસહિત દીક્ષાભિષેક કર્યો. પછી અંગરાગ લગાવી. દિવ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી જગત્પતિ સ્વાર્થસિદ્ધિ કરવાને માટે અર્થસિદ્ધ નામની શિબિકાપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ એ શિબિકાને ઉપાડી લીધી. શિબિકા પર બેસીને પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં તેમણે પિતાનાં આભૂષણે વિગેરે સર્વ ઉતારીને છેડી દીધું, એટલે ઈન્દ્ર તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં પ્રભુએ છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લેચ કર્યો. શકઈન્દ્ર પ્રભુના કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં પધરાવી પાછા આવ્યા. પછી ઈદ્ર સુર, અસુર અને મનુષ્ય સંબંધી કેલાહલને શાંત કરાવ્યો, એટલે પ્રભુએ સામાયિક સૂત્ર ભણુને ચારિત્રને સ્વીકાર કર્યો. તેજ વખતે મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. તે સમયે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું. શરીરના મળની જેમ રાજ્યને છોડી બીજા એક હજાર રાજાઓએ પણ પ્રભુની સાથેજ મેહને નાશ કરનારી પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રવાસી પુરૂષો વર્ષાઋતુમાં જેમ પિતાના સ્થાનમાં ચાલ્યા જાય તેમ શક વિગેરે સર્વે ઈન્દ્ર પરિવાર સહિત પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા.
બીજે દિવસે અધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ઘેર પ્રભુએ પરમાન (ક્ષીર)થી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ દ્રવ્યની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, આકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org