Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૨૪) શકે કરેલી પ્રભુની સ્તુતિ.
પર્વ ૩ જું. દુંદુભિને નાદ અને વસ્ત્રને ઉક્ષેપ કર્યો. હર્ષને પરવશ થયેલા સુર, અસુર અને મનુષ્યોએ અહદાન, અહદાન, અહો સુદાન’ એમ ઉદ્ઘોષણા કરી. ત્યાંથી શ્રી અભિનંદન પ્રભુએ બીજે સ્થાને વિહાર કર્યો. પ્રભુના ચરણસ્થાનમાં ઈદ્રદત્ત પૂજન કરવાની ઈચછાથી એક રત્નપીઠ કરાવ્યું. પ્રભુએ છવસ્થપણે પરિષહાને સહન કરી અઢાર વર્ષ સુધી વિવિધ અભિગ્રહ ધારણ કરતાં કરતાં વિહાર કર્યો. " એ પ્રમાણે વિહાર કરતાં પ્રભુ એકદા સહસાગ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરી રાયણના વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ કરીને રહ્યા. ધ્યાનમાં વર્તતાં શુકલધ્યાનના બીજા પાયાને અંતે ઘાતીકમરને ક્ષય થતાં પિષમાસની શુકલ ચતુર્દશીએ અભિચિ નક્ષત્રને ચંદ્ર થતાં પ્રભુને નિર્મળ કેવલજ્ઞાન પ્રગટ થયું જે જ્ઞાન ક્ષણવાર નારકાના છાને પણ પિડાનો નાશ કરવામાં ઔષધ રૂપ થઈ પડ્યું. અવધિજ્ઞાનવડે પ્રભુને કેવળજ્ઞાન થયાની ખબર જાણીને ચેસઠ ઈન્દ્રોએ ત્યાં આવી એક એજન પ્રમાણુ પ્રદેશમાં સમવસરણ રચ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણને ધારણ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો, અને સમવસરણની મધ્યમાં રહેલા બે ગાઉ અને બસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. ‘તયાન એમ બેલતાં પ્રભુએ દેવજીંદાના મધ્ય ભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું. પછી દેવ, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પિતપતાના દ્વારથી પ્રવેશ કરી ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જેડી શકઈત્તે રમાંચિત શરીરે નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી.
હે ભગવન ! આપે સર્વદા કષ્ટકારી એવી મન, વચન અને કાયાની ચેષ્ટાને સંહાર કરી શિથિલપણુથી મનરૂપી શલ્યને જુદું કરેલું છે, હે નાથ ! તમારી ઈન્દ્રિય સંમત પણ નથી તેમજ ઉછૂપલ પણ નથી એમ સમ્યક્ પ્રકારે પ્રતિપાદન કરીને તમે ઈનિદ્રને જય કરે છે. કેગના જે આઠ અંગ કહેલા છે તે તે ફક્ત પ્રપંચ માત્ર છે; નહીં તે એ પેગ બાળપણાથી આરંભીને તમારી સામ્યતાને કેમ પ્રાપ્ત થાય? હે સ્વામિન્ ! લાંબા કાળથી સાથે રહેનારા વિષયમાં તમને વિરાગ છે અને અદષ્ટ એવા ભેગમાં સામ્યપણું છે, એ અમને તે અલૌકિક લાગે છે. જે તમે અપકાર કરનાર ઉપર રાગ ધરે છે તે બીજાઓ ઉપકાર કરનાર ઉપર પણ રાગ ધરતા નથી. અહા ! તમારૂં સર્વ અલૌકિક છે. હે પ્રભુ! તમે હિંસક પુરૂના ઉપર ઉપકાર કર્યો અને જે આશ્રિત હતા તેમની ઉપેક્ષા કરી. એવા તમારા વિચિત્ર ચરિત્રને કણું અનુસરી શકે ? હે ભગવન ! પરમ સમાધિમાં તમે તમારા આત્માને એવી રીતે જોડી દીધું છે કે જેથી હું સુખી છું કે દુઃખી છું” અથવા “સુખી કે દુઃખી નથી? એમ તમારા મનમાં પણ આવતું નથી. જેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટી એકાત્માને પામેલી છે એવા તમારા યોગના માહાઓ ઉપર બીજાઓને કેમ શ્રદ્ધા ન આવે ?”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈન્દ્ર વિરામ પામ્યા, એટલે પ્રભુએ એક જન સુધી પ્રસરતી ગંભીર ગિરાથી દેશના આપવી શરૂ કરી.
“આ સંસાર એક વિપત્તિની ખાણુરૂપ છે. એમાં પડતા મનુષ્યને પિતા, માતા, મિત્ર બંધુ કે બીજી કોઈ પણ શરણુ રૂપ થતા નથી. ઈદ્ર અને ઉપેદ્રાદિ જેવા પણ જે મૃત્યુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org