Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૨૨) સંવર રાજાને ત્યાં પ્રભુને જન્મ
પર્વ ૩ જુ. અને એક ઈદ્રવજને નચાવી નાચતો આગળ ચાલ્યો. પછી ક્ષણવારમાં મેરૂ પર્વત ઉપર આવીને અતિ પાંડુકબલા નામની શિલાને વિષે સિંહાસન પર પ્રભુને ખોળામાં લઈને બેઠે. તે વખતે ત્યાં પરિવાર સહિત બીજા ત્રેસઠ ઈદ્રો પણ આવ્યા, અને જળથી ભરેલા કુંભવડે વિધિપ્રમાણે પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. પછી ઈશાન ઈદે પાંચ રૂ૫ કરી એક રૂપે પ્રભુને રાખ્યા, એક રૂપે છત્ર ધારણ કર્યું. બે રૂપે બે બાજુ ચામર વિંઝવા લાગ્યો, અને એકરૂપે ત્રિશૂળ લઈ આગળ ઉભે રહ્યો, પછી શુક્ર ઈદ્ર પિતાની તુષ્ટિને માટે ચાર દિશામાં સફાટિકના ચાર વૃષભ વિકુવી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ચંદનનું વિલેપન કરી, વસ્ત્ર અલંકારાદિક ધારણ કરાવી અને આરાત્રીક ઉતારીને શકઈ અંજલિ જેવી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
બચેથા તીર્થકર, ચોથા આરારૂપ આકાશમાં સૂર્ય સમાન અને ચોથા પુરૂષાર્થ (મોક્ષ) “ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ! આપ જય પામે. હે નાથ ! લાંબે કાળે આપનાથી સનાથ થયેલું આ જગત હવે વિવેકની ચોરી કરનારા મહાદિકથી કયારે પણ ઉપદ્રવને પામશે નહીં. હે “પ્રભુ! આપના પાદપીઠમાં જેનું મસ્તક લેટે છે એવા મારે વિષે પુરૂપ પરમાણુના કણ જેવી “આપની ચરણરજ દીર્ઘકાળ સ્થાપન થાઓ. હે ઈશ! મારાં નેત્ર આપના મુખને વિષે આ“સક્ત હોવાથી નહીં જોવાલાયક વસ્તુને જેવાથી ઉત્પન્ન થયેલા એ નેત્રના મળને હર્ષાશ્રુની “ઉમીવડે ક્ષણવારમાં ધોઈ નાંખો. હે પ્રભુ! લાંબા કાળની મમતાના દર્શનથી ઉત્પન્ન થયેલા “મારા રોમાંચ ચિરકાળની અસદર્શન ( મિથ્યાદર્શન) ની વાસનાને દૂર કરે. હે નાથ ! “મારા નેત્રે સર્વદા તમારા મુખને જેઈ વિલાસ પામે. મારા હાથ તમારી ઉપાસના કરે, “અને મારા કાને તમારા ગુણના શ્રેતા થાઓ. હે દેવાધિદેવ ! કુંતિ એવી મારી બુદ્ધિ જે તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તો તેનું કલ્યાણ થાઓ, કેમકે તેને બીજાથી શું “થવાનું છે? હે નાથ ! હું તમારે શિષ્ય, દાસ, સેવક અને કિંકર છું, એ પ્રમાણે તમે “સ્વીકાર કરે; એથી વધારે બીજું કાંઈપણ હું કહેવા ઈચ્છતો નથી.”
આ પ્રમાણે સ્તુતિ કરી શકઈદ્ર પાંચરૂપે થઈ, ઈશાન ઈદ્રની પાસેથી પ્રભુને લઈ પૂ ર્વની પેઠે છત્ર વિગેરેને ધારણ કરી ક્ષણવારમાં પાછે પ્રભુને ઘરે પહોંચે ત્યાં પ્રભુની માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ સાક્ષાત્ પ્રભુને તે સ્થિતિમાં માતાની પાસે સ્થાપન કર્યા. પછી શક્રઈદ્ર ત્યાંથી અને બીજા ઈંદ્ર મેરૂ ઉપરથી જ જેમ આવ્યા હતા તેમ પાછા પિતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે સંવર રાજાએ સર્વ લોકોમાં હર્ષના એક છત્રરૂપ પુત્રને જમેન્સવ કર્યો. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય અને નગરી સર્વ અભિનંદ હર્ષ પામ્યા હતા, તેથી માતાપિતાએ તેમનું અભિનંદન એવું નામ પાડયું. પિતાના અંગુણમાંથી ઇન્દ્ર સંચારેલા અમૃતનું પાન કરતા અને દેવાંગનારૂપ ધાત્રીઓએ પાલન કરાતા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. વિચિત્ર પ્રકારનાં રમકડાંએ હાથમાં રાખીને આવતા એવા સુર અસુરોના કુમારની સાથે વિચિત્ર ક્રિીડાથી ક્રીડા કરતા એવા પ્રભુએ પિતાનું બાલ્યવય ઉë, ઘન કર્યું. ઉધાનનું વૃક્ષ જેમ વસંતને પામે તેમ પ્રભુને સર્વ અંગમાં શભા કરનારું યૌવનવય પ્રાપ્ત થયું. સાડાત્રણસો ધનુષ્ય ઊંચી કાયા, હીંચકાવાળું જાણે વૃક્ષ હોય અથવા લક્ષમીના જાણે બે હીંચકા બાંધ્યા હોય તેવી જાનુ પર્યત લંબાયમાન બે ભુજા, અર્ધચંદ્ર સમાન શેતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org