Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૧૬)
પ્રભુની દેશના.
૫ ૩.
તા આ કદલીના ગ જેવા પ્રાણીઓની તે શી વાત કરવી ? એ કદિ આ અસાર શરીરને સ્થિર કરવાને કાઈ ઈચ્છે તે તે જુના અને સડેલા ઘાસના અનાવેલા ચાડીઆના પુરુષને જ સ્થિર કરવાને ઈચ્છે છે એમ સમજવુ. મરણરૂપી વાઘની મુખશુફામાં વસનારા પ્રાણીઓનુ રક્ષણ કરવાને માટે મંત્ર, તંત્ર અને ચિકિત્સા સર્વે નકામા છે. જેમ જેમ પુરુષ વયમાં વધતા જાય છે તેમ તેમ પ્રથમ તેને જરાવસ્થા ગ્રસ્ત કરતી જાય છે અને પછી તેને માટે યમરાજ ત્વરા કરે છે. ‘અહા ! પ્રાણીઓના જન્મને ધિકકાર છે!” આ શરીર ધમરાજાને વશ રહેલુ છે, એમ જે ખરેખરૂં જાણવામાં આવે તે પછી કોઈ પણ પ્રાણી અન્નના ગ્રા સને ગ્રહણ કરી શકે નહી, તેા પાપકની તો વાતજ શી કરવી ? જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈ થઈને વિલય પામી જાય છે તેમ પ્રાણીઓનાં શરીર ક્ષણક્ષણમાં ઉત્પન્ન થઈને વિલય પામે છે. સમષ્ટિવાળા કાળ ધનાઢચ કે નિન, રાજા કે રાંક, સમજી કે મૂખ અને સજ્જન કે દુન સના સરખી રીતે સંહાર કરવાને પ્રવૃત્ત છે, એ કાળને ગુણમાં દાક્ષિ ણ્યતા નથી અને દોષામાં દ્વેષ નથી, પણ તે તે મેટા અરણ્યને દાવાનળની જેમ સ પ્રાણીઓના સંહારજ કર્યાં કરે છે. કુશાસ્ત્રથી મેહ પામેલા પુરૂષોએ ‘કોઈપણ ઉપાયથી આ કાયા નિરુપાય થાય' એવી રાંકા પણ કરવી નહીં. જેઓ મેરૂપ તના દંડ અને પૃથ્વીનુ છત્ર કરવાને સમર્થ હાય છે તેઓ પણ પેાતાને વા બીજાને મૃત્યુથી બચાવવાને સમર્થ થતા નથી. કીડાથી માંડીને ઇંદ્ર સુધી તે યમરાજનું શાસન સમ રીતે પ્રવર્તે છે. તેમાંથી કઇ રીતે કાળને વચના કરવાની વાત ડાહ્યો માણુસ તા મેલેજ નહીં. કદિ કાઈએ પાતાના પૂર્વજોમાં કાઈ ને પણ જો જીવતા રહેલા જોય હાય તેા તે કાળને વચના કરવાની વાત ન્યાયમાથી ઉલટી રીતે પણ સંભવે ખરી, પણ તેવું તેા જણાતું નથી. બળ અને રૂપને હરણુ કરનારી વૃદ્ધાવસ્થાથી શિથિલ થવાય છે' એ વાતના અનુભવી વિદ્વાન પુરૂષાને તે યૌવનવય અનિત્ય છે, એવી ખાત્રી થવીજ જોઈએ. કામિનીએ કામદેવની લીલાથી યૌવનવયમાં જેએની ઈચ્છા કરતી હતી, તેજ પુરૂષાને વૃદ્ધાવસ્થામાં તે થુંકી થુંકીને ત્યજી દે છે. ધનવાન પુરૂષાએ જે ધન ઘણા કલેશથી મેળવી ઉપલેાગ કર્યા વગર રક્ષણ કરીને એકઠુ કરી રાખ્યુ હાય છે તે પણ ક્ષણવારમાં વિનાશ પામી જાય છે. જોતજોતામાં અવશ્ય નાશ પામી જતાં એવાં ધનવાનનાં ધનને ફીણ, પરપાટા અને વિજળીની ઉપમા કેમ ન આપી શકાય ? પેાતાને વા ખીજાને ગમે ત્યાં ન્યાસ કરેા તેમજ વિકાર કે અપકાર કરો, પણ આ સૌંસારમાં મિત્ર કે અંધુજનાના જે સમાગમે છે તે છેવટે વિનાશ પામનારા છે. જેઓ હંમેશાં અનિત્યતાનું ધ્યાન કરે છે તેઓ પેાતાના પુત્ર મૃત્યુ પામી જાય તા પણ તેને શેક કરતા નથી, અને જે મૂઢ નિત્યતાના આગ્રહ રાખે છે તે પાતાની એક દિવાલ પડી જાય ત્યારે પશુ રૂદન કરે છે. શરીર, યૌવન, ધન અને ખંધુ વિગેરે જ ફૂંકત અનિત્ય છે એમ નથી, પણ આ સઘળુ' સચરાચર જગતજ અનિત્યપણે રહેલું છે. આવી રીતે આ સર્વાંને અનિત્ય જાણીને પ્રાણીઓએ પરિગ્રહના ત્યાગ કરી નિત્ય સુખવાળુ. શાશ્વતપદ (મેાક્ષ) મેળવવાને માટે પ્રયત્ન કરવા.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને તત્કાળ ઘણા પુરુષો અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણકરી. પછી ચારૂ વિગેરે ગણધરાને પ્રભુએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદીને ઉપદેશ કર્યાં. એ ત્રિપદીને અનુસરીને એકસા ને એ ગણધરોએ ચૌદપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org