Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ ૧ લા.
પ્રભુના પરિવાર-પ્રભુનું નિર્વાણુ.
(૧૭)
સહિત દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ ઉડી ઇન્દ્રે લાવેલા વાસક્ષેપ તેમના ઉપર નાખીને તેમને દ્રવ્યાદિકવડે અનુયાગ તથા ગણુની અનુજ્ઞા આપી. તે સમયે દેવતા અને મનુષ્યએ પણુ દુંદુભિને અવાજ કરી ગણુધરાની ઉપર વાસક્ષેપ કર્યાં અને તે ગણધરા પ્રભુની વાણીને ગ્રહણ કરવાને ઉભા રહ્યા. પછી પ્રભુએ ર્વાભિમુખે ક્ીવાર દિવ્ય સિંહાસનપર બેસીને તે ગણુધરાને શિક્ષારૂપ દેશના આપી. પછી જ્યારે પહેલી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી તે વખતે રાજભવનમાંથી આઢક પ્રમાણુ શાળીના ખળિ આવ્યો, તે અળિને આકાશમાં ઉડાડ્યો એટલે તેમાંથી ખરી પડેલા અદ્ધ ભાગ આકાશમાંથી દેવતાઓએ લઈ લીધે અને બીજો અધ ભાગ રાજાએ અને બીજા લેાકેાએ હર્ષથી સમભાગે વહેંચી લીધેા. પછી તીર્થંકર ભગવાને ઉઠી ઉત્તર દ્વારથી નીકળીને જો કે પેાતે શ્રાંત થયા ન હતા તે પણ બીજા ગઢમાં રચેલા દેવછા ઉપર વિસામે લીધેા; કારણ કે એવી મર્યાદા છે. પછી ગણધરોના અગ્રણી ચારૂ ગણુધરે પ્રભુના ચરણુંપીઠ ઉપર બેસીને સ્વામીના પ્રભાવથી સશયને છેનારી દેશના આપી. બીજી પારસી પૂર્ણ થઈ એટલે ચારૂ ગણધર કાળવેળાએ જેમ શાસ્ત્રના અધ્યયનથી વિરામ પામે તેમ દેશનાવિધિથી વિરામ પામ્યા. તે પછી સુર, અસુર અને રાજાએ વિગેરે જેમ ઉત્સવ ઉપર આવેલા લેાકેા ઉત્સવ વીત્યા પછી ચાલ્યા જાય તેમ પ્રભુને નમસ્કાર કરીને હર્ષ થી પાતપેાતાને સ્થાનકે ગયા.
તે સ ંભવનાથ સ્વામીના તીર્થાંમાં ત્રિમુખ નામે એક યક્ષ ઉત્પન્ન થયેા. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતાં; તેનેા શ્યામવણુ હતા. મયૂરનું તેને વાહન હતું. જમણી તરફની ત્રણ ભુજાઓમાં તેણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યાં હતાં અને ડાખી તરફની ત્રણ ભુજાઓમાં ખીજોરૂ, માળા અને અક્ષસૂત્ર રાખેલાં હતાં. તેવી જ રીતે તે તીમાં દુરિતારિ નામે એક દેવી ( યક્ષણી ) ઉત્પન્ન થઈ. તેને ચાર ભુજાએ હતી, વધુ ગાર હતા અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની એ ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની એ ભુજાઓમાં સર્પ અને અભયથી તે શેાલી રહ્યા હતા. એ ત્રિમુખ યક્ષ અને રિતારિ દૈવી અને પ્રભુના શાસનદેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહેવા લાગ્યા. તે પછી ચૈાત્રીશ અતિશયવાળા સભવનાથ પ્રભુએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનથી ખીજે વિહાર કર્યો.
ત્રિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીશ હજાર સાધ્વીઓ, એ હજાર અને દોઢસા ચૌઢપૂ ધારી, નવ હજાર અને છસે અવિધજ્ઞાની, ખાર હજાર અને દોઢશે. મનઃપવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, એગણીશ હજાર અને આઠસે વૈક્રિયલધ્ધિવાળા, બાર હજાર વાદલબ્ધિવાળા ( વાદી ), બે લાખ ને ત્રાણુ હજાર શ્રાવકા અને છ લાખ ને છત્રીશ હજાર શ્રાવીકાઓના પરિવાર થયા. પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચાર પૂર્વાંગ અને ચૌદ વષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યાં. પછી સર્વૈજ્ઞ પ્રભુ પેાતાના મેાક્ષકાળ સમીપ જાણીને પરિવાર સહિત સમેતશિખર પ`તે આવ્યા. ત્યાં તેમણે એક હજાર મુનિએ સાથે પાદપાપગમ અનશન કર્યું. તે વખતે સુર અસુરાના ઈંદ્રો પરિવાર સાથે ત્યાં આવીને ભકિતથી પ્રભુની સેવા કરવા લાગ્યા. એક માસને અંતે પર્વતની જેમ
B - 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org