Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે. પ્રભુએ અંગીકાર કરેલ ચારિત્ર.
(૧૩) સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં હારની પેઠે દીક્ષાને ગ્રહણ કરવાને ઈચ્છતા જગદ્ગુરૂ, વૃક્ષ ઉપરથી જેમ મયૂર ઉતરે તેમ શિબિકારત્નપરથી ઉતર્યા. તરતજ માલ્ય અને સર્વ અલંકારાદિકને પ્રભુએ ત્યાગ કર્યો, અને ઇંદ્ર આપેલું દેવદૂષ્ય વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું. માગશર માસની પૂર્ણિમાએ ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા ભાગમાં છઠ્ઠ તપ કરનારા પ્રભુએ એક લીલામાત્રમાં જાણે પૂર્વે ઉપજેલ કલેશ હોય તેમ પોતાના મસ્તકના કેશને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. તત્કાળ ઈન્ડે તે કેશને પોતાના વસ્ત્રના છેડામાં શેષાની પિઠે લઈ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. ક્ષીરસમુદ્રથી પાછા આવીને ઇ તરતજ દ્વારપાળની જેમ સુર, અસુર અને મનુષ્યના કેલાહળને મુષ્ટિસંજ્ઞાવડે નિવૃત્ત કર્યો. પછી “સર્વ સાવદ્ય વેગનું હું પ્રત્યાખ્યાન કરૂં છું” એમ બોલતા પ્રભુએ દેવતા વિગેરે પર્ષદાની સમક્ષ ચારિત્રને સ્વીકાર કર્યો. જાણે કેવળજ્ઞાનનો એક સત્યકાર હોય તેવું મન:પર્યવ નામે થું જ્ઞાન તેજ વખતે પ્રભુને પ્રાપ્ત થયું. તે વખતે જાણે અગ્નિમાં નાખેલા હોય તેમ એકાંત દુઃખવડે દગ્ધ થયેલા નારકી જીવોને ક્ષણવાર સુખ થયું. દીક્ષાને ગ્રહણ કરતા ત્રિલોકપતિની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરી, સ્વેચ્છાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ઇંદ્ર ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણુથી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“ચાર પ્રકારના જ્ઞાનને ધારણ કરનારા, ચતુર્વિધ ધર્મને બતાવનારા અને ચાર પ્રકાની ગતિવાળા પ્રાણીઓના ગણને પ્રીતિ આપનારા હે પ્રભુ! તમે જય પામે. હું ત્રણ જગતના પતિ તીર્થકર ! આ ભરતક્ષેત્રની ભૂમિને ધન્ય છે કે જેમાં જંગમતીર્થરૂપ તમે વિહાર કરશે. હે નાથ ! જેમ પંકજ (કમળ) કાદવમાંથી ઉત્પન્ન થાય છે તથાપિ તે કાદવની સાથે લેવાતું નથી, તેમ તમે સંસારમાં વસો છો તે છતાં તેમાં લિપ્ત થતા નથી. હે જગતપ્રભુ ! કમરૂપી પત્રને છેદવામાં સમર્થ ખધારા જેવું તમારું આ મહાવ્રત જય પામે છે. તમે મમતા રહિત છતાં કૃપાળુ છે, નિગ્રંથ છતાં મોટી ઋદ્ધિવાળા છે, તેજસ્વી છતાં સૌમ્ય છે અને ધીર છતાં સંસારથી ભય પામેલા છે. મનુષ્ય છતાં દેવતાઓને અત્યંત પૂજવા ગ્ય એવા તમે વિહાર કરીને વિશ્વને તારનારું પારણું કરાવશે. હે સ્વામી ! રોગીને ઔષધિની જેમ અવિરતિ એવા મને મોટા ઉપકારને ઉત્પન્ન કરનારું તમારું દર્શન થયેલું છે. હું ત્રણ જગતના નાથ ! હું તમારી પાસે એટલું માગું છું કે મારું મન તમારામાં જાણે વ્યાપ્ત હેય, કોતરાયેલું હોય અને હમેશાં જોડાયેલ હોય તેમ રહ્યા કરે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈંદ્ર તથા અશ્રુતાદિ ઇંદ્ર પ્રભુના સાંનિધ્યનું સ્મરણ કરતા કરતા પિોતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે એજ નગરીમાં પ્રભુ સુરેદ્રદત્ત રાજાને ઘેર પારણું કરવાની ઇચ્છાથી ગયા. પ્રભુને આવેલા જોઈ રાજા ઉભે થયે અને ભક્તિથી નમસ્કાર કરી ઉત્તમ દુધપાક (ક્ષીર) લઈને “આ ગ્રહણ કરો” એમ કહેવા લાગ્યા. જગતમાં અદ્ધિતીય પાત્રરૂપ એવા પ્રભુએ તે પાયસાનને એષણય, કપનીય અને પ્રાસુક ધારીને પોતાના હસ્તરૂપી પાત્રમાં ગ્રહણ કર્યું. સ્વાદમાં જેનું મન અલુબ્ધ છે એવા પ્રભુએ તે પાયસાનથી
૧ કર્મો. ૨ પ્રસાદી. ૩ કોલ. ૪ વિપુળમતિ મન:પર્યવજ્ઞાન જેને થાય તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org