Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
(૧૧)
સર્ગ ૧ લે.
પ્રભુને વિવાહ મહોત્સવ. અને મુખનો શ્વાસ કમળના જે સુગંધી થયે. એવી રીતે નિરંતર મલિનતા રહિત અને સ્વભાવથી જ સર્વ અંગમાં સુંદર એવા જગત્પતિ શરડતુવડે જેમ પૂર્ણિમાને ચંદ્ર શોભે તેમ વન વયથી અધિક શેભવા લાગ્યા.
એક વખતે ઉત્સવની અતૃપ્તિને લીધે માતાપિતાએ દેવકન્યા જેવી રાજકન્યાઓ પરણવા પ્રભુને વિનંતિ કરી. મોટા મનવાળા પ્રભુએ ભેગફળ કમ બાકી છે એમ જાણી માતાપિતાની આજ્ઞા પાળવાને રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું. પ્રભુની સંમતિ થઈ એટલે જિતારિરાજાએ તથા ઈન્દ્ર પ્રત્યક્ષ આવી સંભવ સ્વામીને વિવાહ મહોત્સવ આરંભ્યો. જેમાં હાહા અને હૃહ નામના ગંધર્વો ગંભીર મૃદંગ વગાડી મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા, રંભા, તિલોત્તમા વિગેરે અપસરાઓ નૃત્ય કરવા લાગી અને કુલિન નારીઓ ઉંચે સ્વરે ધવળ મંગળ ગાવા લાગી. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી હાથણીઓની સાથે હાથીની જેમ ચાતુયંવડે રમણીય એવી એ હજારો રમણીઓની સાથે પ્રભુ કઈવાર નંદનવનના જેવી ઉધાનોની શ્રેણીઓમાં, કોઈવાર રત્નગિરિના શિખર જેવા કીડાપર્વતામાં, કેઇવાર અમૃતના કુંડ જેવી કીડાવાપીઓમાં અને કઈ વાર સ્વર્ગના વિમાન જેવી ચિત્રશાળાઓમાં કીડા કરવા લાગ્યા. એવી રીતે કૌમારવયમાં વિવિધ ભેગને ભોગવતા એવા પ્રભુને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયાં. તે સમયે જિતારી રાજાને સંસાર ઉપર વૈરાગ્ય થવાથી પ્રભુને આગ્રહ કરીને મુદ્રિકા ઉપર રત્નની જેમ પોતાના રાજ્ય ઉપર તેમને સ્થાપન કર્યા અને પિતે સદ્દગુરૂના ચરણકમળમાં જઈ દીક્ષા લઈને પોતાને અર્થ સાધવા લાગ્યા. મેટા પરાક્રમવાળા સંભવસ્વામી પણ પિતાના આગ્રહથી રાજ્યને સ્વીકારી સર્વ પૃથ્વીનું પુષ્પની માળાની જેમ રક્ષણ કરવા લાગ્યા. પ્રભુના પ્રભાવથી રાજ્યની અંદર પ્રજાઓ ઈતિ તથા ભય વિનાની અને પૂર્ણ આયુષ્ય ભેગવવાવાળી થઈ. કેઈની ઉપર પ્રભુને ભ્રકુટી પણ ચઢાવવી પડતી નહીં, તે ધનુષ્ય ચઢાવવાની વાતને તે અવકાશજ કયાંથી ? એવી રીતે રાજ્ય કરતા અને ગકમને ખપાવતા એવા પ્રભુએ ચાર પૂર્વાગર સહિત ગુમાલીશ લાખ પૂર્વ નિગમન કર્યા.
એકદા જેમને આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા સ્વયંબુદ્ધ પ્રભુ આ પ્રકારની સંસારની સ્થિતિ ચિંતવવા લાગ્યા- “અહા ! આ સંસારમાં વિષયના સ્વાદનું સુખ છેર ભેળવેલા મિષ્ટ ભજનની જેવું આરંભમાં મધુર પણ પરિણામે અનર્થને આપનારું છે. ઉપર ભૂમિમાં મીઠા જળની જેમ આ અસાર સંસારમાં પ્રાણીઓને માંડમાંડ મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યત્વને પામીને પણ મૂઢ લોકે પગ દેવામાં અમૃતરસ વાપરવાની જેમ તે મનુષ્યજન્મને વિષયસેવામાં જ વ્યર્થપણે ગુમાવે છે. આ પ્રમાણે પ્રભુ ચિંતવતા હતા તેવામાં લેકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” એમ કહી તે દેવતાઓ ગયા, એટલે પછી દીક્ષા લેવાના ઉત્સવમાં ઉત્કંઠિત એવા પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓ નિધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારૂં. ગિરિમાં રહેલું, મશાન વિગેરે સ્થાનમાં રહેલું, ઘરની અંદર ગુપ્ત કરેલું, ઘણા કાળથી ખોવાયેલું, અને નષ્ટ થયેલું એવું સુવર્ણાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને શ્રાવસ્તી નગરીના ચોકમાં, ત્રિકમાં, શેરીઓમાં તેમજ બીજા પ્રદેશમાં
૧ અનેક પ્રકારના દુષ્કાળાદિ ઉપદ્રવ. ૨ પૂર્વા ગ ત ચૌરાશી લાખ વર્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org