Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે. શકેંદ્ર તથા અન્ય દેવતાઓનું આગમન.
(૯) પર્વત ઉપરથી ઔષધિ અને ભદ્રશાળ વનમાંથી ઉત્તમ પુષ્પાદિક તેમજ બીજા પણ સુગંધી દ્રવ્ય લઈને તેઓ ત્યાં આવ્યા. પછી સર્વ સુગંધી દ્રવ્ય નાખી તેઓએ ભકિતથી તીર્થજીને સુગંધમય કરી દીધું. પછી અચુત ઈન્દ્ર, દેવતાઓના લાવેલા કુંભના જળવડે પારિજાતનાં પુષ્પોની કુસુમાંજલિ પ્રથમ કરીને પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. એ અયુતેન્દ્ર કરેલા પ્રભુના સ્નાત્ર વખતે દેવતાએ હર્ષ પામી મનહર વાદ્ય, ગીત અને નૃત્ય કરવામાં પ્રવર્યા. પછી આરણમ્યુત ઈદ્ર પ્રભુને દિવ્ય અંગરાગપૂર્વક પૂજા કરી યથાવિધિ વંદના કરી. પછી શક સિવાય બાકીના બાસઠ ઈન્દ્રોએ પણ જગતને પવિત્ર કરનારૂં પ્રભુને માત્ર કરાવ્યું. પછી ઈશાન ઈન્ડે પિતાના પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા, એક સ્વરૂપે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે ચામર રાખ્યા અને એક સ્વરૂપે શકની પેઠે વજા લઈ આગળ ઉભા રહ્યા. પછી ભકિતમાં ચતુર એવા શકે પ્રભુની ચારે દિશાઓમાં મોટા શીંગડાવાળા ફાટિકના ચાર વૃષભે વિકવ્યું. તે વૃષભના ઇંગના અગ્રભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનહર જળની ધારાઓ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી.
આ પ્રમાણે સૌધર્મ કલ્પના ઇન્દ્ર અતિ ભકિતથી બીજા ઈન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી શદઈન્ડે તે વૃષભે સંહરી લઈને જગદ્ગુરુની પૂજા કરી હર્ષથી પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે ભગવન ! વિશ્વનું પ્રતિપાલન કરનાર ! મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા તીર્થનાથ એવા આપ ભગવંતને હું નમસ્કાર કરું છું. હે વિભે ! જન્મથી જ પ્રાપ્ત થયેલા ત્રણ જ્ઞાન અને ચોર અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છે અને તમારામાં ફુટ રીતે એક હજાર લક્ષણો રહેલાં છે. હમેશાં પ્રમાદી પુરુષોના પ્રમાદના છેદનું કારણ એવું આ તમારૂં જન્મકલ્યાણક આજે મારા જેવાના કલ્યાણને માટેજ થયું છે. હે જગત્પતિ ! આ રાત્રી આખી પ્રશંસા કરવાને એગ્ય થઈ છે; કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છે. હે પ્રભો ! તમને વંદના કરવાને જ આવ કરતા અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણું
સ્વર્ગલોકના જેવો જણાય છે. હે દેવ ! તમારા દશનરૂપ અમૃતના સ્વાદથી જેઓનાં ચિત્ત “સંતુષ્ટ થયેલાં છે એવા અમૃતભેજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરતક્ષેત્રરૂપી સરોવરમાં કમળ રૂપ એવા હે ભગવન્! તમારામાં ભમરાની પેઠે મારે પરમ લય થઈ જાઓ. હે આધીશ ! જેઓ હમેશાં તમારું દર્શન કરે છે તે મનુષ્યને પણ ધન્ય છે, કારણ કે તમારા દર્શનને ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્ર પિતાના પાંચ રૂપ કરી એક સ્વરૂપે ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા અને બીજા સ્વરૂપથી પૂર્વની જેમ કિયાઓ શરૂ કરી. પછી પ્રભુને વસ્ત્ર અલંકારવડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લેચ ઉપર શ્રીરામગંડક બાંધ્યું અને પ્રભુના ઓશીકા નીચે બે કુંડળ તથા રેશમી વસ્ત્રયુગ્મ મૂકી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી સ્વર્ગના પતિ ઈન્દ્ર અભિગિક દેવતાઓની પાસે ક૫વાસી દેવતાઓમાં, ભવનપતિઓમાં, વ્યંતરમાં અને તિષ્ક દેવેમાં એવી ઉદ્ઘેષણ કરાવી
B - 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org