________________
च्छयाता
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– સ્થિતિ - किं पुनरत्र प्रयोजनं यदयमपहायाध्याय-प्रकरणसम्बन्धौ सूत्रकृतमेव सम्बन्धमाविश्चकार भाष्यकार:? उच्यते → स्वल्पवक्तव्यत्वात्, सम्बन्धानां चानेकरूपत्वादतो यत् किञ्चिद् घटमानकं सम्बन्धान्तरमुपादाय भाष्यकृत् कृती जायते, न 'चावश्यमशेषसम्बन्धाभिधानमावर्तव्यमिति क्वचिन्नियमः, यच्च भाष्यकारोपात्तसूत्रसम्बन्धव्यतिरिक्तसम्बन्धद्वयप्रदर्शनमाविष्कृतं तदन्योपनिबन्धकारशैल्या न त्वपूर्वसम्बन्धोद्धट्टनेच्छयेति।
अत्रेति द्वितीयाध्यायावसरे शिष्य आह = प्रथमाध्यायेऽभिहितं भवता जीवादीनि सप्त तत्त्वानि, तत्प्रतिपत्तिः सम्यक्त्वम्, इतिशब्दः शब्दपदार्थकः उक्तमात्रस्मरणात् तत्रेति तेषु तत्त्वेषु निर्धार्यतामादावुपन्यस्तो जीवः क इति किं स्वरूपः किं सत्त्वः३, किमसौ द्रव्यं, गुणः, कर्मेति सन्दिहानस्य प्रश्नः, कथंलक्षणो
- હેમગિરા – (પ્રસ્તુત ભાષ્યમાં સૂત્રકૃત સંબંધને ધ્યાનમાં લઈ આ પ્રશ્ન કરવામાં આવ્યો છે.)
છે સંબંધો દર્શાવવા અંગે અનેકાન્ત છે પ્રશ્નઃ અહીં શું પ્રયોજન છે કે જેથી અધ્યાયકૃત અને પ્રકરણકૃત સંબંધોને છોડી આ સૂત્રકૃત જ સંબંધ ભાષ્યકારશ્રીએ દર્શાવ્યો છે ?
ઉત્તર : આ સૂત્રકૃત સંબંધમાં સહુથી અલ્પ વકતવ્યતા હોવાથી આ જ સંબંધ અહીં કહ્યો છે અને સંબંધો અનેક પ્રકારના હોવાથી એમાંથી જે કોઈ ઘટતો સંબંધ હોય તેને ગ્રહણ કરીને ભાષ્યકારશ્રી કૃતાર્થ = ચરિતાર્થ થઈ જાય છે.
વળી બીજી વાત એ છે કે “સર્વ સંબંધોનું વિધાન અવશ્ય કરવું જ જોઈએ’ એવો ક્યાંય નિયમ નથી. ભાષ્યકારશ્રી દ્વારા દર્શાવેલ સૂત્રકૃત સંબંધથી ભિન્ન એવા બે સંબંધો જે અમે (= ટીકાકારે) બતાવ્યા છે તે અન્ય ગ્રંથકારોની સંબંધ દર્શાવવાની શૈલીના આધારે છે તેમ સમજવું, નહિ કે નવા સંબંધોને પ્રગટ કરવાની ઇચ્છાથી.
અહીં બીજા અધ્યાયના અવસરે શિષ્ય પ્રશ્ન કરે છે કે પ્રથમ અધ્યાયમાં આપે (= વાચશ્રીએ) કહ્યું હતું કે જીવાદિ ૭ તત્ત્વો છે અને તે તત્ત્વોનો સ્વીકાર એ સમ્યગ્દર્શન છે. {‘તિ' શબ્દ એ શબ્દવાચક છે, અર્થવાચક નહીં. અર્થાત્ ‘રૂતિ' શબ્દ એ નવનિ તત્ત્વનિ' પદોનો વાચક જાણવો. તે પદથી વાચ્ય અર્થનો વાચક નહિ. કેમકે પૂર્વ (૧/૪ સૂત્રના ભાષ્ય)માં કહેવાયેલા શબ્દોનું જ અહીં સ્મરણ થાય છે.
ત્યાં = તે તત્ત્વોમાં શરૂઆતમાં કહેવાયેલ જીવ એ કોણ છે ? અર્થાત્ ક્યા સ્વરૂપવાળો છે ? અર્થાત્ ક્યા અસ્તિત્વનો ધારક છે ? એ જણાવો. શું એ દ્રવ્ય છે ? ગુણ છે ? કે કર્મ છે ? એ પ્રમાણે સંદહ કરનાર શિષ્યનો આ (ઉપરોકત) પ્રશ્ન છે. ૨. વૈવાવશ્ય - મુ. (.)૨વાર્થ: 8:? - મુ. (ઉં. મા.) રૂ. સતત્ત્વ: પ્રા.