Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧
શ્રી સિદ્ધચક્ર
ટુંકી દ્રષ્ટિવાળાઓની અપેક્ષાએ તો એમ કહી શકીએ કે નામિવિનમિજીની ધારણા મૂર્ખતાની છેલ્લી કોટિ ગણાય કેમકે તે મિવિનમિ પોતેજ જાણે છે કે ભગવાન ઋષભદેવજી તો નિથ પરમાત્મા છે, તેમની પાસે તો બીજાને આપવા માટે એક સળી સરખી પણ રહી નથી, પરંતુ પૂર્વે જણાવ્યું તેમ અસ્તિ નાસ્તીતિ ના ચિન્તા, હાર્યાં મેલૈવ સેવ: અર્થાત્ સ્વામિ પાસે છે કે નહિં એનો વિચાર સેવકોએ કરવાનો હોય જ નહિં. પરન્તુ સેવકોએ તો માત્ર સેવ્યની સેવાજ કરવાની હોય, આ વિચાર જાણે
મિવિનમિએ મનમાં ધાર્યો ન હોય તેવી રીતે નિગ્રંથપરમાત્મા ભગવાન ઋષભદેવજીની તેઓ
લાગલાગટ સેવા કરતા રહ્યા. પરન્તુ સુજ્ઞપુરૂષોએ
ધ્યાન રાખવા જેવું છે કે ઉત્તમગુણવાળાઓ એવા એક ચિન્તામણિરત્ન જેવા પત્થરની, કામદુધા જેવી ગાયરૂપ પશુની ! વનસ્પતિરૂપ જગતમાં અચેતન કહેવાતા એ કલ્પવૃક્ષની સેવા કરનારા પણ ફલ પામે છે, પરન્તુ તે ફલ તે ચિન્તામણિ આદિકના ગુણને લીધે આકર્ષાયેલા દેવતાઓ દ્વારા થાય છે. તો પછી ત્રણ લોકના નાથ અનન્તગુણના નિધાન સુરેન્દ્ર નરેન્દ્ર અને યોગીન્દ્રને પૂજ્ય એવા ભગવાન્ શ્રી ઋષભદેવજીની સેવાનું ભક્ત દ્વારા ફલ મળે તેમાં આશ્ચર્યજ શું ?
ભક્તોનું કાર્ય શું ?
ધ્યાન રાખવું કે ભગવાનના અધિષ્ઠાયક કોઈ ન્હોતા. કેમકે તેઓ ત્રણે જગા પૂજ્ય
તા. ૧૫-૧૦-૧૯૩૭
હતા. પરન્તુ તે ત્રિલોકનાથના સેવકો ઇંદ્રો નરેન્દ્રો ચ્યવી ગયા ન્હોતા. સામાન્ય રીતે આચાર્ય ભગવન્ત કે સાધુમાહરાજની બીરૂદાવલી બોલનારા યાચકોને આચાર્યભગવન્તો કે મુનિ મહારાજઓ નહિં, પણ તેઓશ્રીના ભક્તો લાખ્ખો સોનૈયા આપે છે, તો પછી ઇંદ્ર નરેન્દ્રના પૂજ્ય એવા ભગવાન્ શ્રી
ઋષભદેવજીની સેવા કરનારા નમિવિનમિને
ભગવાન્ ઋષભદેવજી તો નિગ્રંથ પરમાત્મા હોવાથી કંઈપણ બાહ્ય વસ્તુ ન આપે, પરન્તુ તેમના ભક્તો ભગવાનની સેવા દેખીને ભક્તની ઈષ્ટપૂર્તી
ન કરે એ સંભવીત નથી. અર્થાત્ ભક્તિવાળા ભક્તોનું કાર્યજ એ છે કે પોતાના પૂજ્યના ભક્તોનું કાર્ય જ એ છે કે પોતાના પૂજ્યના ભક્તોનું ઈષ્ટ સંપૂર્ણ કરે. અને તેથીજ ભગવાન ઋષભદેવજીની સેવા કરવા આવેલા નાગકુમારના ઈંદ્ર ધરણેન્દ્ર નમિવિનમિજીને ઈષ્ટ સમર્પણ કર્યું. જો કે ભક્ત મનુષ્ય પોતાના પૂજ્યની સેવાના ફલને દેવાને માટે સમર્થ નથી, કેમકે તે સેવા ચૌદરાજાલોકના ચક્રવર્તિ પણાથી પણ અધિક કિંમતવાળી ગણાય તેવી છે, છતાં પણ ભક્તે પોતાની શક્તિને ગોપવ્યા સિવાય પોતે જેઓને પૂજ્ય ગણ્યા હોય તેમના સેવકોના મનોરથો બાહ્યાદૃષ્ટિએ પણ પૂરવાજ જોઈયે. તે અપેક્ષાએ ધરણેન્દ્ર નાગરાજે પણ નિમિવમિના મનોરથો બાહ્યદૃષ્ટિથી સંપૂર્ણ કર્યા તે ધરણેન્દ્ર નાગરાજે મિવિનમિને ભગવાન્ ઋષભદેવજીએ પોતાના સો પુત્રોને વ્હેચેલા દેશો કરતાં પણ મોટો દેશ આપ્યો અને તેથી વૈતાઢ્યપર્વતની ઉત્તર અને દક્ષિણ બન્ને