________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. લખેલી જ હોય નહિ તેમ ધધામાં દિવસે દિવસે કુશળતા મેળવતા ચાલ્યા. ' જેમ જેમ ધંધામાં ફતેહ મળતી ગઈ તેમ તેમ ધર્મમાં તેમની શ્રદ્ધા અડગ થતી ચાલી અને મેળવેલા પૈસાનો સુમાગે સદુપગ કરવાને પૂર્વના પૂર્ણ પ્રતાપે વધુને વધુ ઉત્કંઠીત થતા રહ્યા.
ધર્મ તરફ ભાવ, તથા ફીદાગીરી, - પિતાની સાધારણ સ્થીતિ હોવા છતાં સંવત ૧૮૩૭ની સાલમાં તેમણે સ્વામી બાધોમાં ધર્મવૃતિ ખીલવવા ઉજમણું કર્યું હતું, અને તેમાં પૈસાની ઘણું સારી મદદ આપી ધર્મભાવની દ્રઢતામાં ઓર વધારે કર્યો હતે, હમેશાં ધર્મ તરફ પ્રીતિથી જોઈ પ્રમાણીક રસ્તેજ દ્રવ્ય કમાવાની વૃતિ રાખતા હેવાથી અસત્ય કે છળ કપટના કાવાદાવાની જાળમાં સ્વધર્મી વિર કદી પણ સપડાતા નહતા એટલું જ નહી પણ એવા પ્રપંચી કામથી સે ગાઉ દૂરના દૂર રહી પિતાની ધર્મ ભાવનાની પ્રતિતિ લોકોમાં પાડી આજુબાજુનાઓ ઉપર સારી છાપ પાડી શકયા હતા. આપણામાં તીર્થ યાત્રાના સંઘ કાઢનારને બહુ પુણ્ય હાંસલ થવાનું ફરમાન છે અને આજના વખતમાં રેલવે વીગેરે સાધનોની છત હોવા છતાં આપણે પગે ચાલી યાત્રાનું મહાપુણ્ય મેળવવા હજુ શ્રદ્ધાશીલ છઈએ ને તેવી શ્રદ્ધાના યોગે આપણામાંના શક્તીવાળા લોકો સંઘ કાઢી ધર્મ લાભ મેળવે છે. આજના સુધરેલા નવ જુવાનોમાં દ્દાચ આવી શ્રદ્ધા ડગુમગુ જણાતી હશે તો પણ જેઓ જૈન શાસનમાં પૂર્ણ શ્રદ્ધાવાળા છે તેઓ તે આ ફરમાનને પ્રાણ કરતાં પ્રીય ગણી તેનું અક્ષરશઃ અનુકરણ કરે છે; અને એવા ધર્મ પ્રિીય ધર્મવીરોમાં આ ચરિત્રના નાયકનું નામ અગ્રે મૂકવા જેવું છે. તેના પુરાવામાં સંવત ૧૮૪૬માં તારંગાજીની યાત્રા કરવા દરમીયાન શ્રી કેશરીયાજી જતાં પિતાની સાથે સંઘમાં લગભગ ૧૫૦૦) માણસો લઈ ગયા હતા અને તેની પાછળ રૂ. ૨૫૦૦૦ જેટલી રકમ ખર્ચા હતી. ૧૮૪૮માં સુરતથી શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરવાને પગ રસ્તે પધારતાં સંધ કાઢયા હતા અને એ સંઘમાં પણ ૨૦૦૦ માણસોનો સમુદાય સાથે લીધો હતો જેનું તમામ ખર્ચ પતે માંડી વાળ્યું હતું. એ સંઘમાં પૂજ્ય