________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. કરી હતી, જે શરૂઆતનો અંત તેમના અંતીમકાળે ચિંતામાં જ આવ્યા હતા, એ વિષે અમે લંબાણથી બેલ જઈએ તે એકાદ સારું પુસ્તક ભરાય પણ સ્થળ સંકોચને લીધે તેમાંના બહુ જાહેર દાખલા અત્રે ટાંકીને જ સંતોષ પકડીશું. આ સ્થળે અમારે કહેવું જોઈએ કે ભાઈમના ઉન્નત વર્તનની છાયા તેમના કુટુંબમાં એવી તે સજજડ પડેલી છે કે તે કુટુંબનાં તમામ માણસે મુગે મેઢે અને ગુપચુપ પણ સારી સખાવતે કરવામાં ટેવાઈ ગયાં છે. જન સમાજમાં સાધારણ રીતે કહેવાય છે કે
જમણો હાથ શું કરે છે તેની ડાબા હાથને ખબર ન પડે તેનું નામ તે સખાવત.” વળી સખાવતની ખાતરજ સખાવત કરવી એજ ખરી સખાવત છે, નહી કે જગતની વાહવાહ કે વખાણ મેળવવાની ઠાલો નામના માટે સખાવત કરવી. આજના જમાનામાં ઘણું સાહેબે પોતાનાં બણગાં ફૂંકાવવા નજીવી સખાવતનાં કામો કરી તેની પ્રસિદ્ધી માટે પોતે યનવાન થાય છે એવી સખાવત આ સખાવતે બહાદુર નરના ધિક્કારને પાત્રજ કરેલી હેવાથી તેમનાં અનેક છુપાં કામોએ એ પ્રકાશ જોયો જ નથી એજ તેમની મગરૂબી હતી. જેઓ બચપણથી ધંધામાં જોડાઈ જાતી હુંશીયારી અને બાહેસીથી દ્રવ્ય કમાય છે તેવા પુરૂષ હમેશાં દ્રવ્યને ખરે ઉપયોગ કેવી રીતે કરવો તે બરાબર સમજે છે.
- ધંધામાં જોડાવું આ ચરિત્રના ધર્મશીલ અને ધર્મપાળ નાયક ચૌદ વર્ષની કિશોર વયમાં જ સુરતથી મુંબઈ જઈ વગર મુડીએ અને વગર મદદ ઝવેરી જેવા સંપૂર્ણ પરીક્ષકની કસોટીવાળા ધંધામાં જોડાયા હતા. અને ઉત્તરોત્તર એ ધંધામાં નામના મેળવી કસાયલા ઝવેરીઓનાં ભાન મૂકાવવા સમર્થ થયા હતા. આ ધંધે કાંઈ એકલી હુંશીયારી નથી તેમાં પૈસાની સારી થાપણુ પણ રોકવી પડે છે અને એવી થાપણ રેકવામાં રહેલું જોખમ ફક્ત કામ કરનારની દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતા ઉપર આધાર રાખતું હોવાથી તેમાં બહુ વ્યાપારી કુન્તની જરૂર હોય છે, તેવી- વ્યાપારી કુહે અને લાયકાત આ ધર્મચંદના લલાટમાં જાણે વિધાતાએ